જીવનશૈલી હેલ્થ

લગ્ન પછી શા માટે વધે છે સ્ત્રીઓનું વજન? જાણો આજે એનું સાચું કારણ – મોટા ભાગના લોકોને આ ખબર નથી

લગ્ન પહેલા દરેક છોકરી પોતાની જાતને સ્લમ ટ્રિમ રાખવા માટે દરેક પ્રકારના ઉપાય અજમાવ્યા કરતી હોય છે. જેનાથી તેના વજનમાં કોઈ વધારો થાય નહી. પરંતુ ઘણીવાર તમે સાંભળ્યું હશે કે લગ્ન થયા પછી છોકરીઓનું વજન વધી જાય છે. અને સતત વધતા વજનને કારણે ઘણી મુશ્કેલીઓ આવે છે જેનો સામનો કરવો પડે છે. લગ્ન પછી મોટા ભાગે સ્ત્રીઓનો વજન વધી જાય છે. જો વાત મોટાપાની હોય તો તે એમ કહેવાનો ત્યાગ નથી કરતી કે લગ્ન પહેલા એવી ન હતી. આપનું આ વિષે શું કહેવાનું છે ? શું આ કોઈ શારીરિક પ્રક્રિયા છે કે પછી બેદરકારીનું પરિણામ છે કેમ લગ્ન પછી વજન વધી જાય છે તો આવો જાણીએ આવા અજાણ કારણ.

Image Source

લગ્ન પછી વજન વધવાના કારણો : ડાઇટીંગ પ્લાન:
લગ્નના સમયથી જ ક્રમ શરુ થઇ જાય છે. વ્યસ્તતાને કારણે ડાઇટીંગ પ્લાન વિખેરાય જાય છે. ખાવાનો નિશ્ચિત ટાઇમમાં ગડબડ આવી જાય છે. આ ક્રમ લગ્ન પછી પણ એક સપ્તાહ સુધી ચાલે છે. ત્યાર પછી વિવાહિત કપલ હનીમુન પર ચાલ્યું જાય છે. અને ત્યાં બહારનું જમવાનું જમે છે. ત્યાં વધુ આરામ અને મોજ મસ્તીને કારણે આપણે કયારેક કયારેક જરૂરતથી વધુ ખાય લેતા હોય છે. અને જેનાથી પચાવું મુશ્કેલ થઇ જાય છે. ડાઇટીંગમાં આવેલા આ દિવસોના બદલાવથી આપણા શરીરમાં કેલ્શિયમ અને વિટામીન બીની અછત થઇ જાય છે. એનર્જીની ઉણપથી વારંવાર જમવાનું મન કરે છે. અને વારંવાર ખાવાથી વજન વધી જાય છે.

Image Source

બીએમઆઈથી રીલેશન: એક શોધ પ્રમાણે કુંવારાની તુલનામાં વિવાહિત લોકોનું બીએમઆઈ વધુ હોય છે. કોઈ રીલેશનમાં હોવાને કારણે પણ વજન વધે છે. કારણ કે એવા લોકો ખાવા પીવામાં એક્ટીવ રહે છે. આ પર થયા રીસર્ચના પ્રમાણે લગ્નની વિધિ દરમિયાન પણ બે કિલો વજન વધે છે.

Image Source

હોર્મોનલ બદલાવ: નવા વિવાહિત કપલને બધા મિત્ર અને સંબંધી કયારેક લંચ તો કયારેક ડીનર પર આમંત્રિત કરતા રહે છે. ગરિષ્ઠ ભોજનના લગાતાર સેવનથી પણ લગ્ન પછી વજન વધી જાય છે. સંબંધ પાક્કા થતા જ છોકરા અને છોકરી વિવાહ પછીની કલ્પનામાં રહેતા હોય છે. વિવાહ થયા પછી સેકસુઅલ લાઈફમાં એક્ટીવ થવાને કારણે તેમાં ઈમોશનલ અને હાર્મોનલ બદલાવ થવા લાગે છે. જેના કારણે તેમનું વજન વધી જાય છે.

Image Source

પ્રાથમિકતામાં બદલાવ:લગ્ન પહેલા આપણે સ્વતંત્ર હોય છીએ અને આપના મુજબથી રહેવું પસંદ કરીએ છીએ. પરંતુ લગ્ન પછી આપની પ્રાથમિકતાઓ બદલાય જાય છે આપને ઘણું જતું કે સમાધાનથી કાર્ય કરવું પડે છે. કયારેક કયારેક આપ પતિના પસંદ નું જમવાનું બનાવો છો તો કયારેક પતિ આપના માટે  બજારથી કઈક મંગાવી લે છે. તો એવા માં ન ઈચ્છાતા પણ તે ઓવર ઇટીંગ કરી લઈએ છીએ. જેની અસર આપણા વજન પર પડે છે.

પરિવારની જવાબદારી: ઘરની સાથે સાથે જયારે બાળકોની જવાબદારી પણ આવે છે તો સ્ત્રીઓની બોડીનું કલોક એકદમ બદલાય જાય છે. ખાવાનો કોઈ નિશ્ચિત સમય નથી રહેતો. અને ખાવામાં સંતુષ્ટિ ન મળવાને કારણે ભૂખ વધી જાય છે.

Image Source

નો ટાઇમ ફોર એક્સસાઈઝ:લગ્ન પહેલા તો આપના પાસે ખાવા, પીવા, સુવા, એક્સસાઈઝ, ફિટનેસ, વોક બધા માટે નિશ્ચિત સમય હોય છે. પરંતુ લગ્ન પછી સમયની અછતને કારણે આપ ઘરનું કામ અને જવાબદારી નિભાવતા નિભાવતા એટલા થાકી જાવ છો કે એકસસાઈઝ માટે સમય નથી મળતો.

Image Source

પ્રેગ્નેન્સી : મોટા ભાગના કપલ્સ લગ્નના 1-2 વર્ષની અંદર ફેમિલિ પ્લાન કરે છે. મોટાભાગની સ્ત્રીઓ પ્રગિન્સી દરમિયાન વધેલા વજનને બાળકના જન્મ પછી પણ ઓછું કરવાનો પ્રયાસ નથી.

Image Source

સોશિયલ પ્રેશર : લગ્નની પહેલા સારા દેખાવ માટે, નજીકના લોકો ટોકતા રહે છે, તો સ્ત્રીઓ પોતાની સંભાળ રાખે છે. લગ્ન પછી આ પ્રેશર સમાપ્ત થઈ જાય છે, તો મહિલાઓને પોતાની તંદુરસ્તીનું અને સુંદરતાનું ધ્યાન રખવાનું છોડી દે છે. વધારે પ્રમાણમાં ટીવી જોવું – લગ્ન પછી નવી ફેમલી સાથે વારંવાર બેઠા બેઠા જ વાત કરવી અથવા લાંબા સમય બેસીને ટીવી જોવાનું સામાન્ય છે. જમ્યા પછી વધારે સમય સુધી બેઠા રહેવાના કારણ કે વજન વધે છે.

ઉંમરની અસર: આજકાલ મોટાભાગના લોકો 28-30 વર્ષની ઉંમરે સેટલ થયા પછી જ લગ્ન કરે છે. અભ્યાસ કહે છે કે 30 પછી શરીરનો મેટાબોલિજમ રેટ ઓછો થાય છે જેનાથી વજન વધે છે.

ઊંઘ: લગ્ન પછી મોટાભાગની સ્ત્રીઓની ઊંઘનો સમય અને પેટર્ન બદલાય જાય છે. ઘણી વખત ઊંઘ પૂર્ણ થતી નથી, કારણ જેના કારણે વજન વધે છે.

Image Source

લાપરવાહી: લગ્ન પહેલા મહિલાઓ પોતાના લૂકને લઈને સતત ચિંતામાં રહ્યા કરતી હોય છે. અને એક્સરસાઇઝ કરે છે. પરંતુ લગ્ન પછી પાછળથી વ્યસ્ત જીવનના કારણે ફિટનેસનું ધ્યાન રાખવું મુશ્કેલ લાગે છે.

વજન ઘટાડવામાં મદદ કરશે આ ફૂડ –રોજ એક નાનો ટુકડો આદુનો ચૂસો અથવા આદુના રસમાં સંચળ નાખીને પીવો. આમ કરવાથી વજન વધશે નહી.જમવામાં વધારે પ્રમાણમાં મરચું સામેલ કરો એમાં કાપસીસન નામક નું તત્વ હોય છે. જે વજન ઘટાડે છે.રોજ સવારે ખાલી પેટ એલોવેરા અને આંબળાનો રસ પીવો…

રોજ સવારે ખાલી પેટ કાચા ટામેટાં ખાવ. આમ કરવાથી ભૂખ ઓછી લાગશે અને વજન પણ ઘટશે. રાત્રીમાં એક ગ્લાસ ગરમ પાણીમાં 3 ચમચી વરિયાળી મૂકી રાખો. અને સવારે એ પાણી ગાળીને પી લો. રોજ સવારે ખાલી પેટ એક નાની ચમચી હળદર ખાઈને હુંફાળું ગરમ પાણી પીઓ.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.