મનોરંજન

મલાઈકા અરોરા ન્યૂ યર 2022ના જશ્નમાં અર્જુન કપૂરને કરી રહી છે મિસ, કોરોના બન્યું તેમની વચ્ચેની દીવાલ

ઘણા બોલિવૂડ કપલ્સ નવા વર્ષ 2022ની ઉજવણીમાં ડૂબેલા છે. રણવીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને અક્ષય કુમાર-ટ્વીંકલ ખન્ના સુધીના ઘણા સેલેબ્સ નવા વર્ષની ઉજવણી કરવા મુંબઈની બહાર ગયા છે. પરંતુ એક એવું કપલ છે જે આ નવા વર્ષમાં એકબીજાને મળી શકશે નહીં અને તેથી જ બંને એક બીજાને મિસ કરી રહ્યા છે.

બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં ફરી એકવાર કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. અર્જુન કપૂર, નોરા ફતેહી સહિત ઘણા સ્ટાર્સ કોરોના સંક્રમિત થયા છે. આ વર્ષની ખુશી મલાઈકા અરોરા માટે થોડી ફીકી છે કારણ કે નવા વર્ષની ઉજવણીમાં અર્જુન તેની સાથે નથી.

જો બોલીવુડના કપલ્સની વાત કરીએ તો મલાઈકા અને અર્જુન સૌથી વધુ ચર્ચિત કપલ્સમાંથી એક હોય છે. આ બંને કોઈને કોઈ બાબતને લઈને હેડલાઈન્સમાં રહે છે. ઘણીવાર બંને સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતા પણ જોવા મળતા હોય છે પરંતુ આ નવા વર્ષમાં બંને સાથે નથી.

અર્જુન કપૂરનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો પરંતુ મલાઈકાનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. હાલ અર્જુન કપૂરને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે અને તેના લીધે જ બંને નવા વર્ષના અવસર પર એકબીજાથી દૂર છે. મલાઈકાએ સોશિયલ મીડિયા દ્વારા અર્જુનને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. જ્યારે આખી દુનિયા નવા વર્ષની ઉજવણી કરી રહી છે ત્યારે મલાઈકા અર્જુનને ખૂબ મિસ કરી રહી છે.

કોવિડને કારણે મલાઈકા અને અર્જુન એકબીજા સાથે નવું વર્ષ સેલિબ્રેટ નથી કરી શક્યા. મલાઈકાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક તસવીર પોસ્ટ કરી છે. શેર કરેલી તસવીરમાં મલાઈકા અને અર્જુન બંને પાઉટ કરતા જોવા મળી રહ્યા છે. આ તસવીર શેર કરતાં મલાઈકાએ લખ્યું કે, ‘હું તને મિસ કરી રહી છું મિસ્ટર પાઉટી અર્જુન કપૂર, મારુ પાઉટ તમારા કરતા સારું છે. હેપ્પી ન્યૂ યર…

થોડા દિવસો પહેલા જ કરીના અને અમૃતા અરોરા કોરોના પોઝિટિવ આવ્યા હતા ત્યારબાદ બોલિવૂડના ઘણા સેલેબ્સ કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. કપૂર પરિવારમાં એકસાથે ઘણા લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા જેના કારણે દરેકને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)