ખબર

પોલીસની ભૂલથી છૂટી ગયો જેલનો સૌથી ખૂંખાર આરોપી, 14 દિવસમાં કર્યા 11 બળાત્કાર અને પછી

આમતો વિદેશીઓ આરોપી માટે કડક નીયમો બનાવેલા છે. પરંતુ હાલમાં જ પોલીસની એક ભૂલના કારણે એક આરોપીને પેરોલ પર છોડતા 14 દિવસની અંદર 11 બળાત્કાર કર્યા છે. આ મામલો બ્રિટનનો છે.

બ્રિટનના સૌથી ખતરનાક બળાત્કારના આરોપી જોસેફ મેકેનને પેરોલ પર છોડતા આફત બની ગયો હતો. જોસેફની ગણતરી ખતરનાક આરોપીમાં થાય છે. 34 વર્ષના જોસેફને કોર્ટ આજીવન કેદની સજા સંભળાવી છે. જોસેફ પર 37 બળાત્કાર અને અપહરણના ગુન્હા છે. જજે કહ્યું હતું કે,જોસેફ ગમે તેટલું સારું વર્તન કરે જેલમાં પણ તેને 30 વર્ષ સુધી જેલમાં રહેવું પડશે.

Image Source

ફેંસલો સંભળાવતી વખતે લંડનના ઓલ્ડ બૈલી કોર્ટના જજ એન્ડ્ર્યુએ કહ્યું હતું કે, જોસેફ એક કાયર, હિંસક અને વ્યભિચારી છે. આ અપરાધ માટે તેને જેટલી સજા આપવામાં આવે તેટલી ઓછી છે. આ માટે હું તેને 33 વાર આજીવન કેદની સજા સાંભળવું છું.

Image Source

પોલીસ ચીફ ઇન્સ્પેકટર કૈથરીન ગુડવીને કહ્યું હતું કે, પોલીસ વિભાગએ આ વર્ષે ફેબ્રુઆરીએ ભૂલથી જોસેફ પેરોલ પર છોડ્યો હતો. તે સમયે તે ચોરીના ગુન્હામાં ત્રણ વર્ષની સજા ભોગવતો હતો. પરંતુ જેલમાંથી છૂટ્યા બાદ બળાત્કાર કરી નાખ્યા હતા.

 પોલીસ વિભાગ દ્વારા આ ફેબ્રુઆરી મહિનામાં પેરોલ પર છોડતા લોકો પર આફત આવી હતી. જોસેફ જેલમાંથી નીકળતા જ 14 દિવસની અંદર જ 11 બળાત્કાર કર્યાં હતાં.

Image Source

જેમાં 11 વર્ષની બાળકીથી લઈને 71 વર્ષના વૃદ્ધની સમાવેશ થાય છે. જોસેફે બ્રિટનના ત્રણ વિસ્તારની મહિલાઓ અને યુવતીઓને શિકાર બનાવી છે. જણાવી દઈએ કે, કોર્ટમાં જોસેફને માનસિક બીમાર અને હિંસક બળાત્કારી બતાવ્યો છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.