મનોરંજન

દુઃખદ સમાચાર: ગુજરાતના આ દિગ્ગજનું થયું નિધન, ગુજરાતી ફિલ્મના પ્રસિદ્ધ સંગીતકાર પાટણના પૂર્વ સાંસદ મહેશ કનોડીયાનું નિધન, જાણો વિગત

ગુજરાતી ફિલ્મના સંગીતકાર અને પાટણના પૂર્વ લોકસભા સાંસદ મહેશ કુમારનું છેલ્લા ઘણા સમયથી માંદા હતા અને 83 વર્ષની વયે આજે ગાંધીનગર ખાતે નિધન થયું છે. તમને જણાવી દઈએ કે ગુજરાતી ફિલ્મના દિગ્ગજ નરેશ કોનડિયાના મોટાભાઈ હતા.

મહેશ-નરેશ નામે મ્યૂઝિકલ કાર્યક્રમો દેશ અને વિદેશમાં આપ્યા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર નરેશ કનોડિયા પણ કોવિડ પોઝિટિવ થતાં યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે અને તેમની હાલત સ્થિર બતાવવામાં આવી રહી છે.

નરેશ કનોડિયા અત્યારે કોરોનાગ્રસ્ત છે. ૨ દિવસ પહેલા તેમની તબિયત લથડી હતી. નરેશ કનોડિયાનું ઓક્સિજન લેવલ ઘટતા તેમને વેન્ટિલેટર પર રાખ્યા હતા. મહેશ કુમાર એન્ડ પાર્ટીના શો હોય ત્યારે નરેશ તેમાં એન્કરિંગ, ડાન્સ અને ગીતો ગાતા.

મુંબઈમાં આયોજિત આવા જ એક શોમાં પ્રોડ્યુસર મફતલાલ શાહ અને ડિરેક્ટર મનુકાંત પટેલ આવ્યા. તેમણે નરેશજીને સ્ટેજ પર જોયા અને પ્રોગ્રામ પછી તેમણે મહેશભાઈને કહ્યું કે, અમે એક ફિલ્મ બનાવવાનો વિચાર છે.અને અમારી ઈચ્છા છે તે તેમાં નરેશ કનોડિયા એક્ટિંગ કરે અને મહેશ કનોડિયા સંગીત આપે. અને આ ફિલ્મનું નામ છે વેણીને આવ્યા ફૂલ.

મહેશભાઈનો જન્મ મહેસાણા જિલ્લાના કનોડા ગામડામાં થયો હતો. મહેશના પિતાજી મીઠાભાઈ તથા માતા દલીબેન વણાટકામ કરતાં હતાં. તેઓ ટુવાલ, સાડી જેવા કપડાં બનાવતા હતાં. મહેશભાઈને કુલ 3 ભાઈઓ હતા. નરેશ, શંકર અને દિનેશ.

હિતુ કનોડિયાએ ફેસબુક પોસ્ટમાં લાક્યું હતું કે:
SAD NEWS : Legendary Multi voice Singer and Music Director Patan Ex Members of Parliament Shree MAHESH KANODIA passed away. May God bless ultimate peace his holy soul.
Om Shanti 🙏🏻

તેમને લોકસંગીત ગરબા અને બીજી ફિલ્મી આલ્બમોમાં પણ સંગીત આપ્યું છે. વધુમાં તેમણે છોટા આદમી, હસીના માન જાયેગી, આઝાદી કે દિવાને, મેરી દોસ્તી તેરા પ્યાર, રફુચક્કર, રાજા ઔર રાના, કૌન, લાજવંતી, કુરબાની, પ્યાર મહોબત, મેરા ફેંસલા, મજે લે લો, તેરે પ્યાર મેં અને આવારા લડકી જેવી હિન્દી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે.

આપણી રાજ્ય સરકાર દ્વારા ગુજરાતી ફિલ્મના કલાકાર મહેશ કનોડિયાને આ ૬ એવોર્ડ પ્રાપ્ત થયેલ છે.

  • શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ જીગર અને અમી માટે (1970-71) (સંગીતકાર)
  • શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ તાનારીરી માટે (1974-75) (સંગીતકાર)
  • દ્વિતીય શ્રેષ્ઠ ફિલ્મ માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે (1980-81) (નિર્માતા)
  • શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે (1980-81) (સંગીતકાર)
  • શ્રેષ્ઠ પાર્શ્વગાયક માટેનો એવોર્ડ ફિલ્મ અખંડ ચૂડલો માટે (1981/82)
  • શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ લાજુ લાખણ માટે (1991-92) (સંગીતકાર)

પ્રભુ એમના દિવ્યઆત્માને ચિર શાંતિ અર્પે એ પ્રાર્થના 🙏

વધુ વાંચો : દિગ્ગજ ગુજરાતી એક્ટર નરેશ કનોડિયાનું 77 વર્ષની વયે નિધન, જાણો સમગ્ર વિગત

વધુ વાંચો : મહેશ-નરેશની જોડીએ દુનિયાને કહ્યું અલવિદા, તેમની જુગલબંધીનો છેલ્લો વિડીયો જોઈને તમારી આંખમાં પણ આંસુ આવી જશે