મનોરંજન

આર્મીની સારી એવી પોસ્ટ છોડીને બોલીવુડમાં ધમાલ મચાવી રહી છે આ સુંદર અભિનેત્રી

આર્મીની સારી એવી પોસ્ટ છોડીને આ અભિનેત્રી બૉલીવુડમાં મચાવી રહી છે ધમાલ, ખુબ જ સુંદર અને હૉટ દેખાય છે..જુઓ તસ્વીરો

બોલીવુડમાં આવવું દરેક કોઈનું સપનું હોય છે, આ જ કારણ છે કે બૉલીવુડ દુનિયાની સૌથી મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે.અમુક લોકોએ તો ફિલ્મોમાં પોતાની કારકિર્દી બનાવવા માટે પોતાની નોકરી પણ છોડી દીધી હતી.

એવી જ એક અભિનેત્રી છે કે જેણે ફિલ્મોમાં આવવા માટે ભારતીય સેનાની નોકરી પણ છોડી દીધી. સુંદર આને આકર્ષક ફીગરોમાં શામિલ અભિનેત્રી માહી ગિલ ભારતીય સેનામાં શામિલ થઇ હતી પણ તેનું ભાગ્ય તેને ફિલ્મ ઈડિન્સ્ટ્રીમાં લાવ્યું. તે સમયે કંઈક એવું બન્યું કે તેને ભારતીય સેનાની નોકરી છોડવી પડી હતી.

વર્ષ 1975 માં 19 ડિસેમ્બરના રોજ ચંદીગઢમાં માહીનો જન્મ એક જમીનદાર પરિવારમાં થયો હતો.તેના પિતા એક સરકારી ઓફીસરના રૂપે અને માં કોલેજમાં પ્રવક્તાના રૂપે કાર્યરત હતા. માહી જ્યારે સ્કૂલમાં હતી ત્યારે જ તેણે NCC જોઈન કરી લીધું હતી જેથી તેના માટે આર્મીમાં જવાનું સહેલું બની ગયું હતું. જેના પછી આર્મી માટે ટેસ્ટ પાસ કરીને આર્મીમાં તેનું લેક્શન થઇ ગયું.

માહીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે,”હું ચંદીગઢની એક જમીનદાર પરિવારની દીકરી છું.હું ક્યારેય અભિનેત્રી બનવા માગતી ન હતી, મારે તો આર્મી ઓફિસર બનવું હતું, આર્મિમાં મારી પસંદગી પણ થઇ ગઈ હતી પણ જ્યારે ટ્રેનિંગ માટે હું ચેન્નઈ ગઈ ત્યારે મારી સાથે એવી ઘટના બની કે મારે આર્મી છોડવું પડી હતી.

માહીએ આગળ કહ્યું કે,”ચેન્નઇના એક હવાઈમથક પર પૈરાસેલિંગની ટ્રેનિંગ દરમિયાન મારું ફ્રી-ફોલ(મુક્ત પતન) થઇ ગયું હતું અને હું માંડ માંડ બચી હતી. આ દુર્ઘટના પછી મારા માતા પિતા ખુબ ડરી ગયા હતા અને મને પાછી ઘરે બોલાવી લીધી.

“જ્યારે હું પૈરાશૂટમાંથી નીચે પડવાની હતી ત્યારે મને સૌથી વદારે ડર મારા ખિસ્સામાં રાખેલા 5 લવ લેટર્સનો હતો જે મેં મારા બોયફ્રેન્ડ માટે લખ્યા હતા. મને ડર હતો કે ક્યાંક કોચ તે વાંચી લેશે તો મારે વધારે શર્મસાર થવું પડશે. તે લેટર હું પોસ્ટ કરી શકી ન હતી માટે તે મારા ખિસ્સામાં હતા”.

માહીએ કહ્યું કે,”કદાચ મારે અભિનેત્રી જ બનવાનું હતું માટે જ મારે આર્મી છોડવી પડી હતી. આર્મીમાં હું ઘણી બાબતોમા ખુબ જ શ્રેષ્ઠ હતી. મારી ફાઈરીંગ અને કમાન્ડ ખુબ જ સારી હતી. આ જ કારણ હતું કે રિપલ્બિક ડે પર કમાન્ડ આપવા માટે મને બોલાવવામાં આવતી હતી. હું જો ફિલ્મોમાં ન આવતી તો હું ચોક્કસ આર્મીમાં કોઈ ઊંચા હોદ્દા પર હોત”.

આર્મી છોડયા પછી એક સમયે માહીની મુલાકાત એક ફિલ્મ ડાયરેક્ટર સાથે થઇ અને તેને ફિલ્મની ઓફર આપી. શરૂઆતમાં તો તેણે પંજાબી ફિલ્મોમાં કામ કર્યું હતું. વર્ષ 2009 માં તેણે પહેલી બૉલીવુડ ફિલ્માં ‘દેવડી’ માં કામ કર્યું જેનું નિર્દેશન અનુરાગ કશ્યપે કર્યું હતું.

આ સિવાય માહીએ સાહેબ બીવી ઔર ગેંગસ્ટર, જંજીર, દબંગ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જો કે માહી ફિલ્મોમાં લીડ રોલના રૂપે તો નથી જોવા મળી છતાં પણ ફેમસ બની ચુકી છે અને ઈન્ટરેન્ટ પર તેના લાખો ફોલોઅર્સ પણ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.