મલાઈકા અરોરાએ આપી અર્જુન કપૂરને જન્મદિવસની અનોખી ભેટ, પહેલીવાર શેર કરી અર્જુન સાથેની તસ્વીર

0

26 જૂનના રોજ બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂરનો 34મો જન્મદિવસ મનાવ્યો. આ પ્રસંગે બોલિવૂડની ઘણી હસ્તીઓએ અર્જુન કપૂરને જન્મદિવસની વધામણી આપી હતી. ત્યારે તેમની કથિત ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને અર્જુન કપૂરને બર્થડે વિશ કર્યું છે. નોંધનીય છે કે આ પહેલી જ વાર છે કે જયારે મલાઈકા અરોરાએ અર્જુન કપૂર સાથે પોતાની તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.


તેમની આ પોસ્ટથી સાબિત થઇ ગયું છે કે બોલીવૂડના આ કપલે પોતાના સંબંધોને ઓફિશિયલ કરી દીધા છે. મલાઈકાએ શેર કરેલી તસ્વીરમાં બંને એકબીજા હાથ પકડેલા જોવા મળે છે અને સાથે જ અર્જુન મલાઈકાને પ્રેમભરી નજરોથી જોઈ રહયા છે. બંનેની આ પહેલી તસ્વીર શેર કરવામાં આવી છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

Happy bday my crazy,insanely funny n amazing @arjunkapoor … love n happiness always

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

અર્જુન માટેના પોતાના પ્રેમને વ્યક્ત કરતા મલાઈકાએ આ તસ્વીર શેર કરીને કૅપ્શનમાં લખ્યું, ‘હેપ્પી બર્થડે મારા ક્રેઝી, ફની અને અમેઝિંગ અર્જુન કપૂર. પ્રેમ અને ખુશી હંમેશા.’ જો કે કૅપ્શનથી ભલે તેમને પોતાના પ્રેમનો ખુલીને એકરાર ન કર્યો હોય, પરંતુ તેમની તસ્વીરો ઘણી કહી જાય છે. આ તસ્વીરમાં મલાઈકા અર્જુનનો હાથ પકડીને શરમાતી તેમની પાછળ ઉભેલી જોવા મળે છે.

જણાવી દઈએ કે 26 જૂને અર્જુન કપૂરનો જન્મદિવસ હતો અને આ ખાસ દિવસને સેલિબ્રેટ કરવા માટે મલાઈકા સાથે તે વિદેશ ગયા છે. વિદેશ જવા સમયે એરપોર્ટથી બંનેની કેટલીક તસવીરો પણ વાયરલ થઇ હતી. અર્જુન કપૂર અને મલાઈકા એકબીજાને લાંબા સમયથી પસંદ કરે છે પણ બંનેએ ક્યારેય પણ ખુલીને પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો ન હતો. આટલું જ નહિ પણ એવું પણ કહેવાય છે કે અર્જુનના કારણે જ મલાઈકા અને અરબાઝ ખાનના છૂટાછેડા થયા હતા.

Image Source

જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી  સંબંધોને કારણે ચર્ચાઓ રહે છે. પરંતુ તેમને પોતાના સંબંધોને ખુલીને  ઓફિશિયલ પણ નથી કર્યા. ત્યારે અર્જુન કપૂરને જન્મદિવસની ભેટ આપતા મલાઈકા અરોરાએ તસ્વીર શેર કરીને તેમના સંબંધોને સાર્વજનિક કરી દીધા છે. અહીં નોંધનીય છે કે બંનેના લગ્નની અફવાઓ વચ્ચે કોઈએ પણ તેમના લગ્ન  ખુલાસો કર્યો નથી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here