ખબર

શું તમે જાણો દુનિયાનો કયો દેશ ભારતની પડખે? વાંચો લેખ

જામમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં 40થી વધુ જવાનો શહીદ થયા છે, અને દુનિયાભરના લોકોએ આ હુમલાને વખોડીને ભારતની પડખે ઉભા રહેવાની વાત કરી છે, ત્યારે ભારતના કેટલાક મિત્ર દેશોએ પણ આ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી છે. અને બધાએ જ સાથે મળીને આતંકવાદને ખતમ કરવાની વાત કરી છે. ત્યારે ચાલો આજે એક નજર કરીએ ભારતના મિત્ર દેશો પર…

ભારતના મિત્ર દેશો:

થાઈલેન્ડ
ભારતનો સૌથી નવી મિત્ર દેશ થાઈલેન્ડે ગયા વર્ષે જ ભારત સાથે ઘણા બધા કરારો કર્યા છે. આ કરારો બાદ બંને દેશ હવે એકબીજાને વેપાર અને સૈન્ય સહયોગ આપી શકશે. હવે બંને મળીને આતંકવાદનો સામનો કરશે. સાયબર સુરક્ષા માટે પણ ભારત થાઈલેન્ડને સહાય કરશે.

કેનેડા
કેનેડા દેશ ભારતનો સાચો મિત્ર દેશ છે, અહીં ભારતીય મૂળના નાગરિકોની ભરમાર છે, અને કેનેડા ભારતની મદદ માટે હંમેશા ભારત સાથે ઉભું રહે છે. જણાવી દઈએ કે કેનેડાના વિકાસમાં ભારતીય મૂળના લોકોનો મોટો હાથ છે. એટલકે તે ભારતને પોતાનો સાચો મિત્ર દેશ માને છે.

નેપાળ
ભારતનો પાડોશી દેશ નેપાળ ભારતની મદદ માટે હંમેશા ભારતની સાથે ઉભું રહે છે અને આજ સુધીનો ઇતિહાસ છે કે ક્યારેય પણ નેપાળે ભારતની મદદ કરવાથી ના નથી પાડી. જો ભારતને મદદની જરૂર હોય છે તો નેપાળ અગર કોઈ શરતે ભારતની મદદ માટે તૈયાર રહે છે. ત્યારે નેપાળે પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને વખોડી કાઢયો છે. નેપાળે જણાવ્યું હતું કે નેપાળ સરકાર જમ્મુ-કાશ્મીરમાં થયેલા હુમલાને વખોડી કાઢે છે. આવા ક્રૂર હુમલાને ન્યાયી ના ઠેરવી શકાય. નેપાળ તમામ પ્રકારના આતંકવાદને વખોડે છે.

અમેરિકા
આ સમયે ભારતનો સાચો મિત્રે દેશ હોય તો એ છે અમેરિકા, અમેરિકા દુનિયાનો સૌથી તાકાતવર દેશ છે. અત્યારે અમેરિકા ભારત સાથે ઉભું છે અને ભારતનો સાથ આપી રહ્યું છે. પુલવામા આંતકવાદી હુમલા બાદ અમેરિકાએ પણ પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે તેની ભૂમિ પર કાર્યરત તમામ ત્રાસવાદી જૂથો કે જેમનો એકમાત્ર હેતુ અરાજકતા ફેલાવવાનો છે તેમને સમર્થન આપવાનું તાકીદે બંધ કરી દે, અને અમેરિકાએ પાકિસ્તાનને કરેલી બે અબજ ડોલરની સહાય પણ પાછી ખેંચી લીધી છે.

ઇઝરાયેલ
ઇઝરાયેલ ભારતનો જૂનો મિત્ર દેશ છે. જેને દરેક મોકા પર ભારતની મદદ કરી છે, પછી ભલે એ કારગિલ યુદ્ધ હોય કે પછી ભારત-પાકિસ્તાન યુદ્ધ હોય, ઇઝરાયેલએ દુનિયા વિરુદ્ધ જઈને પણ ભારતની મદદ કરી છે. આજે પણ ઇઝરાયેલ એ જ કહે છે કે ભારત તેનો સાચો મિત્ર છે. હાલ આતંકવાદી હુમલા બાદ પણ ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ક્રૂર હુમલા પછી અમે તમારી પડખે છીએ. મૃતકોના પરિવારો પ્રતિ અમારી સંવેદના.

રશિયા
રશિયા ભારતનું સૌથી પહેલો અને સૌથી જૂનો મિત્ર છે, અને એક માત્ર દેશ છે જે આંખ બંધ કરીને ભારત પર ભરોસો કરે છે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જમ્મુ-કાશ્મીરમાં થયેલા ત્રાસવાદી હુમલા બાદ શોકસંદેશો મોકલ્યો છે. સંદેશમાં તેમને જણાવ્યું હતું કે આતંકવાદી હુમલામાં જીવ ગુમાવી ચૂકેલા ભારતના જવાનો પ્રતિ મારી શોકની લાગણીનો સ્વીકાર કરવા વિનંતી. આવાં ઘાતકી કૃત્યને રશિયા વખોડી કાઢે છે. તેઓને દંડ થવો જ જોઈએ.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.