યુવતીએ નોંધાવી રૂંવાડા ઊભા કરી દેનારી પોલિસ ફરિયાદ, કહ્યું “લગ્નના નામે મારા બોયફ્રેન્ડ અને તેના પિતાએ આચર્યું દુષ્કર્મ”

“મારા બોયફ્રેન્ડના પપ્પાએ મારી સાથે બે વાર રેપ કર્યો” કોસ્મેટિકની દુકાનમાં કામ કરતી યુવતીને અલગ અલગ હોટલમાં લઇ જઈ હવસ સંતોષી

દેશભરમાં મહિલાઓ અને યુવતીઓ સાથે અત્યાચાર થવાની ઘણી ઘટનાઓ સતત સામે આવી રહી છે, ઘણા લોકો યુવતીઓને લગ્નની લાલચ આપી અને ફોસલાવીને પોતાની હવસ સંતોષતા હોય છે અને પછી તેમને તરછોડી દેતા હોય છે. ત્યારે આવા મામલાઓ રોજ સમાચાર અને સોશિયલ મીડિયામાં સાંભળવા મળે છે, હાલ એવો જ એક મામલો સામે આવ્યો છે, જેમાં એક યુવતી સાથે તેના બોયફ્રેન્ડ અને તેના પિતા બંનેએ દુષ્કર્મ આચર્યું હતું. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

આ રૂવાંડા ઉભા કરી દેનારો મામલો સામે આવ્યો છે મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાંથી. જ્યાં એક યુવતીએ તેના બોયફ્રેન્ડ અને તેના પિતા પર દુષ્કર્મ આચરવાનો આરોપ લગાવ્યો છે. યુવતીએ તેની ફરિયાદમાં જણાવ્યું છે કે તેના બોયફ્રેન્ડે તેને લગ્નની લાલચ આપીને અલગ અલગ જગ્યાએ લઇ જઈને દુષ્કર્મ આચર્યું અને પછી છોડી દીધી, જયારે તે બોયફ્રેન્ડના પિતા પાસે ફરિયાદ લઈને ગઈ ત્યારે તેમણે પણ લગ્ન કરાવવાનું વચન આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

મીડિયા રિપોર્ટ અનુસાર પીડિત યુવતીએ જાતે જ પોલીસ સ્ટેશન આવીને નિવેદન આપ્યું થયુ અને જણાવ્યુ હતું કે તે છોલા વિસ્તારમાં એક કોસ્મેટિકની દુકાનમાં કામ કરે છે. ત્યાં જ તેની સાથે કામ કરતા એક યુવક સાથે તેને પ્રેમ થઇ ગયો. ત્યારબાદ યુવકે તેને દુકાનની ઉપર બનેલા ગોડાઉન અને અલગ અલગ હોટલમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું. યુવકે તેને લગ્ન કરવાનું વચન આપ્યું હતું, પરંતુ જયારે યુવતીએ લગ્ન માટે દબાણ કર્યું ત્યારે તે પલટી ગયો.

જયારે તેનો પ્રેમી લગ્ન માટે ના માન્યો તો તે ફરિયાદ લઈને યુવકના પિતા પાસે ગઈ. તેમને પણ લગ્ન કરાવવાનું વચન આપ્યું અને પછી બે અલગ અલગ જગ્યાએ બોલાવીને બે વાર તેની સાથે દુષ્કર્મ આચર્યું. જયારે યુવતીએ પોલીસ પાસે જવાનું કહ્યું ત્યારે યુવતીને ઘરમાં જ રાખી લીધી, પરંતુ લગ્ન ના કરાવ્યા. થોડા દિવસ ઘરે રાખ્યા બાદ તેને ઘરની બહાર કાઢી મૂકી. જેના બાદ તેને પ્રેમી અને તેના પિતા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોધાવી. પોલીસે આ મામલામાં કેસ નોંધી બંને આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે.

Niraj Patel