8-8 લગ્ન કરી યુવકોને લૂંટી ફરાર થઇ ગયેલી લૂંટેરી દુલ્હન ઝડપાઇ, નીકળી એડ્સથી પીડિત

8-8 મર્દો સાથે લગ્ન કરેલી યુવતી નીકળી HIVનો શિકાર, એવા એવા કાંડ કરતી કે વરરાજાના પગ નીચેથી જમીન ખસી જાય

પંજાબ અને હરિયાણાના 8 યુવકોને ફસાવીને તેમના સાથે લગ્ન કરી ઘરેણા અને રોકડ રકમ લૂંટી ફરાર થઇ જનારી લૂંટેરી દુલ્હન હવે મેડિકલ તપાસમાં એડ્સ પીડિત મળી છે. પોલિસ હવે લૂંટેરી દુલ્હન સાથે લગ્ન કરનાર યુવકોની તપાસ કરાવી રહી છે. ત્યાં લૂંટેરી દુલ્હન વિરૂદ્ધ જાનલેવા બીમારી ફેલાવવાના આરોપમાં પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

આરોપી મહિલા હરિયાણાના કૈથલની રહેવાસી છે અને તેની ઉંમર 30 વર્ષ છે. તેના લગ્ન વર્ષ 2010માં પટિયાલામાં થયા હતા, તેનાથી તેને ત્રણ બાળકો થયા. તેમની ઉંમર હવે 7થી 9 વર્ષ વચ્ચે છે. તે બાદ અચાનક તેમનો પતિ ગાયબ થઇ ગયો, લગભગ ચાર વર્ષ પહેલા તેણે ગેંગ બનાવી યુવકોને ફસાવી લગ્ન કરી લૂંટવાનું શરૂ કરી દીધુ. લગ્ન બાદ કેટલાક દિવસ સાસરે રહ્યા બાદ તે ત્યાંથી રોકડ અને ઘરેણા લઇને ફરાર થઇ જતી હતી. ગેંગ છોકરાવાળાને દહેજનો કેસ દાખલ કરાવવાનો ડર બતાવી મોટી રકમ વસૂલતી હતી.

પટિયાલા પોલિસે 26 ઓગસ્ટના રોજ લૂંટેરી દુલ્હન ઉપરાંત ગેંગના ત્રણ લોકોની કસ્બા દેવીગઢથી તે સમયે ધરપકડ કરી જયારે તે 9માં લગ્ન કરવા જઇ રહી હતી. આ ગૈેંગમાં લૂંટેરી દુલ્હન ઉપરાંત તેની માતા, એક અન્ય મહિલા અને ગેંગનો મુખ્ય રણવીર સિંહ ઉર્ફ રાણા સામેલ છે. પકડ્યા બાદ જયારે લૂંટેરી દુુલ્હનને અદાલતમાં હાજર કરવામાં ઐઆવી તો જજ સામે તેણે થાના પ્રભારી પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો.

ત્યાં જ ગેંગના અન્ય સભ્યોએ પોલિસ સ્ટેશનમાં થર્ડ ડિગ્રી ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો. જો કે, મેડિકલ તપાસમાં આ આરોપ જૂઠ્ઠા સાબિત થયા. પોલિસ અનુસાર, ગેંગની પાંચમી સભ્યની નાભાથી ધરપકડ કરવામાં આવી, જે 6 લગ્ન કરી ચૂકી છે અને તેના 10 ગર્ભપાત થઇ ચૂક્યા છે. પીડિત યુવકોનો સંપર્ક સાધી તેમને એડ્સની તપાસ કરાવવા માટે કહ્યુ છે.

Shah Jina