ઢોલીવુડ મનોરંજન

2019નું સૌથી વધુ જોવાયેલું ગુજરાતી ગીત શું તમે જોયું છે? અત્યાર સુધી 3 કરોડથી વધુ લોકોએ જોઈ લીધું, બાકી હોય તો જોઈ લો

ગીત અને સંગીત માણસને પ્રફુલ્લિત કરતુ હોય છે. વર્ષ દરમિયાન ઘણા એવા ગીતો બનતા હોય છે જે ચાહકોના મનને સ્પર્શી જાય છે. તો ઘણા ગીતો સારા હોવા છતાં પણ પ્રકાશમાં નથી આવતા, પ્રાનુત એક એવું ગુજરાતી ગીત ઓક્ટોમ્બરની 27 તારીખે રજૂ થયું જેને ગુજરાતીઓએ એટલું પસંદ કર્યું કે તેને જોનારનો આંકડો 3 કરોડની પાર પહોંચી ગયો છે.

ગુજરાતી ગીતો માટે અને ગુજરાતીઓ માટે આ ગર્વની વાત ગણાય, આ ગુજરાતી ગીતના શબ્દો હૈયાને સ્પર્શિ જાય એવા છે અને એમાં પણ પાછી રાધાકૃષ્ણના પ્રેમની વાત હોય તો વળી કોને ના ગમે, રાધા કૃષ્ણ પ્રેમ અને વિરહની વેદનાને વ્યક્ત કરતુ આ સરસ મઝાનું ગીત ચાહકોને ખુબ જ પસંદ આવ્યું છે.

“લઈ જા ને તારી સંગાથ” ગીત આજથી 5 મહિના પહેલા યુ ટ્યુબ ઉપર પ્રસારિત કરવામાં આવ્યું હતું, જેને અલ્પા પટેલના સુરીલા અવાજમાં ગાવામાં આવ્યું હતું, સાથે આ ગીતની અંદર સંગીત રેલાવવાનું કામ અજય વાઘેશ્વરીએ કર્યું છે, જયારે આ ગીતને શબ્દબદ્ધ કરવાનું કામ કે.દાન દ્વારા કરવામાં આવ્યું છે. નરેશ નાવડીયા દ્વારા ઓર્ગેનાઈઝ કરવામાં આવેલું ગીત એકવાર નહિ પરંતુ વારંવાર સાંભળવાનું મન થાય.

આ ગીતની પ્રસંશા પણ ઘણા ગુજરાતી ગાયકોએ કરી છે. મોટામોટા ગાયિકોએ આ ગીતને વખાણ્યું છે. ગીત સાંભળતા જ એકે અલગ દુનિયામાં પહોંચી ગયાનો અનુભવ તમને ચોક્કસ થવાનો છે. રાધાકૃષની વાત લઈને આવતા ગીતના અત્યારના જોનારના આંકડા તમને જણાવું તો 32,208,055 (ત્રણ કરોડ, બાવીસ લાખ, આઠ હજાર પંચાવન) લોકોએ આ લેખ લખાયો ત્યાં સુધી માણી લીધું છે.

તમે પણ હજુ સુધી આ ગીત ના જોયું હોય તો અત્યારે જ જોઈ લો… નીચે વિડીયોમાં

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.