ધાર્મિક-દુનિયા

મહાલક્ષ્મીના આ આઠ સ્વરૂપોની આરાધનાથી પુરી થાય છે દરેક મનોકામના, એક વાર જરૂર વાંચો લેખ

શુક્રવારને માતા લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે અને માનવામાં આવે છે કે માં લક્ષ્મીની પૂજાથી દરેક વ્યક્તિને ધનની પ્રાપ્તિ થાય છે. જો તમે ઘણા સમયથી આર્થિક તંગીમાં છો તો માં લક્ષ્મીનું પૂજન ચોક્કસ કરો. શાસ્ત્રોના આધારે માં લક્ષ્મીને ચંચલ કહેવામાં આવે છે એટલે કે તે ક્યારેય એક જગ્યા પર રોકાતી નથી. માટે લક્ષ્મી એટલે કે ધનને સ્થાયી બનાવવા માટે અમુક ઉપાય, પૂજા, આરાધના, મંત્ર જાપ વગેરે ચોક્કસ કરો.

Image Source

માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે અને તેની પૂજા કરવાથી ઘરમાં બરકત બને છે અને ધનની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે માતાના આઠ સ્વરૂપ છે. લક્ષ્મીજીના આ આઠ સ્વરૂપ જ જીવનની આધારશિલા છે. આ આઠ સ્વરૂપોમાં લક્ષ્મીજીના જીવનના આઠ અલગ અલગ વર્ગો સાથે જોડાયેલી છે. આ આઠ લક્ષ્મીજીના ઉપાસના કરવાથી માનવ જીવન સફળ થઇ જાય છે. આવો તો જાણીએ લક્ષ્મીજીના આ આઠ સ્વરૂપો વિશે અને તેના મંત્રો વિશે.

1. ધનલક્ષ્મી:

આઠ સ્વરૂપમાં પહેલુ સ્વરૂપ છે ધનલક્ષ્મી. માન્યતા છે કે માતાના આ સ્વરૂપની આરાધના અને પૂજા-અર્ચના કરવાથી સમૃદ્ધિનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સાથે જ તેની ઉપાસનાથી કર્જ અને આર્થિક પરેશાનિઓથી પણ છુટકારો મળી જાય છે.

મંત્ર-ॐ धनलक्ष्म्यै नम:

Image Source

2. યશ લક્ષ્મી:

માતાના આ સ્વરૂપની આરાધનાથી માન-સન્માન, યશ, ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. એવું માનવામાં આવે છે કે માતા યશ લક્ષ્મીની ઉપાસનાથી ભક્તોમાં વિનમ્રતાનો ગુણ આવે છે અને તેઓના શત્રુઓનો પણ નાશ થાય છે.

મંત્ર-ॐ यशलक्ष्म्यै नम:

Image Source

3. આયું લક્ષ્મી:

આયુલક્ષ્મીની આરાધના ભક્તો લાંબા આયુષ્ય માટે કરે છે. આયુલક્ષ્મી માતાની આરાધનાથી ભક્તોને શારીરિક અને માનસિક રોગોથી મુક્તિ મળે છે.

મંત્ર-ॐ आयुलक्ष्म्यै नम:

Image Source

4. વાહનલક્ષ્મી:

માનવામાં આવે છે કે વાહનની ઈચ્છા રાખનારા લોકોએ માતા લક્ષ્મીના આ સ્વરૂપની પૂજા-અર્ચના કરવી જોઈએ. એવી માન્યતા છે કે વાહનલક્ષ્મીજીની ઉપાસનાથી લોકોને ઉત્તમ અને ઈચ્છાનુંસાર વાહનની પ્રાપ્તિ થાય છે.

મંત્ર-ॐ वाहनलक्ष्म्यै नम:

Image Source

5. સ્થિરલક્ષ્મી:

માન્યતાના આધારે સ્થિરલક્ષ્મીની ઉપાસના કરવાથી ઘરમાં ધનનું વૈભવ હંમેશા બની રહે છે.

મંત્ર-ॐ स्थिरलक्ष्म्यै नम:

Image Source

6. સત્યલક્ષ્મી:

સુંદર અને સુશીલ પત્નીની ઈચ્છા રાખનારા વ્યક્તિએ માતા સત્યલક્ષ્મીની પૂજા કરવી જોઈએ.

મંત્ર-ॐ सत्यलक्ष्म्यै नमः

Image Source

7. સંતાનલક્ષ્મી:

સંતાનલક્ષ્મી માતાની પૂજા અર્ચના કરવાથી ઉત્તમ, સ્વસ્થ અને સુંદર સંતાનની પ્રાપ્તિ થાય છે.

મંત્ર-ॐ संतानलक्ष्म्यै नम:

Image Source

8. ગૃહલક્ષ્મી:

ગૃહલક્ષ્મી માતાના પૂજાથી ભક્તના ઘરમાં કોઈપણ પ્રકારની ગૃહસ્થીની સમસ્યા નથી આવતી અને ઘરમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સંપન્નતા બની રહે છે.

મંત્ર- ॐ गृहलक्ष्म्यै नम:

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks