દિલધડક સ્ટોરી નીરવ પટેલ પ્રેરણાત્મક લેખકની કલમે

મળેલી તકને ગુમાવી દેવી એ જીવનની સૌથી મોટી ભૂલ છે, પોતાના લક્ષને ક્યારેય ના ભૂલવું, આ વાર્તા દ્વારા તમને થશે સાચો અનુભવ

જીવનમાં ઘણીવાર આપણને એવી તકો મળતી હોય છે જેનો ફાયદો ઉઠાવવાનું આપણે ચુકી જઈએ છીએ અને પછી થાય છે એ તક ગુમાવ્યાનો અફસોસ. આજે હું જે વાત કરવાનો છું એ વાતનો આફસોસ આજે પણ ઘણા લોકોને થતો હશે, પોતાની એ ભુલનનું પરિણામ આજે પણ ઘણા લોકો ભોગવી રહ્યા હશે, છતાં પણ એ ભૂલોનો અફસોસ કરવા સિવાય આપણી પાસે કાંઈજ બચ્યું નથી હોતું.

Image Source

આ વાત છે એ હોસ્ટેલમાં રહી ભણતા સુરેશની. જેના પપ્પા આર્થિક રીતે તો સધ્ધર છે જેના કારણે સુરેશને કોઈ ચિંતા નથી એના પિતાની ઈચ્છા હતી કે દીકરો સારું ભણે એ માટે તેને સારી કોલેજમાં ભણાવવો. એન્જીન્યરીંગમાં એડમિશન મળતા પોતાના શહેરથી દૂર સુરેશને ભણવા માટે જવાનું થયું. કોલેજની ફી અને હોસ્ટેલની ફી તો તેના પપ્પાએ ભરી દીધી સાથે તેને ખર્ચ માટે પણ સારી એવી રકમ તેના પપ્પા આપતા.

સુરેશના પપ્પાની ઈચ્છા હતી કે તેના ભણવામાં કોઈ કચાસ ના રહે, તે ભણવામાં પૂરતું ધ્યાન આપી શકે અને હોસ્ટેલનું ખાવાનું ના ફાવે તો બહાર પણ જમી શકે એ માટે તેને ખર્ચ કરતા પણ વધુ રકમ આપતા. સુરેશને હોસ્ટેલમાં થોડા દિવસ તો અજુક્તું લાગ્યું પરંતુ નવા મિત્રો બનતા તેને પણ હોસ્ટેલમાં ગમવા લાગ્યું હતું.

Image Source

ધીમે ધિમે હોસ્ટેલમાં રહેતા મિત્રોની આદતો સાથે તે પણ ભળવા લાગ્યો, સિગારેટ અને શરાબના નશામાં સુરેશ પણ રહેવા લાગ્યો. રાત રાતભર મિત્રો સાથે બહાર રહેવાના કારણે હવે તો ભણવામાં પણ મન લાગતું નહોતું, પહેલા જ વર્ષનું રિઝલ્ટ સાવ ખરાબ આવ્યું. તેના પિતાએ થોડા ગુસ્સે થઈને સમજાવ્યો પણ ખરો છતાં પણ તેને કોઈ અસર થઇ નહિ.

હોસ્ટેલની અંદર રાત્રે રૂમમાં પાર્ટીઓ થતી તો ક્યારેક હોસ્ટેલની બહાર મોડા સુધી પાર્ટીઓ થયા કરતી. જેના કારણે સુરેશ વહેલો ઉઠી શકતો નહિ, કોલેજમાં પણ મોડો પહોંચતો, પ્રોફેસર દ્વારા પણ તેને અવાર નવાર સૂચનાઓ આપવામાં આવતી, પરંતુ સુરેશને આ બધાની કઈ પડી જ નહોતી. તે તો પોતાના જીવનમાં આવેલા આ મોજ શોખનાં સમયને વિતાવી લેવામાં જ અનેરો આનંદ માનતો હતો.

Image Source

એક દિવસ રાત્રે ત્રણ મિત્રો સાથે સુરેશ હોસ્ટેલની બહાર પાર્ટી કરવા માટે ગયો, રાત્રે ઘણું જ મોડું થઇ ગયું, હોસ્ટેલથી તે લોકો દસ કિલોમીટર દૂર હતા. હોસ્ટેલ પહોંચવા માટે ટેક્સી કે રીક્ષા શોધવા લાગ્યા પરંતુ તેમને કોઈ જ વાહન મળી રહ્યું નહોતું. અચાનક એક રીક્ષા આવતી દેખાઈ.

રીક્ષાવાળાએ સામાન્ય રીક્ષાવાળા કરતા થોડું ભાડું વધારે કહ્યું, પરંતુ રાત્રે કોઈ બીજો વિકલ્પ ના હોવાના કારણે તેમને એ રિક્ષામાં જ બેસવું પડ્યું. રીક્ષા ડ્રાઈવર સાથે સુરેશે વાત કરવાની શરૂ કરી.
“કેમ અત્યારે કોઈ રીક્ષા કે ટેક્સી મળતી નથી?”
રીક્ષાવાળાએ જવાબ આપતા કહ્યું: “સાહેબ, અહીંયા રાત્રે 12 વાગ્યા પછી કોઈ રીક્ષા કે ટેક્સી વાળા નથી મળતા, રાત્રે 12 વાગ્યા પછી બધા જ ઘરે ચાલ્યા જાય છે કારણ કે બધાને 6  વાગે પાછું પોતાનું વાહન લઈને કામે લાગવાનું હોય છે.”

Image Source

સુરેશને રીક્ષાવાળાની વાતોથી સમજાયું કે તે ભણેલો ગણેલો લાગે છે, અને હોશિયાર પણ છે તેથી તેને પાછું પૂછ્યું:
“તો તમે કેમ અત્યારે રીક્ષા ચલાવો છો?”
“સાહેબ, મારા છોકરાને મેં સારી શાળામાં ભણવા મુક્યો છે, તેની શાળાની ફી ટ્યુશનની ફી અને બીજા ખર્ચા ઘણા જ વધારે છે, એ ખર્ચાને પહોંચી વળવા માટે હું દિવસે નોકરી કરું છું અને રાત્રે રીક્ષા ચલાવું છું.”

સુરેશને એ રીક્ષાવાળાની વાત ગમવા લાગી તેને વધુમાં પૂછ્યું: “તમારી વાત ઉપરથી તો તમે ભણેલા લાગી રહ્યા છો, તો પણ તમે રીક્ષા ચલાવો છો?”

Image Source

રીક્ષાવાળાએ જવાબ આપ્યો: “હા, સાહેબ, મેં એન્જીન્યરીંગ કરેલું છે, મારા પપ્પાએ મને સારું ભણવા માટે સારી કોલેજમાં અને હોસ્ટેલમાં રાખ્યો, પરંતુ હું મોજ શોખ કરતો રહ્યો, ખોટી સંગતોમાં ફસાઈ ગયો અને મારા જીવનના અમૂલ્ય સમયને મેં બરબાદ કરી નાખ્યો, એન્જીનયરીંગ તો પાસ ના કરી શક્યો જેના કારણે નાના ગેરેજમાં મને નોકરી મળી અને તેના કારણે જ મારે રીક્ષા પણ ચલાવવી પડે છે, જો એ સમયે મેં ભણવામાં ધ્યાન આપ્યું હોત તો આજે આ સમયે હું પણ શાંતિથી મારા ઘરમાં સુઈ શક્યો હોત.”

સુરેશ અને રીક્ષાવાળની વાતમાં હોસ્ટેલ ક્યારે આવી ગઈ તે પણ ખબર ના રહી, રીક્ષાવાળો તો સુરેશને ઉતારીને ચાલ્યો ગયો પરંતુ તેની વાતો સુરેશના મગજમાં ઘર કરી ગઈ, તેના મિત્રોને પણ પોતે કરતા મોજ શોખ અને પોતાના જીવનની બરબાદીનો ખ્યાલ આવવા લાગ્યો અને એ દિવસે જ સુરેશ અને તેના ત્રણેય મિત્રોએ નક્કી કર્યું કે હવે જીવનમાં ભણવાને જ અમારું લક્ષ સમજીશું.

Image Source

મિત્રો સુરેશને તો સાચા સમયે સાચી સમજ એક રીક્ષાવાળા પાસેથી મળી ગઈ, પરંતુ ઘણા એવા લોકો હોય છે જેને આ સમજ એવા સમયે આવે છે જયારે પાણી માથાની પાર ચાલ્યું જાય છે, ત્યારે કોઈ રસ્તો પણ બચતો નથી અને અફસોસ કરવા સિવાય કઈ બચતું પણ નથી. જીવનમાં સાચા સમયની સાચી કદર જો કરી લઈએ તો આપણે જીવનમાં ધાર્યા લક્ષ સુધી પહોંચી શકીએ, આપણા વડીલો આપણા ઉજ્જવળ ભવિષ્ય માટે જ હંમેશા ટકોર કરતા હોય છે. પરંતુ આપણે મોજશોખ પાછળ ઘેલા થઈને એમની વાત ગણકારતા નથી, અને છેલ્લે જયારે એમની વાત સાચી લાગે છે ત્યારે એ સમય વીતી ગયો હોય છે, આપણે આપણા બાળકોને આ વાત સમજાવીએ છીએ, પરંતુ આપણા બાળકો પણ આપણી જેમ જ કરતા હોય છે..!!
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.