ખબર મનોરંજન

તારક મહેતાના EX ડાયરેક્ટર અને રીટા રીપોર્ટરના પતિએ કહ્યું, જેનિફર ખુશખુશાલ લોકોમાંથી એક છે, તે સેટ પર….

Malav Rajda On Jennifer And Asit Modi : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફરી એકવાર વિવાદમાં ઘેરાઈ ગઈ છે. ટીવીની સૌથી લાંબી ચાલતી સિરિયલમાંની એક તારક મહેતામાં મિસિસ સોઢીનું પાત્ર ભજવનાર અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ નિર્માતા અસિત મોદી પર જાતીય સતામણીનો ગંભીર આરોપ લગાવ્યો છે. જેનિફર મિસ્ત્રીના આરોપો બાદ આસિ મોદીએ તેને પાયાવિહોણા ગણાવ્યા હતા. આ બધાની વચ્ચે તારક મહેતાના એક્સ ડાયરેક્ટર માલવ રાજદાએ પોતાની પ્રતિક્રિયા આપી છે.

માલવ રાજદાએ જેનિફર મિસ્ત્રીના સમર્થનમાં ઘણી વાતો કહી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ભૂતપૂર્વ દિગ્દર્શકે તાજેતરમાં ઇ-ટાઇમ્સને એક ઇન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તેણે જેનિફર સાથે 14 વર્ષ સુધી કામ કરવાનો અનુભવ શેર કર્યો હતો. માલવે કહ્યું- જેનિફર ખુશખુશાલ લોકોમાંથી એક છે, તે સેટ પર દરેક લોકો સાથે સુમેળમાં રહેતી હતી. પછી તે ટેક્નિકલ ટીમ હોય, ડાયરેક્શન ટીમ હોય, હેર-મેકઅપ ટીમ હોય કે પછી તેના કો-સ્ટાર્સ હોય. સેટ પર તેના દરેક સાથે સારા સંબંધો છે.

માલવે કહ્યું- હું 14 વર્ષ સેટ પર હતો અને જેનિફરે ક્યારેય મારી સામે કોઈની સાથે ગેરવર્તણૂક કરી નથી કે સેટ પર કોઈની સાથે દુર્વ્યવહાર કર્યો નથી. જેનિફર તરફથી અનુશાસનહીન અને મોડા આવવાના આરોપો અંગે માલવે કહ્યું- ‘હું કહેવા માંગુ છું કે 14 વર્ષમાં તેમના કારણે મારા શૂટને ક્યારેય નુકસાન થયું નથી. ઘણા કલાકારો સેટ પર મોડા આવતા હતા કારણ કે આપણે મુંબઈના ટ્રાફિકને જાણીએ છીએ. આવી સ્થિતિમાં અડધો કલાક મોડું થવું સામાન્ય બાબત છે.

એવું ઘણી વખત બન્યું છે જ્યારે અમે અમારી બાજુથી શૂટનો સમય 12 કલાકથી વધુ લંબાવ્યો છે. છેલ્લા 14 વર્ષમાં જેનિફરના કારણે મારા શૂટને ક્યારેય તકલીફ પડી નથી. જણાવી દઈએ કે, માલવ રાજદા લગભગ 14 વર્ષથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો મહત્વપૂર્ણ ભાગ હતા. જ્યારથી આ શો શરૂ થયો છે ત્યારથી માલવ શો સાથે જોડાયેલા હતા પણ તેમણે આ વર્ષે જાન્યુઆરીની શરૂઆતમાં જ શો છોડી દીધો કારણ કે તે બીજા માર્ગો શોધવા અને જીવનમાં આગળ વધવા માંગતા હતા.

ઉલ્લેખનીય છે કે, જેનિફરે તાજેતરમાં જ શો છોડવાનો ખુલાસો કર્યો હતો અને સાથે જ તેણે જાતીય સતામણીનો પણ આરોપ લગાવ્યો હતો. તેણે નિર્માતા આસિત કુમાર મોદી, સોહેલ રામાણી અને જતીન બજાજ સામે જાતીય સતામણીની ફરિયાદ નોંધાવવાનો પણ ખુલાસો કર્યો હતો. આ પછી, નિર્માતાઓએ એક નિવેદન જારી કરીને જેનિફરને અનુશાસનહીન ગણાવી અને કહ્યું કે તે સેટ પર બધા સાથે ખરાબ વર્તન કરતી હતી.