ખબર

મહુવા તાલુકાના ગામડાઓને કોરોનાએ લીધો ભરડો, ક્યાંક દીકરીઓ બની ગઈ અનાથ તો પટેલ પરિવારમાં કોઈ ના બચતા ઘરને મારવું પડ્યું તાળું

કોરોના સંક્ર્મણ સંગ્ર દેશની અંદર ફેલાયેલું છે અને આ સંક્રમણના કારણે જ કેટલાય પરિવારો વેર વિખેર થઇ ગયા છે. હાલ એવી જ એક ખબર મહુવા તાલુકામાંથી આવી રહી છે. કોરોનાનું હોટસ્પોટ બનેલા મહુવા તાલુકામાં એક મહિનામાં 722 જેટલા કેસો નોંધાયા છે.

મહુવા તાલુકામાં આવેલા શેખપુર, અનાવલ, બામણીયા, કરચેલિયા અને કોષ ગામમાં જ છેલ્લા 30 દિવસની અંદર 107 જેટલા લોકો મોતને ભેટ્યા છે. ત્યારે શેખપુરની અંદર એક હૃદય કંપાવી દેનારી ઘટના પણ સામે આવી છે. આ ગામની અંદર માત્ર એક જ મહિનામાં 37 લોકોને કોરોના ભરખી ગયો છે.

શેખપુરના હનુમાન ફળિયાની અંદર રહેતા મેહુલ પટેલનું 13 એપ્રિલના રોજ કોરોનાના કારણે નિધન થયું હતું. તેમના નિધનના 10 જ દિવસમાં પિતા જ્યંતિભાઈ અને માતા સીતાબહેનને પણ કોરોણ ભરખી ગયો હતો. ત્યારે હવે જ્યંતીભાઈના પરિવારની અંદર કોઈ સદસ્ય ના બચ્યું હોવાના કારણે ઘરને પણ તાળું મારવાનો વખત આવી ગયો હતો.

તો માતા વિહોણી બે દીકરીઓના પિતાને પણ કોરોના ભરખી જવાના કારણે તે આનાથ બની ગઈ હતી. અને પોતાના કાકાની છત્રછાયામાં બંને બહેનોને રહેવાનો વારો આવ્યો હતો. શેખપુરની અંદર 37 લોકોના મોતથી તંત્ર પણ દોડતું થઇ ગયું હતું.

કોરોનાની બીજી લહેર ગામડાઓ માટે ખુબ જ ઘાતક બની રહી છે. ગામડાની અંદર પ્રવેશેલો કોરોના કેટલાય લોકોના જીવ પણ લઇ રહ્યો છે, જે તંત્ર માટે પણ એક ચિંતાનો વિષય છે.