મનોરંજન

મલાઈકાએ જયારે પહેલી વાર ખાન પરિવારમાં ઘરે રાખ્યો હતો પગ, ત્યાંનો નજારો જોઈને હેરાન થઇ ગઈ હતી એક્ટ્રેસ

ખાનના ઘરમાં પગ મુક્ત ત્યાંનો નજારો જોઈને હેરાન થઇ ગઈ હતી એક્ટ્રેસ, જુઓ

બોલીવુડની એક્ટ્રેસ મલાઈકા અરોરા અને અરબાઝ ખાનનો સંબંધ પૂરો થઇ ચુક્યો છે. મલાઇકા હાલમાં અર્જુન કપૂરને ડેટ કરી રહી છે,

Image source

જ્યારે અરબાઝ જ્યોર્જિયા સાથે રિલેશનશિપમાં છે. બંને લાંબા સમયથી એકબીજાની સાથે પતિ પત્ની તરીકે રહ્યા હતા અને પછી સમયની સાથે સંબંધમાં ખટાશ આવી જતા વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ હતી.મલાઇકા અને અરબાઝની લવ સ્ટોરી વર્ષ 1993માં શરૂ થઈ હતી. મલાઇકા અરોરા તે સમયે લોકપ્રિય વીજે અને મોડેલ હતી. બંનેની મુલાકાત એક એડ ફિલ્મના શૂટિંગ દરમિયાન મળી હતી. લગ્ન પહેલા બંનેએ 5 વર્ષ સુધી ડેટ કર્યું હતું.

મલાઈકાએ હાલમાં જ આ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, અરબાઝે લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. અમને બંનેને પહેલી નજરે પ્રેમ થઇ ગયો હતો. બંનેએ 1998માં પહેલા ચર્ચમાં લગ્ન કર્યા હતા અને બાદમાં નિકાહ કર્યા હતા. મલાઈકાએ કોફી વિથ કરણમાં ખુલાસો કર્યો હતો કે જ્યારે તે પહેલીવાર અરબાઝ ખાનના ઘરે પહોંચી ત્યારે આખા પરિવારે તેમનો બંને હાથ ફેલાવીને આવકાર્યો હતો. વધુમાં કહ્યું હતું કે, આ ઘરમાં કયારે પણ લાગ્યું ના હતું કે આ બીજાનું ઘર છે.

Image source

જ્યારે તે પહોંચી ત્યારે અરબાઝનો ભાઈ સોહેલ ખાન ડેનિમમાં બેઠો હતો, શર્ટ પણ નહોતો પહેર્યો. તેમણે કહ્યું કે તે ઘરમાં ક્યારેય મારા પર કોઈ દબાણ કરવામાં નથી આવ્યું. અરબાઝ ખાને મલાઈકા સાથે છૂટાછેડા લીધા પછી એક ઈન્ટરવ્યુમાં તેમનું દર્દ શેર કર્યું હતું. ઝૂમ ટીવી સાથેની વાતચીતમાં અરબાઝે કહ્યું કે તેણે પોતાના લગ્ન બચાવવા માટે તમામ પ્રયાસો કર્યા છે.

પરંતુ હું તેમાં સફળ થઈ શક્યો નહીં પણ ઠીક છે. અરબાઝના જણાવ્યા અનુસાર, મોટાભાગના લોકો આ પ્રયાસ પણ કરતા નથી. અરબાઝે મલાઈકાના પરિવાર સાથેના તેના સંબંધ વિશે જણાવ્યું હતું કે મલાઇકાના પરિવાર સાથે મારે પણ સારા સંબંધ છે.

Image source

જણાવી દઈએ કે, 2017માં અરબાઝ ખાનની અલગ થયા બાદ મલાઈકા  અર્જુન નજીક આવી ગયા હતા. અર્જુન કપૂરએ ઘણી વાર કહી ચુક્યા છે કે એ મલાઈકા સાથે સહજ મહેસુસ કરી રહ્યા છે. મલાઇકાએ 1998માં સલમાન ખાનના ભાઈ અરબાઝ સાથે લગ્ન કર્યા હતા. જો કે, 2017 માં આ દંપતીનો છૂટાછેડા થઈ ગયો. બંનેનો 17 વર્ષનો પુત્ર અરહાન છે, જે હાલમાં તેની માતા સાથે રહે છે.

Image source

મલાઈકાએ ખુદે કર્ણ જોહરના ચેટ શો માં કબૂલ કર્યું હતું કે તે અર્જુન કપૂરને પસંદ કરે છે. સોશિયલ મીડિયામાં એકબીજાની તારીફ કરતા નજરે ચડે છે. અર્જુન- મલાઈકા ઘણીવાર સાથે જોવા મળે છે. કેટલીકવાર તેઓ ડિનર બાદ કોઈ રેસ્ટોરન્ટની સ્પોટ થતા હોય છે. કેટલીકવાર તેઓ જાહેર કાર્યક્રમોમાં સાથે જોવા મળે છે. તેઓ આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના પ્રી-વેડિંગ ફંક્શન માટે સાથે સ્વિટ્ઝરલેન્ડ પણ પહોંચ્યા હતા.