ખબર ફિલ્મી દુનિયા

દીકરીના માથા પર લગાવ્યા લાલ શીંગડા, પહેરાવ્યો કાળો ડ્રેસ, હૅલોવીન ડે પર આવા અંદાજમાં દેખાઈ બાલિકા વધુની અભિનેત્રીની લાડલી

ઉટપટાંગ કપડાં પહેરીને વિદેશી તાહેરવાની મોજ માણી રહી છે જય માહીની લાડલી, જુઓ તસ્વીરો

31 ઓક્ટોબરના રોજ પુરી દુનિયામાં હૅલોવીન ડે(hallowen day) ની ઉજવણી કરવામાં આવી હતી. સામાન્ય જનતાથી લઈને બૉલીવુડ અને ટીવી જગતના કલાકારો પણ આ તહેવાર ખુબ શોખ અને ધામધૂમથી ઉજવે છે. આ તહેવારમાં લોકો વિચિત્ર કે ડરામણા પોશાક પહેરે છે.

Image Source

હૅલોવીન ડે પશ્ચિમી દેશોમાં ખુબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. મોટાભાગે તહેવારોમાં લોકો સુંદર કપડા પહેરે છે પણ આ તહેવાર એકદમ અલગ છે. આ દિવસે લોકો વિચિત્ર કે ડરામણા કપડા પહેરે છે અને આત્માઓ અને ભૂતો જેવા દેખાવા આતે વિચિત્ર મેકઅપ કરે છે.

Image Source

આ દિવસે લોકો પોતાના પિતૃઓની આત્માની શાંતી માટે પ્રાર્થના કરે છે અને સાથે જ પાડોશીઓ કે સગા-સંબંધીઓ એકબીજાના ઘરે જઈને બાળકોને ચોકલેટ અને અવનવી ભેંટ પણ આપે છે.

Image Source

એવામાં આ ખાસ અવસર પર બાલિકા વધુની અભિનેત્રી માહી વિજે પણ પતિ જય ભાનુશાલી અને દીકરી તારા સાથેની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. માહીએ કાળા રંગનો ડ્રેસ પહેરી રાખ્યો છે અને તારાને પણ અલગ જ રીતે તૈયાર કરેલી છે.

Image Source

સામે આવેલી તસ્વીરોમાં તારાને પણ કાળા રંગનો ડ્રેસ પહેરાવ્યો છે અને માથા પર લાલ રંગના શીંગડા પણ પહેરાવ્યા છે. હૅલોવીન અવતારમાં તારા ખુબ જ ક્યૂટ દેખાઈ રહી હતી. માહીએ તારા સાથેનો વિડીયો પણ શેર કર્યો છે જેમાં તારા ખુબ ખિલખિલાટ કરી રહી છે.

Image Source

તસ્વીર શેર કરીને માહીએ કૈપ્શનમાં લખ્યું કે,”કોણ વધારે ક્યૂટ છે જણાવો. માહીએ તારા સાથેનો વિડીયો શેર કરીને કૈપ્શનમાં લખ્યું હતું કે,”હેપ્પી હૅલોવીન’.

Image Source

માહી વીજ આગળના ઘણા સમયથી ટીવી ઈન્ડસ્ટ્રીથી દૂર છે અને પોતાની દીકરી તારાની સંભાળ લઇ રહી છે. માહી-જય અવાર-નવાર દીકરી સાથેની તસ્વીરો અને વિડીયો શેર કરતા રહે છે.

જુઓ તારા ભાનુશાલીનો મસ્તી કરતો વિડીયો…

 

View this post on Instagram

 

Happy Halloween @tarajaymahhi #halloweenbaby #instagram thankyou @richa_r29 massi for the outfit

A post shared by Mahhi ❤️tara❤️khushi❤️rajveer (@mahhivij) on