ખબર

કોરોનાનો કહેર: સુરતમાં આ પરિવાર લઇ રહ્યો છે હોસ્પિટલની બહારનાં પગથિયાં પર સારવાર, જાણો કારણ

કોરોનાની આ લહેર તો રોકાવાનું નામ જ લઇ રહી નથી ત્યાં કોરોનાના કેસ દિન પ્રતિદિન સતત વધી રહ્યા છે. કોરોના સમગ્ર ગુજરાતમાં તેનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યો છે. સુરતમાં કોરોનાની સ્થિતિ વણસી રહી છે. સુરત શહેરમાં કોવિડ-નોન-કોવિડથી રોજના સરેરાશ 240 લોકોનાં મૃત્યુ થઇ રહ્યાં છે. સ્મશાનોમાં જગ્યા ખૂટી પડતાં મૃતદેહોને બારડોલી સ્મશાને લઇ જવા પડ્યા છે.

પ્રતિકાત્મક તસવીર

એક વૃદ્ધ દંપતી અને તેમનો પુત્ર કોરાના પોઝિટિવ મળ્યો હતો અને સારવારની આશાએ તેઓ નંદુરબાર જિલ્લામાં રહેતા હતા અને તેઓ સુરત પહોંચ્યા, પરંતુ માત્ર પિતા જ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે માતા-પુત્રને હોસ્પિટલની બહારનાં પગથિયાં પર સારવાર લેવાની ફરજ પડી છે.

Image

આ પરિવારને સરકારી હોસ્પિટલમાં જગ્યા ના મળી અને સારવાર માટે તેઓને ખાનગી હોસ્પિટલ યુનિકમાં જવું પડ્યું હતું, પરંતુ ત્યાં માત્ર પિતાને હોસ્પિટલમાં દાખલ કરી શકાયા અને સ્થિતિ એવી છે કે એક અઠવાડિયાથી પિતાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જ્યારે માતા અને પુત્ર હોસ્પિટલની બહાર પગથિયાં પર સારવાર લઈ રહ્યાં છે.