શ્રીલંકાની ટિમ માટે 44 ટેસ્ટ અને 76 વંદે ક્રિકેટ રમી ચૂકેલા ખેલાડી કુસલ મેન્ડિસની પોલીસે રવિવારે ધરપકડ કરી છે તેની ઉપર એક વ્યક્તિને પોતાનીગાડીથી કચડી નાખવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કોલંબોના ઉપનગરમાં રવિવારના રોજ તેને એક વૃદ્ધને ટક્કર મારતા સ્થળ ઉપર જ વૃઘ્ધનું મૃત્યુ થયું હતું.

કુસલ મેન્ડિસ શ્રીલંકા માટે 44 ટેસ્ટમાં 2995 અને 76 એક દિવસીય ક્રિકેટની અંદર 2167 રન બનાવી ચુક્યો છે. તેની ઉમર 25 વર્ષની છે તેને ટી-20 મેચમાં પણ 26 મેચ રમીને કુલ 484 રન બનાવ્યા છે. વિકેટકીપર અને બેટ્સમેન કોરોના બાદ શરૂ થયેલા આ ટ્રેનિંગ કેમ્પનો પણ એક ભાગ છે. જે કોરોના મહામારી બાદ મેદાન ઉપર ઉતરી છે.

હિટ એન્ડ રન કેસનો આ મામલ;ઓ રાજધાની કોલંબોથી લગભગ 30 કિલોમીટર દૂર પાનાદુરા શહેરની છે. જ્યાં સાઇકલથી જઈ રહેલા 64 વર્ષના એક વૃદ્ધને મેન્ડિસે પોતાની કારથી ટક્કર મારી હતી અને તે વૃદ્ધ વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ થઇ ગયું હતું.
Author: GujjuRocks Team