ખબર

લોકડાઉન 3.0 માં છૂટછાટને લઈને આવ્યા મોટા સમાચાર વાંચો જલ્દી

ગુજરાત તો ઠીક આખા વિશ્વમાં કોવીડ ૧૯ કાબુમાં નથી આવી રહ્યો, એવા માં આજે સાંજ સુધીમાં 24 કલાક દરમ્યાન ગુજરાતમાં વધુ નવા 333 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 250 નોંધાયા છે. આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ આ અંગે પ્રેસ કોન્ફ્રન્સમાં કહ્યું છે કે, રાજ્યમાં હાલ કુલ 333 નવા કેસ નોંધાયા છે. 26 લોકોના મૃત્યુ થયા છે. 3860 લોકો હાલ સારવાર હેઠળ છે અને 36 લોકો વેન્ટિલેટર હેઠળ છે. 160 લોકો સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીનો કોરોનાના કેસોનો કુલ આંક 5054 થયો છે જયારે સૌથી વધુ કેસ ધરાવતા અમદાવાદ શહેરમાં અત્યાર સુધીનો કુલ આંક 3543 થયો છે.

Image Source

આજની અપડેટ પ્રમાણે ગુજરાતમાં સતત ત્રીજા દિવસે 300 પ્લસ કેસ નોંધાયા છે. ગુજરાતમાં ચોથી વખત 300 + કેસ થયા છે જે ખરેખર ચિંતાજનક છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસમાં 947 કેસ નોંધાયા છે તો અમદાવાદમાં ત્રણ દિવસમાં 750 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસોમાં રાજ્યના 69.75 ટકા કેસો ફક્ત અમદાવાદમાં જ નોંધાયા છે.

Image Source

અત્યાર સુધી ગુજરાતમાં આજે નોંધાયેલા 326 કેસમાંથી 82 % કેસ અમદાવાદમાં

જિલ્લાવાર આજની અપડેટ જોઈએ તો આજે અમદાવાદમાં 250, ભાવનગર 6, બોટાદ 6, દાહોદ 1, વડોદરા 17, ગાંધીનગર 18, ખેડા 3, નવસારી 2, પંચમહાલ 1, પાટણ 3, સુરત 17, તાપી 1, વલસાડ 1, મહીસાગર 6 અને છોટાઉદેપુરમાં 1 નોઁધાયો હતો. રાજ્યમાં અત્યાર સુધી 5054 દર્દીઓ નોઁધાયા છે. તેમાંથી 36 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 3860 દર્દીઓની હાલ સ્ટેબલ છે. 896 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે અને 262 દર્દીઓએ કોરોના સામેની જંગમાં જીવ ગુમાન્યો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 20 દર્દીએ, વડોદરામાં 3, સુરતમાં 2 અને આણંદમાં એક દર્દીનું મોત થયું છે.

ગ્રીન ઝોનમાં 50 % બસો ચાલી શકે છે અને ઓરેન્જ ઝોનમાં જે ગતિવિધિઓની મંજૂરી આપવામાં આવી છે તેમાં ગાડી ચાલી શકશે પરંતુ તેમાં 1 ડ્રાઈવર સાથે 2 પેસેન્જર બેસી શકશે. ઓરેન્જ ઝોનમાં વેહિકલ પાછળ બેસવાની મંજૂરી હશે. એક સપ્તાહમાં સમીક્ષા કરવામાં આવશે. જે વિસ્તારમાં ઓછા કેસ હશે તેમાં વધુ છૂટ આપવામાં આવશે.

Image Source

રેલ્વે અને પ્લેન નહી ચાલે તેની જાણકારી સરકારે આપી છે. મોલ, સિનેમા અને સ્કૂલ, કોલેજ પણ તમામ ઝોનમાં બંધ રહેશે. આ સાથે જ કોઈપણ ઝોનમાં સામાજિક સમારોહની મંજૂરી નથી આપવામાં આવી. ધાર્મિક સ્થળોને પણ ખોલવાની સરકારે મંજૂરી નથી આપી.

Image Source

આની પહેલા સરકારોએ નક્કી કરેલ રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનના વિસ્તારોમાં આંશિક છૂટછાટો મળી શકે છે. ક્લસ્ટર એરિયામાં જોકે લોકડાઉનનું પૂરી સ્ટ્રિક્લી પાલન કરવામાં આવશે. લોકડાઉનની અવધિ લંબાવવામાં આવતાં હવાઈ સેવા, જાહેર પરિવહન અને રેલવે સેવા સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ રહેશે.

Image Source

જો કે માલસામાનની હેરફેર પર કોઈ રોકટોક નહીં થાય. એક રાજ્યમાંથી બીજા રાજ્યોમાંથી આવતી ટ્રકોને નહીં રોકી શકે. તેમના માટે અલગથી પાસની પણ જરુર પણ નથી

રેડ ઝોન જિલ્લામાં પણ આઈટી અને તેને સંલગ્ન સેવાઓ, કોલ્ડ સ્ટોરેજ, વેરહાઉસ, પ્રાઈવેટ સિક્યોરિટી, જીવનજરુરિયાતની ચીજવસ્તુઓની દુકાનો, તેની સાથે સંકળાયેલા પ્રોડક્શન યુનિટ અને રાજ્ય સરકારે જેમને મંજૂરી આપી છે તેવા તમામ ઔદ્યોગિક એકમો કામકાજ ચાલુ રાખી શકશે.

Image Source

ઉલ્લેખનીય છે કે દેશમાં 130 રેડ ઝોન વાળા જિલ્લા છે. ઓરેન્જ ઝોનમાં 284 જિલ્લા છે અને ગ્રીન ઝોનમાં 319 જિલ્લા છે.

મિનિસ્ટ્રીએ જણાવ્યા અનુસાર 24 કલાકમાં કોરોના વાયરસ પોઝિટિવના 1993 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં કુલ કેસનો આંકડો વધીને 35,043 થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 564 લોકો સંક્રમણથી સાજા થઈ ગયા છે. ત્યાં દેશમાં અત્યારે કુલ એક્ટિવ કેસ 25,007 છે. દેશમાં કોવીડ ને માત આપનાર વાળા દર્દીની સંખ્યા 8,888 છે. દેશમાં સાજા થવાનો રેશિયો વધીને 25.37 % થઈ ગયો છે.