GujjuRocks

બેહદ રોમેન્ટિક છે માધુરી દીક્ષિતને તેના પતિની લવ સ્ટોરી, જુઓ 12 ખુબસુરત તસ્વીર એક ક્લિકે

કહેવાય છે કે, જયારે કોઈ પણને પ્રેમનો રંગ ચડી જાય ત્યારે તેને કંઈ જ નજર નથી આવતું. કંઈક આવું જ 1999માં માધુરી દીક્ષિત સાથે થયું હતું. માધુરી દીક્ષિતનું દિલ શ્રી રામ નેને માટે ધડકવા લાગ્યું હતું. માધુરી દીક્ષિતે ખુદે આ વાતનો ખુલાસો કર્યો હતો.

માધુરી દીક્ષિતની કરિયર જયારે ઊંચાઈ પર હતી ત્યારે જ તેને અચાનક લગ્નનો ફેંસલો લઈને લોકોને ચોંકાવી દીધા હતા. 90ના દાયકામાં કોઈ પણ હિરોઈનને માધુરીની બરાબરીનું સ્થાન મળ્યું ના હતું. પરંતુ ડોક્ટર શ્રી રામ નેનોના પ્રેમમાં પાગલ ‘ધક ધક ગર્લે’ આ પોઝિશનને પણ છોડવાનો ફેંસલો લીધો હતો.

૧૭ ઓક્ટોબર 1999ના રોજ માધુરીએ શ્રીરામ નેને સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ હતી. માધુરીના લગ્ન બાદ ફેન્સના મનમાં એક જ સવાલ હતો કે, ડો શ્રી રામ નેને સાથે માધુરી દિક્ષીતની મુલાકાત ક્યારે થઇ ? બન્નેએ કયારે એક બીજા સાથે જીવવા-મરવાની કસમ ખાઈ લીધી? લગ્નના ઘણા વર્ષો બાદ માધુરીએ આ વાતને લઈને ખુલાસો કર્યો હતો કે, ડોક્ટર નેને સાથે પહેલી મુલાકાતમાં તેનું રીએકશન કેવું હતું ?

શ્રી રામ સાથેની મુલાકાતને લઈને માધુરીએ કહ્યું શ્રી રામ સાથે મારી મુલાકાત લોસ એન્જલ્સમાં થઇ હતી. વધુમાં કહ્યું હતું કે, અમારી મુલાકાત બહુજ શાનદાર હતી. પરંતુ હું એ જાણીને હેરાન થઇ હતી કે, શ્રીરામ નેનેને મારી ખબર ના હતી કે હું એક એક્ટ્રેસ છું, અને હિન્દી ફિલ્મોમાં કામ કરું છું.

તેને એક્ટર્સ માધુરી સાથે પ્રેમ ના હતો પરંતુ માધુરી સાથે પ્રેમ હતો. શ્રીરામને આ બાબતે કોઈ આઈડિયા ના હતો, તેથી તે બહુજ સારો હતો.તેને મને એલ સિમ્પલ યુવતીની જેમ ટ્રીટ કરી હતી. તે જે જુનુન સાથે તેના પ્રોફેશન અને તેના દર્દીઓ વિષે વાત કરતા હતા તે જ મારા દિલને અડકી ગઈ હતી.

માધુરીએ વધુમાં જણાવ્યું હતું કે, અમારી પહેલી મુલાકાત બાદ અમે બન્ને અલગ થઇ ગયા હતા. એક બીજા સાથે થોડા સમય સુધી ડેટ કર્યું હતું. અમે લોન્ગ ડિસ્ટંન્ટ્સ રિલેશનશિપમાં પણ રહી એકબીજાને ખુબ જ સમજ્યા હતા. અમારી બંનેની પસંદગી અલગ હતી.

શ્રીરામે મને પૂછ્યું હતું કે, શું તું મારી સાથે પહાડો પર બાઈક રાઈડ પર આવીશ ? મને લાગ્યું સારું છે પહાડ અને બાઈક પણ છે. પરંતુ પહાડ પર ગયા બાદ મને અહેસાસ થયો કે, આ તો મુશ્કેલ ભર્યું છે. માધુરીએ આગળ કહ્યું હતું કે, થોડા સમય બાદ મેં શ્રી રામને કહ્યું હતું કે તું આ નહીં કરી શકે? તેઓએ મને પૂછ્યું હતું કે, શું તું પહાડો પર બાઈક ચલાવવાનું નથી જાણતી ? આ અનુભવ મારી માટે અજીબો-ગરીબ હતો.

માધુરીને જયારે પૂછવામાં આવ્યું કે, કરિયર ટોપ પર હોવા છતાં તેને લગ્નનો ફેંસલો કેમ લીધો હતો ? ત્યારે માધુરીએ જવાબમાં કહ્યું હતું કે, કારણકે હું પ્રેમ કરતી હતી.

Image Source

માધુરી એ તેની અંગત જિંદગીને લઈને કહ્યું હતું કે, અમારા બન્નેનો ઓપિનિયન સેમ નથી, પરંતુ ગોલ જરૂર સેમ છે. ડ્રેસિંગને લઈને અમારી વચ્ચે નાની માથાકૂટ થતી રહે છે. બાળકો માટે નિર્ણયને લઈને પણ નાની માથાકૂટ થતી રહે છે. મારી કરિયરને લઈને તે ઇન્ડિયા શિફ્ટ થઇ ગયા હતા. મારા સપનાને તેના સપના બનાવ્યા હતા, તેને મારા સપનાને સાકાર કરવામાં મારો પૂરો સાથ આપ્યો હતો.

એક મીડિયામાં આપેલા ઇન્ટરવ્યુમાં શ્રી રામ નેનેએ જણાવ્યું હતું કે, જયારે મેં માધુરીની બાબતે સાંભળ્યું તો મને ખબર ના હતી કે, તે કેવી હશે? પરંતુ બાદમાં હું તેના ભાઈને મળ્યો હતો, તે બહુજ દયાળુ અને શાંત હતો. ત્યારબાદ તે માધુરીને મળ્યો હતો.

Image Source

બોલીવુડની બેહદ કામયાબ એક્ટ્રેસ હોવા છતાં માધુરી દીક્ષિત પારંપરિક છે. તે તેના પતિ સાથે બધા જ તહેવારની ઉજવણી કરે છે.

Image Source

માધુરી દીક્ષિતના લગ્નને ઘણા વર્ષો થઇ ગયા છે પરંતુ આજે પણ તે ન્યુલી વેડ કપલની જેમ જ એક બીજા સાથે ડેટ પર જાય છે.

માધુરી દીક્ષિત હાલમાં બહુજ ઓછી ફિલ્મમાં નજરે આવે છે, પરંતુ ઘણા શોમાં જજની ભૂમિકામાં નજરે આવે છે. આટલી વ્યસ્ત હોવા છતાં તે તેના પતિ સાથે ક્વોલિટી સમય પસાર કરે છે. માધુરી હંમેશા તેની સાથે જ હોલીડે પર જાય છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

Exit mobile version