જ્યોતિષ શાસ્ત્ર ધાર્મિક-દુનિયા

ભગવાન શિવનો આ મંત્ર રોજ બોલવાથી દુર થાય છે આટલા દોષો, જાણો જાપમાં શું રાખવી સાવધાનીઓ રાખવી પડે

એવું માનવામાં આવે છે કે જે લોકો ભોલેનાથના ભક્ત હોય છે તેમને કોઈ વાતનો ડર નથી હોતો. શિવની ભક્તિ તેમને એટલા સમર્થ બનાવી દે છે કે તેઓ પોતાની બધી જ મુસીબતોનો સામનો કરી શકે છે. અને ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા ખૂબ જ સરળ છે. તેમના મંત્રોના જાપ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. અને જો શિવજીના મંત્રોની વાત કરીએ તો સૌથી પહેલા મહામૃત્યુંજય મંત્ર જ બધાના મગજમાં આવે છે. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે જે પણ વ્યક્તિ રોજ આ મંત્રના જાપ કરે છે તેમનું સ્વાસ્થ્ય સારું રહે છે અને તેમને ધનની કમી નથી આવતી અને ઉંમર પણ લાંબી થાય છે.

Image Source

મહામૃત્યુંજય મંત્ર ભગવાન શિવનાં સૌથી પ્રમુખ મંત્રોમાંથી એક માનવામાં આવે છે. ભગવાન શિવને શાસ્ત્રોમાં મૃત્યુનાં દેવતા પણ કહેવાય છે. એટલા માટે મહામૃત્યુંજય મંત્ર એટલે કે મૃત્યુ પર વિજયનો મંત્ર કહેવામાં આવે છે. મહામૃત્યુંજય મંત્રનું ફક્ત ધાર્મિક મહત્વ નથી, જો સ્વર વિજ્ઞાન અનુસાર જોવામાં આવે તો મૃત્યુંજય મંત્રનાં અક્ષરોનો સ્વર સાથે ઉચ્ચારણ કરવામાં આવે તો શરીરમાં જે ધ્રુજારી થાય છે, તે આપણા શરીરની નાડીઓને શુધ્ધ કરવામાં અને તેજ કરવામાં મદદ કરે છે.

શિવપુરાણ સહિત ઘણા ગ્રંથોમાં મહામૃત્યુંજય મંત્ર વિશે લખવામાં આવ્યુ છે. જો શિવની પ્રસન્ન કરવા છે તો આ મંત્રનાં જાપ સૌથી સારા છે. જો કોઈ બિમાર હોય, ઘાયલ હોય તો એમની રક્ષા માટે આ મંત્રમાં સંકલ્પ સાથે જાપ ખૂબ અસરદાર માનવામાં આવ્યા છે. ગ્રંથોનું માનવુ છે કે તેનાથી અકાળ મૃત્યુ યોગ ટાળી શકાય છે. આ ઘણા લોકોની જિજ્ઞાસાનો વિષય છે કે આ મંત્રમાં એવુ શું છે કે આ આટલું અસરકારક માનવામાં આવે છે.

Image Source

તેની પાછળ ફક્ત ધર્મ નથી, તેની પાછળ આખુ સ્વર સિધ્ધાંત છે. તેને સંગીતનું વિજ્ઞાન પણ કહેવામાં આવે છે. મહામૃત્યુંજય મંત્રની શરૂઆત ૐ અક્ષરથી થાય છે. તેનું લાંબા સ્વર અને ઉંડા શ્વાસથી ઉચ્ચારણ કરવામાં આવે છે. આ જ રીતે આખો મંત્ર વાંચવામાં આવે છે. વારે વારે દોહરાવામાં આવે છે. જેનાથી સૂર્ય અને ચંદ્રની નાડીયોમાં ધ્રુજારી ઉત્પન્ન થાય છે. આપણા શરીરમાં રહેલા સપ્તચક્રોની આસપાસ એનર્જીનો સંચાર થાય છે. આ સંચાજ મંત્ર વાંચવાવાળા અને સાંભળવાવાળા પર પણ થાય છે. નાડીઓ અને ચક્રોમાં ઉર્જાનો સંચાર થાય છે. આ ચક્રોનાં કંપનથી શરીરમાં શક્તિ આવે છે, રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. આ રીતે લાંબા સ્વર અને ઉંડા શ્વાસ સાથે જાપ કરવાથી બિમારીઓથી જલ્દી મુક્તિ મળે છે.

આ પ્રકારે કરવામાં આવે છે મહામૃત્યુંજય મંત્રનાં જાપ, રોજ રૂદ્રાક્ષની માળાથી આ મંત્રનાં 108 જાપ કરવાથી અકાળ મૃત્યુ (અસમય મોત) નો ડર દૂર થાય છે. સાથે જ કુંડલીનાં બીજા રોગ પણ શાંત થાય છે, તેના સિવાય 8 પ્રકારનાં દોષોનો પણ નાશ કરીને, સુખ પણ આ મંત્રનાં જાપથી મળે છે.

આ છે મહામૃત્યુંજય મંત્ર

Image Source

ૐ ત્ર્યંબકમ યજામહે સુગન્ધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બન્ધનાત, મૃત્યોર્મુક્ષિય મામૃતાત.

અર્થ-અમે ત્રિનેત્ર ભગવાન શિવનું મનથી સ્મરણ કરીએ છીએ. આપ અમારા જીવનની મધુરતાને પોષિત અને પુષ્ટ કરો છો. જીવન અને મૃત્યુના બંધનથી મુક્ત થઈ અમૃતને તરફ અગ્રસર હો.

કુંડલીનાં આ દોષોનો કરે છે નાશ

મહામૃત્યુંજય મંત્રના જાપ કરવાથી આપણી કુંડલીનાં માંગલીક દોષ, નાડી દોષ, કાલસર્પ દોષ, ભૂત-પ્રેત દોષ, રોગ, દુ:સ્વપ્ન, ગર્ભનાશ, સંતાન બાધા ઘણા દોષોનો નાશ થાય છે.

મહામૃત્યુંજય મંત્રનાં જાપમાં રાખો આ સાવધાનીઓ –

૧. મહામૃત્યુંજય મંત્રનાં જાપ કરતા સમયે તન એટલે શરીર અને મન બિલકુલ સાફ હોવુ જોઈએ. એટલે કે કોઈપણ પ્રકારની ખોટી ભાવના મનમાં ન હોવી જોઈએ.

૨. મંત્રનાં જાપ ઉચ્ચારણ સાચી રીતે કરવુ જોઈએ. જો પોતે મંત્ર ન બોલી શકો તો કોઈ યોગ્ય પંડિત પાસે પણ જાપ કરાવી શકાય છે.

Image Source

૩. મંત્રનાં જાપ નિશ્ચિત સંખ્યામાં કરવા જોઇએ. સમય સાથે જાપ સંખ્યા વધારી શકાય છે.

૪. ભગવાન શિવની મૂર્તિ કે ફોટા સામે બેસીને અથવા મહામૃત્યુંજય યંત્રની સામે જ આ મંત્રનાં જાપ કરવા જોઈએ.

૫. મંત્ર જાપ દરમિયાન ધૂપ-દિવા પ્રગટેલા રહેવા જોઈએ. આ વાતનું વિશેષ ધ્યાન રાખવુ જોઈએ.

સ્નાન કર્યા પછી રોજ કરો ભગવાન શિવના આ મંત્રનો જાપ, જીવનની સમસ્યા થઇ જશે છુમંતર

દરેક વ્યક્તિ ઇચ્છતું હોય છે કે તેમનો દિવસ સારો જાય. માટે સવાર-સવારમાં દરેક વ્યક્તિ ભગવાનનું નામ લેતા જ હોય છે. પણ શું તમને ખબર છે કે અમુક મંત્ર એવા હોય છે જેનો જાપ જો તમે કરશો તો, તમારો દિવસ તો સારો જશે જ પણ સાથે જ તમારું જીવન પણ સુધરી જશે. દેવોના દેવ મહાદેવ એટલે કે ભગવાન શિવ વિશે શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે ભગવાન શિવના જાપથી જીવનની દરેક પરેશાની દૂર થઈ જાય છે.

મહામૃત્યુંજય મંત્ર તે મંત્ર છે જેના જાપથી જીવનની દરેક પરેશાનીઓ દૂર થઇ જતી હોય છે. એવું એટલા માટે કેમ કે કહેવામાં આવે છે કે આ મંત્રની મદદથી જીવન સુરક્ષિત રહે છે. એટલે કે અકાળ મૃત્યુનો કોઈ જ ભય નથી રહેતો. સાથે જ તેનાથી વ્યક્તિની ઉંમરમાં પણ વધારો થાય છે. સાથે જ તમે આ મહામૃત્યુંજય જાપથી તમે રોગોથી મુક્તિ પણ મેળવી શકો છો. એવું કહેવામાં આવે છે કે આ મંત્ર મોટામાં મોટી બીમારીને દૂર કરવા માટેનું શસ્ત્ર છે.

Image Source

આ મંત્રના જાપ કરવાથી ત્વચાની અંદર એક અલગ જ આકર્ષણ ઉત્પન્ન થાય છે, જેનાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે છે. સાથે જ આ મંત્રનો જાપ એટલો પ્રભાવશાળી હોય છે કે તેનાથી વ્યક્તિના જીવનમાં ધન-દોલત અને વૈભવમાં કોઈ ખોટ નથી આવતી. આ મંત્રથી નિઃસંતાન લોકોને સંતાન પ્રાપ્તિ પણ થાય છે. મંત્રનો જાપ નાહયા પછી પશ્ચિમ દિશા તરફ મોં કરીને કરવાનો હોય છે.

શિવપુરાણમાં ઘણા એવા મંત્રો વિશે કહેવામાં આવેલું છે. આ મંત્રના જાપ કરવાથી વ્યક્તિ પોતાના જીવનને બહેતર બનાવી શકે છે. કહેવાય છે કે રોજ આ મંત્રનો જાપ કરવાથી ધન, વૈભવ અને ઐશ્વર્ય જેવી દરેક ચીજો પુરી થાય છે.