બોલિવુડના ભાઈજાન સલમાન ખાનના ભાઈ ફિલ્મમેકર અને અભિનેતા અરબાઝ ખાન અને મલાઈકા અરોરા વર્ષ 2017માં જ અલગ થઇ ગયા હતા. બંનેએ લગભગ 20 વર્ષના સંબંધ પછી છૂટાછેડા લેવાનું નક્કી કર્યું હતું. ફિલ્મી જગતની આ ચર્ચિત જોડીના અલગ થવાના સમાચારે બધાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. હવે છૂટાછેડાના ત્રણ વર્ષ પછી એ સમયના પારિવારિક માહોલને લઈને કેટલીક વાતો જણાવી રહી છે.

મલાઈકાએ આ વાતો કરીના કપૂરના ચેટ શો દરમિયાન કરી હતી. તેને જણાવ્યું હતું કે: આ દરમિયાન પરિવારથી લઈને અમારા નજીકના લોકોએ પણ મને આ બાબતે વિચારવા માટે કહ્યું હતું. કોઈપણ છૂટાછેડાની વાતને પચાવી શકતું નહોતું, અને આજ માહોલ છૂટાછેડાના દિવસ સુધી એવો જ રહ્યો.”

આગળ જણાવતા મલાઈકાએ કહ્યું હતું કે: “મને લાગે છે કે બધાની પહેલી પ્રતિક્રિયા એજ હતી કે આમ ના કરશો, તમને કોઈપણ એવું નહિ કહે કે હા, આ સારું છે અને તમે આગળ વાંધો, દરેક વ્યક્તિ તમને કોઈપણ નિર્ણય ઉપર પહોંચતા પહેલા સારું વિચારવા માટે સલાહ આપશે. મારી સામે પણ આવી જ પરિસ્થિતિ હતી.”

“છૂટાછેડાની એક રાત પહેલા મારો પરિવાર મારી સાથે બેઠો અને કહ્યું કે હું 100 ટકા આ વાત સાથે સહમત હોઉં તો જ આ પગલું ભરું, આ પ્રકારની વાતો મેં સતત સાંભળી, જે એમની જગ્યાએ સાચી હતી, તમારા જીવનમાં કેટલાક એવા લોકો હોય છે જે તમારી ચિંતા કરે છે અને આ વાતો કરશે.”

મલાઈકાએ આગળ જણાવ્યું કે તેને અને અરબાઝે છૂટાછેડાના નિર્ણય લેતા પહેલા બધી પ્રકારના ફાયદા અને નુકશાન વિષે વિચાર્યું હતું.” હાલમાં જોવા જઈએ તો મલાઈકાએ અર્જુન કપૂર સાથે નજીક આવી રહી છે તો અરબાઝ જોર્જિયા એન્ડ્રિયાની સાથે ડેટ કરી રહ્યો છે. આ બંન્ને ઘણા સમારંભમાં પણ એક સાથે જોવા મળ્યા છે. સોશિયલ મીડિયા ઉપર પણ બંનેની જોડે તસવીરો પણ વાયરલ અવાર નવાર થતી રહે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.