બોલીવુડમાં પોતાના અભિનય અને ડાન્સથી સૌને પ્રભાવિત કરનારી ધક-ધક ગર્લ માધુરી દીક્ષિતનો એક વિડિઓ હાલમાં જ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

ફિલ્મોની સાથે માધુરી નાના પડદા ઉપર પણ અવાર નવાર જોવા મળે છે. જેના કારણે લોકો તેને આજે પણ ચાહે છે. 1988માં આવેલી ફિલ્મ તેજાબથી લોકપ્રિય બનેલી માધુરી દીક્ષિત અભિનયની સાથે સાથે ડાન્સની પણ શોખીન છે. આ સિવાય માધુરીને ગાવાનો પણ શોખ છે.

હાલમાં જ તેનો એક વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થવા લાગ્યો છે જેમાં માધુરી પોતાના પતિ શ્રીરામ નેને સાથે એક ગીત ગિટારના તાર ઉપર ગાઈ રહેલી જોવા મળે છે.
માધુરીએ આ વિડિઓ પોતાના ઇન્સ્ટગ્રામ એકાઉન્ટ ઉપર શૅર કરતા લખ્યું હતું કે : “પરિવાર સાથે ગીત ગાવાનું સેશન. ગિટાર ઉપર હાથ આજમાવતા ઘણું જ સારું લાગ્યું. માધુરી ગિટાર સાથે હોલીવુડના સિંગર જ્હોન લીજેન્ડનું પ્રખ્યાત ગીત “ઓલ ઓફ મી” ગાઈ રહી છે. આ વિડીઓમાં માધુરીના પતિ શ્રીરામ નેને અને મ્યુઝિશિયન જૈક ડિસુઝા પણ છે.
માધુરી દીક્ષિત પોતાના ચાહકોને ખુશ કરવા માટે અવાર નવાર સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરે છે. હમણાં જ થોડા સમય પહેલા કોરિયોગ્રાફર સરોજખાનના જન્મ દિવસે શુભકામનાઓ આપવા માટે પણ પોસ્ટ શેર કરી હતી.
માધુરીએ શ્રીરામ નેને સાથે 17 ઓક્ટોમ્બર 1999માં લગ્ન કર્યા હતા. જેને થોડા સમય પહેલા જ 20 વર્ષ પૂર્ણ થયા જે નિમિત્તે પણ પોતાના પતિને રોમાન્ટિક અંદાઝમાં ચુંબન આપતો ફોટો પણ શેર કર્યો હતો.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.