જ્યોતિષ શાસ્ત્ર

ડાબા હાથેથી લખવાવાળા હોય છે નસીબદાર, જાણો શું હોય છે તેમની ખાસિયતો

આપણા હિન્દૂ ધર્મમાં ડાબા હાથે કામ કરવા પર પ્રતિબંધ છે. શાસ્ત્રોમાં હંમેશાથી જ જમણા હાથનો પ્રયોગ કરવા પર ભાર આપવામાં આવ્યો છે. જમણા હાથને શુભ અને ડાભા હાથને અશુભ માનવામાં આવે છે. આપણે જોયું જ હશે કે કોઈ પણ પ્રકારના હવન કે પૂજામાં મંત્રોના ઉચ્ચારણ સમયે હવનમાં આહુતિ આપવામાં આવે છે એ માટે પણ પંડિત જમણા હાથનો પ્રયોગ કરવાની જ સલાહ આપે છે. આટલું જ નહીં, જમણા હાથ જ નહિ પણ શરીરના એમના ભાગને પણ શુભ માનવામાં આવે છે.

Image Source

આ જ કરણ છે કે લગ્ન બાદ જયારે નવવધૂ ઘરમાં પ્રવેશે ત્યારે જમણો પગ પહેલા મુકવાની સલાહ આપવામાં આવે છે. આવું એટલા માટે કે આપણા શાસ્ત્રોમાં કોઈ પણ કર્મકાંડ કરતા સમયે ડાબા હાથનો પ્રયોગ કરવાનું વર્જિત છે. એટલે જ આપણે ત્યા કોઈ પણ જો ડાબા હાથેથી કામ કરતા હોય તો તેમને ટોકવામાં આવે છે. પણ તમારી જાણકારી માટે જણાવી દઈએ કે જે લોકો ડાબા હાથેથી કામ કરતા હોય, અને લખવા માટે પણ ડાબા હાથનો પ્રયોગ કરતા હોય, એ લોકો ખૂબ જ નસીબદાર હોય છે. તો જાણીએ ડાબા હાથથી લખતા લોકો વિશે –

Image Source

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કુંડળીમાં ત્રીજા ભાવ પર શનિ અને બુધ હોય એ લોકો લખવા માટે ડાબા હાથનો ઉપયોગ કરતા હોય છે. એટલે જે વ્યક્તિ પર બુધનો સારો પ્રભાવ હોય એ લોકો ડાબોડી એટલે કે ડાબા હાથેથી લખનાર બને છે. આ લોકો કોમ્યુનિકેશનના ક્ષેત્રોમાં ખૂબ જ સારું પ્રદર્શન કરે છે. ડાબા હાથે લખનાર લોકો ખૂબ જ નસીબદાર હોય છે. અને સાથે જ તેઓ બુદ્ધિશાળી પણ હોય છે. તેઓ સચોટ અને ઝડપી નિર્ણય લેવાની ક્ષમતા ધરાવે છે.

Image Source

આ લોકો સંવેદનશીલ અને નરમ સ્વભાવના હોય છે. આ લોકો ઝડપી બદલાતા અવાજને ખૂબ જ સારી રીતે સાંભળી શકે છે. તેઓ પૈસા કમાવવા અને ખર્ચ કરવામાં સૌથી આગળ રહે છે. આ લોકો મહાન બનવાની ખાસિયત ધરાવે છે. આ લોકો કલામાં પણ પ્રતિભા ધરાવે છે. એ લોકો એ બધી જ રમતો આસાનીથી રમી શકે છે જે જમણા હાથવાળા લોકો માટે સપનું હોય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks