દિલધડક સ્ટોરી લવ-સ્ટોરી લેખકની કલમે

ભાઈ-બહેનનો અતૂટ સંબંધ દર્શાવતો પત્ર..જો જો ભાઈ કે બહેન ની યાદ આવી જશે ક્યાંક રડી ના પડતા..

ભાઈ-બહેનનો અતૂટ સંબંધ દર્શાવતો પત્ર

ભાઈ અને બહેનનો પ્રેમ બધાથી અલગ પ્રકારનો પ્રેમ છે. મા બાપ જેવો પ્રેમ કરનારો, લાગણી કરનારો, તેમજ બધી જ પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ કરનારો પ્રેમ, મિત્ર સાથેની મસ્તીનો પ્રેમ, વડીલોની જેમ  સલાહ-સૂચન આપનારો  પ્રેમ.
આ બધાનો સમન્વય એટલે ભાઈ બહેન નો પ્રેમ…
ભાઈ અને બહેનને વ્યાખ્યા આપવી ખૂબ જ મુશ્કેલ છે. નિસ્વાર્થ વગરનો પ્રેમ એટલે ભાઈ બહેનનો પ્રેમ.
બાળપણ થી  શરૂ થતો પ્રેમ , આ પ્રેમનો કોઈ અંત જ નથી.
મારો ભાઈ…
મારા ભાઈની વાત જ નિરાળી છે …શું લખવું એના માટે કોઈ શબ્દો જ નથી મારી પાસે…

હું મારા ભાઈ કરતા બે વર્ષ મોટી છું. મમ્મીને રોજ કહેતી મમ્મી મારે કેમ ભાઈ નથી મારે ભાઈ જોઈએ છે.
મમ્મી કહેતી કે તુ ભગવાન જોડે તારો ભાઈ માંગ, ત્યારે હું રોજ સવારે ભગવાનને પ્રાર્થના કરતી ભગવાન મને તમારા જેવો ક્રિષ્ન જોઈએ છે ..નાનો નટખટ ક્રિષ્ન જોઈએ છે અને મારા ભાઈ નો જન્મ થયો. અને અમે તેનું નામ કીશન પાડ્યું.પરંતુ રાશિ પ્રમાણે તેનું નામ બીજું છે.પરંતુ તેને રાશિ વાળા નામ કરતાં કિશન થી જ લોકો ઓળખે છે…

બાળપણની યાદો જેવી કોઈ યાદો જ નથી.
ભાઈ તને યાદ છે હું તારું બૉનવિટા વાળું દૂધ પી જતી..😀અને તને એમ કહું કે કોઈ બિલાડી આવીને પી ગઈ.. 😀સ્કૂલમાં હાથ પકડીને જોડે જતાં ..જો મારા ભાઈને કોઈ હેરાન કરે તેનું આઈ બને..
જોડે બેસીને વાંચવાની મજા સૌથી મસ્ત હતી. બંને વાંચતા અને એ બહાને બહાર સૂવાનું  શોધતા… બન્ને એકબીજાને કહી દે , જો મમ્મી-પપ્પા આવે ને તો ઉઠાડી દેજે… કોઈક વાર તો બંનેને જોડે માર પડતો…
જ્યારે પણ રિઝલ્ટ આવે તો સૌથી વધુ મારા ભાઈ નુ રિઝલ્ટ આવતું…
મારી બધી જ ટોપ સિક્રેટ માહિતી એને ખબર… ટોપ સિક્રેટ સાચવવા માટે કોઈ વાર બ્લેકમેલ મને કરતો…

બંને જ્યારે ઝગડવા બેસીએ એટલે જોવાનું જ નહીં. એના હાથ પર ખાલી મારા નખના જ નિશાન જોવા મળે .
મને ખબર છે મારા માટે રોજ બજારમાંથી ભેળ અને બર્ગર લઈ આપતો.. રોજ મને કેમ તુ જાને કોઈ વાત હું નહિ હો તો તું શું કરીશ.. કોલેજ લાઈફ બંને માટે બીઝી હતી.પરંતુ એક  બેસ્ટ ફ્રેન્ડ તરીકે તેનો સપોર્ટ હતો….
જ્યારે પપ્પા મંથલી પોકેટ મની આપે ત્યારે મારે પપ્પા જોડે જગાડવાનું થતું હતું કે પપ્પા તમે બગાડો છો.
જ્યારે મારી પોકેટ મની બે મહિના સુધી ચાલે ત્યારે એની મહિનાના એન્ડ મા જ પૂરી થઈ જતી… ત્યારે મને કહેતો  જોજે  હું મમ્મી-પપ્પાને બેસ્ટ લાઈફ આપીશ…
પરંતુ તેનું એક વાક્ય સાચું પડી ગયુ.. હું નહિ હું તો તારા માટે ભેળ અને બર્ગર તું ક્યાંથી લાવીશ…. થોડાક જ સમયમાં તેને કેનેડા  જવાનુ થઈ ગયું…અને હું સાવ એકલી પડી ગઈ… અને મે જોબ સ્ટાર કરી દીધી અને થોડા સમય મારુ નક્કી થઈ ગયુ…

એને પ્રોમિસ આપી હતી કે હું તારા લગન માં જરૂર આવીશ અને તે મારા લગનમાં આવ્યો…
જેની સાથે હું મસ્તી કરતી હતી અત્યારે બહુ જ   મેચ્યોર થઇ ગયો છે અને તે મને સમજાવ તો થઈ ગયો છે. ઘરમાં બધા થી નાનો  પરતું મોટી મોટી વાતો કરતો થઈ ગયો છે..

લગન નો સમય આવી ગયો મને ખબર જ ના પડી.
પહેલા મને કેહનારો કે તારા લગનમાં નહી રડુ પરંતુ સૌથી વધારે  રડયો તે… મને ઓલવેઝ કહેતો હું તારી જોડે જ છું… તારો ભાઇ હમેશા તારી જોડે જ છે.

અમારી વચ્ચે અંતર વધારે છે , પણ પ્રેમ ક્યારેય નથી ઘટયો…

હું મમ્મી-પપ્પાને કિશન ક્યારે ક્યારે પણ અલગ નથી થયા  હંમેશા મસ્તી કરતાં , માતા-પિતાને ભાઈ-બહેન જેવું નહીં પણ ચાર મિત્ર જેવું લાગતું..

શરૂઆતમાં જ્યારે પોકેટ મની પપ્પા આપતા ત્યારે મને લાગતું કે પપ્પા તેને બગાડે છે પણ મને હવે સમજાયું કે પપ્પા ખોટા ન હતા.. તે તેની જરૂરિયાત પૂરી કરતાં હતાં હંમેશા અત્યારે કીશન પપ્પા મમ્મી નું સૌથી વધારે વિચારે છે..

થેંક ગોડ મને કિશન જેવો ભાઇ મળ્યો.. કિશન મા નામ જેવા જ ગુણ પણ હંમેશા બીજાનું પહેલા વિચારતો ,પોતાનું પછી..

જીવનમાં મને હંમેશા શીખવતો કે પ્રોબ્લેમ આવે પછી શું કરવું.. ઘણા લોકો પ્રોબ્લેમ કેમ આવે છે તેમાં જ જિંદગી આખી કાઢી નાખે છે..પણ ભાઈ સમજાવતો કે પ્રોબ્લેમ આવી ગયા પછી આપણા હાથમાં શું છે તેનું સોલ્યુશન કેવી રીતે લાવવું ..બાકી ચિંતા ન કરવાની હંમેશા સલાહ આપતો…

તેની પાસે ગમે તે તકલીફ કે પ્રોબ્લેમ લાવો તો એક જ જવાબ હોય “થઈ જશે “..
ભાઈ-બહેનનો અતૂટ પ્રેમ જીવનમાં નવી આશા આપી જાય છે.. અંધકારમાં નવો રસ્તો બતાવી જાય છે..
રાતના અંધારામાં લાગતો ડર , દિવસના અજવાળામાં  રાખ થઈ જાય છે… દરેક બહેન માટે ભાઈ મહાન થઈ જાય છે…

રડતા રડતા ,હસવાનું શીખવી ગયો…
બે જ વાક્યમાં, ગીતા કહી ગયો…

આ વાંચી ને તમને તમારા ભાઈ કે બહેનની યાદ આવી જાય તો એમને કોમેન્ટમાં જરૂર ટેગ કરજો.
લેખક – નિરાલી હર્ષિત

તમે આ લેખ ‘GujjuRocks’ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આ પત્ર આપને ગમ્યો હોય તો આપના મિત્રો જોડે શેર કરો.. ધન્યવાદ.