મનોરંજન

Birthday Special: અમિતાભે પિતાની આ શરત પર મજબુર થઇ જ્યા સાથે 24 કલાકમાં કરી લીધા હતા લગ્ન અને

11 ઓક્ટોબરને સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો 76મોં જન્મદિવસ છે. અમિતાભ બચ્ચનને બિગ-બી, સદીના મહાનાયક, બોલીવુડના શહેનશાહના ઉપમાનોથી નવાજવામાં આવ્યા છે. હાલમાં જ અમિતાભ બચ્ચનને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Image Source

બિગ-બી જેટલા સારા એક્ટર છે તેટલા જ સારા માણસ પણ છે. બિગ-બી એ તેની ફિલ્મી કરિયરમાં અલગ-અલગ મુકામ હાંસિલ કરનારા બિગબી પારિવારિક જીવનમાં પણ તેટલા જ ચર્ચામાં રહે છે. અમિતાભ અને જ્યાના લગ્નને 46 વર્ષ પૂર્ણ થયા છે. એવો જાણીએ અમિતાભના જીવનમાં જ્યા ક્યારે આવી અને ક્યારે તેના લગ્ન થયા ?

અમિતાભ બચ્ચન અને જ્યાં બચ્ચન પહેલીવાર જ્યા જયારે પુણેમાં ભણતી હતી ત્યારે અમિતાભ ત્યાં ‘સાત હિન્દુસ્તાની’ નું શૂટિંગ કરી રહ્યા હતા. જ્યા ત્યારે જ તેને ઓળખતી હતી. જ્યાની બહેનપણીઓ અમિતાભને લંબુ-લંબુ કહીને ચીડવતી હતી. પરંતુ જ્યાએ તેને બહુ જ ગંભીરતાથી લીધી હતી. જયાનાં મનમાં અમિતાભ બચ્ચનની છબી હરિવંશરાય બચ્ચનના સંસ્કારી અને સાદગી પુત્ર તરીકેની હતી.

બિગ-બી અને જ્યાની મુલાકાત ફિલ્મ ગુડ્ડીના સેટ પર થઇ હતી.આ ફિલ્મમાં બન્ને સાથે કામ કરતા હતા. આ ફિલ્મ બાદ બન્ને વચ્ચે પ્રેમ થઇ ગયો હતો. ફિલ્મ બાવર્ચીના સેટ પર જ્યા અને રાજેશ ખન્ના સાથે કામ કરતા હતા ત્યારે બિગ બી લગાતાર જ્યાંને મળવા સેટ પર જતા હતા, આ રીતે બન્નેને પ્રેમનો રંગ ચડ્યો હતો. પરંતુ બન્નેના લગ્ન એકદમ અચાનકે જ થયા હતા.

અમિતાભે એક મીડિયામાં જણાવ્યું હતું કે, જંજીરની સફળતા બાદ બધા મિત્રો લંડન જવાની તૈયારી કરતા હતા, સાથે જ્યા પણ હતી. ત્યારે હરિવંશરાય બચ્ચને કહ્યું હતું કે, હું તને લગ્ન કર્યા વગર જ્યાં સાથે લંડન નહીં જવા દઉં. ત્યારે અમિતાભે કહ્યું હતું કે, તો કાલે જ લગ્ન કરી લઈએ. અમિતાભ અને જ્યાએ 3 જૂન 1973ના રોજ લગ્ન કર્યા હતા. ત્યારબાદ બધી લગ્નની તૈયારી કરી અને બીજા દિવસે લગ્ન કરીને અમિતાભ અને જ્યા લંડન માટે નીકળી ગયા હતા.

Image Source

અમિતાભ બચ્ચન અને જ્યાંની જોડીને ફેન્સે બહુજ વખાણી હતી. આ જોડીએ ઘણી સુપરહિટ ફિલ્મ પણ આપી હતી. પરંતુ લગ્ન બાદ જ્યારે ફિલ્મ કરવાનું બંધ કરી દીધુ હતું. સાઈડ રોલમાં જ્યાં ક્યારેક નજરે ચડી હતી.

Image Source

જણાવી દઈએ કે,લગ્ન બાદ 1981માં જ્યાની આખિરી ફિલ્મ ‘સિલસિલા’ આવી હતી. ત્યારબાદ 17 વર્ષ બાદ 1998માં ફરી પડદા પર ‘હાજરી ચૌરાસી કી માં’ ફરી હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.