મનોરંજન

OMG: બાહુબલીના આ એક્ટરની પત્નીએ કરી હતી આત્મહત્યા, પતિના આડા સંબંધો હતા અને…

ફિલ્મ બાહુબલીથી ચર્ચામાં આવેલા એક્ટર મધુપ્રકાશની પત્ની ભારતીએ આત્મહત્યા કરી લેતા સન્નાટો છવાઈ ગયો છે. એક રિપોર્ટ અનુસાર મધુ પ્રકાશની પત્ની ભારતીએ હૈદરાબાદમાં તેના ઘરમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું.

હાલ તો મધુની પત્નીએ ક્યાં કારણથી આત્મહત્યા કરી તે સામે આવ્યું નથી. પરંતુ માનવામાં આવે છે કે ભરતી અને મધુ પ્રકાશ વચ્ચે લાઈફસ્ટાઈલને લઈને તણાવ ચાલતો હતો, અને ભારતીને શંકા હતી કે, મધુને તેની સ્ટાર સાથે અફેર ચાલી રહ્યું છે.

મધુએ બાહુબલીમાં એક નાનો રોલ જ નિભાવ્યો હતો. મધુએ જણાવ્યું હતું કે. તે સીરીયલના શૂટિંગ બાદ જીમમાં ગયો હતો. સવારે 10 વાગ્યે ભારતીએ તેને કોલ કરીને કહ્યું હતું કે તે ઘરે આવે નહીંતર તે આત્મહત્યા કરી લેશે. પરંતુ તેને પત્નીની વાતને ઇગ્નોર કરી હતી.

મધુ મંગળવારે સાંજે 7:30 વાગ્યે જીમથી પાછો આવ્યો ત્યારે રૂમમાં પંખા સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. મધુએ આ જોઈને તુરંત જ પોલીસને કોલ કર્યો હતો. પોલીસે ઘટના સ્થળે જઈ મધુનું નિવેદન નોંધ્યું હતું.  ડેડબોડીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી હતી.

મધુ અને ભારતીએ 2015માં લગ્ન કર્યા હતા. ભારતી એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતી હતી. બતાવવામાં આવી રહ્યું છે કે. આત્મહત્યાનું કારણ મધુ અને ભારતીનો ઝઘડો છે. ભારતીને મધુનું પ્રોફેશન પસંદ ના હતું. કામના કારણે મધુ વારંવાર રાતે મોડો ઘરે આવતો હતો. બન્ને આ વાત લઈને ઝઘડો કરતા હતા.

ભરતીના પિતાએ પોલીસ ફરિયાદ દાખલ કકરતા કહ્યું હતું કે, મધુ પ્રકાશ વારંવાર ભારતીને દહેજ માટે હેરાન  કરી માર-મારતો હતો. ભારતીએ મધુના પગલાંથી ત્રસ્ત થઈને આ પગલું ભર્યું હતું. હાલ પોલીસે ભરતીના પિતાની ફરિયાદના આધારે  મધુ ઉપર 304B કલમ લગાડીને ફરિયાદ નોંધી હતી. પોલીસે આરોપી મધુ પ્રકાશની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.