પતિ રોજ માણવાનું કહેતો પણ પત્ની કહેતી આજે નહિ..આજે નહિ…છેલ્લે ભોપાળું છતું થયું
દેશભરમાંથી ઘણી એવી ચોંકાવનારી ઘટનાઓ સામે આવે છે જે જાણીને જ કેટલાય લોકોના હોશ પણ ઉડી જાય, ખાસ કરીને લૂંટેરી દુલ્હનના કિસ્સાઓ ઠેર ઠેર બનતા હોવા મળે છે, ત્યારે હાલમાં જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં લગ્ન બાદ છેતરપિંડી થયેલી જોવા મળી, જેમાં લગ્નના સાત દિવસ સુધી પત્નીએ પતિને સુહાગરાત મનાવવા ના દીધી અને જયારે ભાંડો ફૂટ્યો ત્યારે સૌના હોશ ઉડી ગયા.
આ મામલો સામે આવ્યો છે રાજસ્થાનના પોકરણમાંથી. જ્યાંના ભણીયાણા વિસ્તારમાં એક યુવકે બાડમેરની એક યુવતી સાથે લગ્ન કર્યા હતા, યુવકે સાત દિવસ પહેલા જ બાડમેરની એક યુવતી સાથે આર્ય મંદિરમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પત્નીએ તેના પતિ સાથે સંબંધો બાંધવાની ના પડી દીધી હતી. જેના બાદ એક દિવસ યુવતીએ સારવાર કરાવવા માટે દવાખાને જવાની વાત કરી. જેના બાદ મોકો જોઈને યુવતી પૈસા અને ઘરેણાં લઈને ફરાર થઇ ગઈ. હેરાન કરનારી વાત તો એ હતી કે લગ્ન કરાવવા વાળા દલાલો પણ ફરાર થઇ ગયા હતા.
યુવક જયારે પોતાના ઘરે પહોંચ્યો ત્યારે જોયું તો તેની પત્ની ઘરમાંથી ગાયબ હતી. તેને ઘરમાં જોયું તો પૈસા અને ઘરેણાં પણ ગાયબ હતા. પત્નીને ફોન કર્યો ત્યારે તેનો ફોન પણ બંધ હતો. જેના બાદ તેમને પણ શંકા થઇ. જેના બાદ યુવકે પોલીસને આ મામલાની ફરિયાદ કરી. પોલીસ હવે આ મામલાની તપાસ કરી રહ્યું છે અને દુલ્હન સાથે લગ્ન કરાવનારા દલાલોની પણ શોધખોળ કરી રહી છે.
આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર પીડિત બાબૂ રામે જણાવ્યું કે તેના ઓળખીતા કાનાસર ગામના જગમાલ સિંહે તેને લગ્ન કરાવવા માટે રાજી કર્યા હતા. અને તેમને જણાવ્યું હતું કે બાડમેરની એક યુવતી સાથે લગ્ન કરાવી દેશે. જેના બાદ શાંતિ નામની યુવતી સાથે તેનો પરિયય કરાવ્યો હતો અને લગ્ન માટે 6 લાખ રૂપિયા લીધા હતા.
આ જ પ્રકારનો એક કિસ્સો અમદાવાદમાં પણ થોડાક મહિનાઓ પહેલા બનેલો : થોડાક મહિનાઓ પહેલા અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. માણસાનો 38 વર્ષિય યુવક લગ્ન માટે પાર્ટનરની શોધમાં હતો ત્યારે પિતાના એક જાણિતા વ્યક્તિએ એક મહિલા સાથે સંપર્ક કરાવ્યો અને તે બાદ તે મહિલાએ સોનલ નામની યુવતિ સાથે આ યુવકના લગ્ન કરાવી આપ્યા અને તે બાદ તે યુવતિ આણુ ફેરવવાનું કહી ફરાર થઇ ગઇ હતી.

ઘટનાની વિગત અનુસાર, ગાંધીનગરના માણસા પાસે રહેતા 38 વર્ષિય અલ્પેશભાઇ સોનીની દુકાનમાં કામ કરે છે અને માતાના મોત બાદ તે અને તેમના પિતા એકલા ઘરે રહેતા. અલ્પેશ ભાઇ તેમના લગ્ન માટે પાર્ટનરની શોધમાં હતા ત્યારે જ પિતાને એક મહિલાનો નંબર મળ્યો અને મહિલાએ સોનલ નામની યુવતિની વાત કરી, તે બાદ આ યુવતિને મળવા અમદાવાદ આવ્યા હતા.

સોનલ અને તેના પરિવારને ઘર જોવા માટે પણ બોલાવવામાં આવ્યા હતા અને તે બાદ તેમના લગ્ન નક્કી થયા અને અમદાવાદના ગોમતીપુર નજીક તેમના લગ્ન થયા હતા, જે વકીલની ઓફિસ પાસે કરાવવામાં આવ્યા હતા. લગ્ન સમયે સોનલના સગાએ અલ્પેશ પાસેથી 3 લાખ રૂપિયા લીધા હતા અને સોનલ અને તેમના લગ્ન બાદ તેઓ માણસા ગયા.

લગ્નના એક સપ્તાહ બાદ સોનલની માસી નિવેધનું બહાનુ બનાવી તેને સાથે લઇ ગઇ અને તે પાછી આવતી ન હતી અને વાયદા કરતી હતી, તેથી અલ્પેશભાઇ તેનાા અમદાવાદના ઘરે આવ્યા હતા અને ત્યાં તાળુ જોયુ તે બાદ થોડા દિવસ પછી અલ્પેશભાઇના ઘરે આવ્યા અને કહ્યુ કે, મારી સાથે સોનલના લગ્ન થયા છે તે બાદ આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો. ગોમતીપુર પોલિસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. ગોમતીપુર પોલિસે સોનલ, લલીતા, મહેશ પંચાલ, દશરથલાલ લક્ષ્મી એડવોકેટ વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.
રાજ્યમાં ઠેર ઠેર લુન્ટરે દુલ્હનના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં લગ્નની ઈચ્છા રાખતા યુવાનોને કેટલાક લોકો પોતાની જાળમાં ફસાવે છે અને તેના તેમનીજ ગેંગની કોઈ સભ્ય સાથે લગ્ન કરાવી લગ્નની રાત્રે જ કે થોડા દિવસો બાદ મુરતિયાનું ઘર સાફ કરી, રૂપિયા ઘરેણાં લઈને ફરાર થઇ જાય છે, પરંતુ હાલમાં જે કિસ્સો સામે આવ્યો છે તે ખુબ જ ચોંકાવનારો છે, જેમાં લૂંટેરી દુલ્હને મુરતિયાને લૂંટી તો લીધો સાથે સાથે તેના ઉપર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ પણ નોંધાવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ઇડર તાલુકાના રાવોલ ગામના રોહિતકુમાર જેઠાભાઈ પરમાર સૂરત ખાતે ફાયનાન્સનો વ્યવસાય કરે છે અને તે હાલ ગાંધીનગર રહે છે નવ મહિના પહેલા સોશ્યલ મીડીયાના માધ્યમથી રાગીણી મૂનૂટ નામની મહિલા સાથે તેનો પરિચય થયો હતો. જેના બાદ બંને વચ્ચે સતત વાતો થવા લાગી હતી. પરિચયમાં આવ્યા બાદ રાગીણીએ પોતાનું અસલી નામ રાગીણી અજય શર્મા હોવાનું જણાવ્યું હતું. જેના બાદ રોહિતે તેને મળવા કહેતા રોહિતે અહમદનગરથી અમદાવાદની તેની ટિકિટ પણ બુક કરાવી આપી હતી.
જેના બાદ તા.07/09/20ના રોજ રાગીણી શર્મા અમદાવાદ થઈ અને ગાંધીનગર આવી હતી અને ગાંધીનગરમાં રોકાણ દરમિયાન તેને રોહિતને પોતે વિધવા હોવાનું જણાવ્યું હતું. જેના બાદ તેને રોહિત સાથે લગ્ન કરવાનું પણ કહ્યું હતું. જેના બાદ તા.09/09/20ના રોજ રોહિતકુમારે દહેગામ તાલુકાના લીંબુતેડા ખાતે મંદિરમાં ફૂલહાર કરી લગ્ન કર્યા હતા. લગ્નના થોડા દિવસો એટલે કે તા.15/09/20 ના રોજ રાગીણી અહમદનગર પરત જતી રહી હતી અને તા.22/09/20 ના રોજ તે પરત આવી હતી અને તા.12/10/20 સુધી રોકાઈ હતી.
ત્યારબાદ ડિસેમ્બર-2020માં લાલચંદ કૂંપાવત નામના શખ્સે ફોન કરી કહ્યું હતું કે રાગીણી પર 12 થી 15 લાખ દેવું છે તે તમે ભરી દો અને રાગીણીને લઈ જાઓ. જેથી રોહિતકુમારે બે ચેક કુરિયરથી મોકલી આપ્યા હતા દરમિયાનમાં આ શખ્સે દુષ્કર્મની ફરિયાદ કરાવવાની ધમકી આપતા બંને ચેકનું સ્ટોપ પેમેન્ટ કરાવ્યું હતું. આ ઘટના બાદ ફેબ્રુઆરી માસમાં રાગીણી સાથેના સંબંધોને લઈ લાલચંદ કૂંપાવત અને રવિન્દ્ર પાલ નામના શખ્સોએ ફરીથી ધમકીઓ આપી હતી
દરમિયાનમાં તા.04/04/21 ના રોજ રાગીણી ફરીથી પરત આવતા તેને લઈ દેશોતર આવ્યા હતા અને તા.08/04/21 ના રોજ રાગીણી સોનાનું ડોકિયું, ચાંદીના પાયલ અને રૂ.3.50 લાખ લઈ બપોરે ફરાર થઈ ગઈ હતી. આ બાબતે રોહિતકુમારે પોલીસ સમક્ષ પુરાવા રજૂ કરતા જણાવ્યું છે કે રાગીણી શર્માએ આવી જ ઓપરેન્ડીથી અહેમદનગરના જીતેન્દ્ર રમેશ પાતોડે નામના વ્યક્તિ ઉપર દુષ્કર્મનો કેસ કરી રૂ.20 થી 25 લાખ પડાવ્યા હોવાનું તથા ગૌરવ મૂનૂટ નામના શખ્સને ફસાવી લગ્ન કરી રૂ.13.50 લાખ લીધા છે અને અહેમદનગર એમઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયો છે.
ગત તા.06/05/21 ના રોજ સવારે સાડા આઠેક વાગ્યાના સુમારે રોહિતને દેશોતરના અલાઉદ્દીન મસુના ફાર્મ હાઉસ પર બોલાવ્યા હતા અને બે ગાડીઓ ભરીને આવેલા શખ્સોએ માર મારી ધમકીઓ આપી જાતિ વિષયક અપમાનિત કરી રોહીતની કારને પણ નુકસાન કર્યું હતું. જે બાબતે રોહિતે 15 વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.