મલાઈકા તો મલાઈકા છે…4 તસ્વીરો જોઈને ચાહકો ખુશખુશાલ
અરબાઝ ખાનની પૂર્વ પત્ની મલાઈકા અરોરા એક અભિનેત્રીની સાથે સાથે ડાન્સર પણ છે અને તે ઘણી ફિલ્મોમાં આઈટમ સોન્ગ કરી ચુકી છે. મલાઈકા અર્જુન કપૂર સાથેના રિલેશનના સિવાય પોતાના સ્ટાઈલિશ લુકને લીધે પણ ચર્ચાનો વિષય બનેલી રહે છે.

મલાઈકા સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને અવાર નવાર પોતાની ગ્લેમરસ તસ્વીરો શેર કરતી રહે છે. એવામાં તાજેતરમાં જ મલાઈકાએ પોતાની તસ્વીર ઇન્સ્ટા પર શેર કરી છે, જેને જોઈને ચાહકો ઘાયલ થઇ ગયા છે.

મલાઈકાએ આ તસ્વીરમાં સફેદ ડ્રેસ પહેરી રાખ્યો છે અને પોતાના વાળને ખુલ્લા રાખ્યા છે. કાનમાં પહેરેલી ગોલ્ડન ઈયરરિંગ અને લાલ લિપસ્ટિક તેની સુંદરતામાં અનેક ગણો વધારો કરી રહી છે. મલાઇકાની આ તસ્વીર સામે આવતા જ ધડાધડ વાયરલ થઇ ગઈ છે. અમુક જ કલાકોમાં તેની તસ્વીર પર પાંચ લાખથી પણ વધારે લાઇક્સ આવી ગઈ છે.

તસ્વીર શેર કરતા મલાઈકાએ લખ્યું કે,”હેલો સન્ડે, માત્ર હસો અને ખુશ રહો”. મલાઈકાની આ તસ્વીર પર ચાહકો ખુબ કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યુઝરે તો પૂછી લીધું કે,”અર્જુન કપૂર ક્યાં છે?”