બોલિવૂડ અભિનેત્રી અને મોડેલ મલાઈકા અરોરા તેના ગ્લેમરસ લુક માટે ઓળખાય છે. અભિનયથી દૂર હોવા છતાં, તે ઘણી ચર્ચામાં રહે છે. ક્યારેક તે તેના સંબંધોને કારણે તો કેટલીકવાર તેની તસ્વીરોને કારણે ચર્ચાઓમાં રહે છે. તો અત્યારે તે કોઈ બીજા કારણોસર ચર્ચામાં આવી ગઈ છે. મલાઈકા અરોરાએ મુંબઈમાં જિમ જતા સમયે કલરના બોડી હગિંગ વેર પહેર્યા હતા
View this post on Instagram
તો આવા જ જિમ લૂકમાં બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફે પણ પોતાની તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. મલાઈકા-કેટરિના જીમ આઉટફિટમાં પોતાની ટોન બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. બંનેનો આ જીમ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મલાઇકા-કેટરિનાએ તેના ઇન્સ્ટાગ્રામ પર જીમ લૂકને ફ્લોન્ટ કરતી તસ્વીરો શેર કરી છે, એક તરફ મલાઈકા અરોરા આઉટફિટમાં યોગ કરતી જોવા મળી રહી છે, તો બીજી તરફ કેટરિના પોઝ આપીને ફોટોશૂટ કરાવતી જોવા મળી રહી છે.
View this post on Instagram
આ જરા હટકે જીમ લુકમાં બંને ખૂબ જ ગ્લેમરસ લાગે છે. સોશિયલ મીડિયા પર પણ તેની ખૂબ પ્રશંસા થઈ રહી છે. તો બીજી તરફ મલાઈકાના શેડના આ જીમવેરને જોઇને યુઝર્સ ભદ્દી કમેન્ટ્સ કરી રહ્યા છે. અને તેને આ લૂક માટે ટ્રોલ પણ કરી રહયા છે.
View this post on Instagram
કેટલાક લોકોએ મલાઈકાના ફિગરની પ્રશંસા કરી છે, તો કેટલાય લોકોએ કોમેન્ટમાં પૂછ્યું કે તેને કશું પહેર્યું છે કે નહિ? મલાઈકાના આ વીડિયોને જોઈને લોકો તેને સસ્તા બજેટની કિમ કાર્દાશીઅન કહીને ટ્રોલ કરી રહ્યાં છે. મલાઇકાને ટ્રોલ કરતા એક યુઝરે લખ્યું કે, ‘લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે તમે કેમ આટલા અધીરા છો… તમે જેકેટ અથવા પુલઓવર પણ પહેરી શકો છો’. યુઝર્સ કંઇ પણ કહે પણ પરંતુ મલાઈકા દર વખતે ગ્લેમરસ સ્ટાઇલથી તેના પ્રશંસકોનું દિલ જીતી લે છે.
View this post on Instagram
મલાઇકા-કેટરિનાએ ફેમસ બ્રાન્ડ રીબોકના વર્કઆઉટ ક્લોથ્સ પહેર્યા હતા. આ કપડાં કંપનીએ વિક્ટોરિયા બેકહમ સાથે કોલેબરેશનથી તૈયાર કર્યા છે. આનો એક અલગ સેગ્મેન્ટ કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે. જો આ કપડાંની કિંમત વિશે વાત કરવામાં આવે તો ક્રોપટૉપની કિંમત 70 ડોલર છે, જે ભારતીય ચલણમાં 5,194.14 રૂપિયા છે, જયારે ટ્રેકની કિંમત 130 ડોલર્સ એટલે કે 9,652.11 રૂપિયા થાય છે.
View this post on Instagram
નોંધનીય છે કે મલાઈકા આ લૂકમાં જિમ જતા સમયે જોવા મળી તો કેટરિનાએ આ આઉટફિટમાં ફોટો પોસ્ટ કર્યો હતો. કેટરિનાએ જે ફોટો પોસ્ટ કર્યો છે એ કોઈ ફોટોશૂટનો છે. મલાઈકા અને કેટરિનાએ આ જિમ લૂકથી સોશિયલ મીડિયા પર તહેલકો મચાવ્યો છે. મલાઈકા તો હંમેશા જ અલગ-અલગ જિમ લૂકમાં જોવા મળે છે પણ હવે કેટરિના પણ તેના આ જિમ લૂકને કારણે ચર્ચાઓમાં આવી ગઈ છે.
View this post on Instagram
વર્કફ્રન્ટની વાત કરીએ તો મલાઈકા આજકાલ એક મોડેલિંગ શો હોસ્ટ કરી રહી છે, જયારે કેટરિના પોતાની આગામી ફિલ્મની તૈયારીમાં વ્યસ્ત છે. કેટરીના અક્ષય કુમાર સાથે ફિલ્મ સૂર્યવંશીમાં જોવા મળશે.