ખબર

બ્રેકીંગ ન્યુઝ: લોકડાઉનને લઈને આવી ગયા સમાચાર, જાણો ફટાફટ

ગુજરાતમાં કોવિડનો રાફડો ફાટ્યો છે અને દરરોજ નવા નવા રેકોર્ડ બની રહ્યા છે એવામાં છેલ્લા ૨૪ કલાકમાં કેસનો આંકડો 6 હજારને પાર થયો છે અને ઓલટાઈમ હાઈ નવા કેસ નોધાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં 6690 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે અને 2748 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અમદાવાદ શહેરમાં 23, સુરત શહેરમાં 22, રાજકોટ શહેરમાં 5, વડોદરા શહેરમાં 4, સુરત જિલ્લામાં 3, બનાસકાંઠા અને રાજકોટ જિલ્લામાં 2-2, આણંદ, ભરૂચ,છોટા ઉદેપુર, ગાંધીનગર, જૂનાગઢ અને સાબરકાંઠા જિલ્લામાં 1-1 મળી કુલ 67 દર્દીઓના કોવિડને લીધે કારણે મૃત્યુ પામ્યા છે.

(પ્રતીકાત્મક તસવીર)

મિનિસ્ટ્રીએ જણાવ્યું છે કે ભારતમાં નવા રોજના કેસ સતત વધતા જાય છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. આ પછી UP અને છત્તીસગઢમાં નવા કેસ સામે આવ્યા છે. એવામાં CM અરવિંદ કેજરીવાલે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 13,500 કેસ નોંધાયા છે. એકલા મહારાષ્ટ્રમાં 44.78 ટકા કેસ છે.

લોકડાઉનની પોસિબિલિટીને લીધે માયાનગરી મુંબઈમાં ગ્રોસરી શોપ પર લાંબી લાઈનો જોવા મળી છે. લોકડાઉનના ડરથી અહીં લોકોએ કરિયાણું અને જીવન જરૂરિયાતની વસ્તુઓ ભેગી કરવાની શરૂઆત કરી દીધી છે. પ્રજાનું કહેવું છે કે, અમે એવી કોઈ સ્થિતિમાં ફસાવા નથી માંગતા કે અમારી પાસે કરિયાણાની પણ અછત આવી જાય.

મહારાષ્ટ્રમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. એટલે હવે થી 15 દિવસ સુધી, સમગ્ર રાજ્યમાં બિનજરૂરી ફરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. કોઈ પણ વ્યક્તિને જરૂરી કામ કરવામાં આવે ત્યારે જ ઘર છોડવું.

મહારાષ્ટમાં આ વખતે લાસ્ટ લોકડાઉન ગઈ વખત જેવું નહીં હોય તેમાં ઈમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવશે. પ્રાઇવેટ ઓફિસો બંધ રાખવામાં આવશે જ્યારે જરૂરી સેવાઓવાળી સંસ્થા ચાલુ રાખવામાં આવશે. સ્કૂલ, કોલેજ, થિયેટર, ગ્રાઉન્ડ, પાર્ક જિમ વગેરે બંધ રાખવામાં આવશે. એવું પણ જાણવા મળ્યું છે કે, રેસ્ટોરાં પણ માત્ર ગોમ ડિલિવરી માટે ચાલુ રાખવામાં આવશે.

હવે કેસોની વાત કરીએ તો MH માં છેલ્લાં 24 કલાકમાં 51,751 નવા કેસ નોંધાયા છે, તે ઉપરાંત 258 દર્દીના મૃત્યુ થયા છે. કોવિડ ડેથ રેટ 1.68% થઈ ગયો છે. જોકે હાલ 32,75,224 લોકો હોમ ક્વોરન્ટિન છે અને 29,399 ઈન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટિન છે.

– રાજ્યમાં આવશ્યક સેવાઓ સિવાય બધું જ બંધ રહેશે. જાહેર બસ સેવા જેવી ટ્રાન્સપોર્ટેશન સેવા બંધ નહીં થાય – ઉદ્ધવ ઠાકરે

વધુઅમ સીએમ સાહેબે જણાવ્યું કે PM ને વિનંતી કરીએ છીએ કે અમને ઓક્સિજન પુરો પાડવામાં આવે. સાથે જ અમારી એવી પણ માંગ છે કે સડક માર્ગે તો ઓક્સિજન આવી રહ્યો છે પરંતુ હવે પ્લેનના માર્ગે પણ ઓક્સિજન પહોંચાડવામાં આવે. તેમાં એરફોર્સની મદદ લેવા અંગે પ્રધાનમંત્રીને પૂછ્યું છે.