જ્યોતિષ શાસ્ત્ર

કુંભ રાશિના લોકોનુ 2020 મુ વર્ષ કેવું જશે જુઓ. જાણો આખા વર્ષનું ભવિષ્યફળ…

વાર્ષિક રાશિફળ – સિંહ રાશિ, કર્ક રાશિ, વૃષભ રાશિ, મિથુન રાશિ, મેષ રાશિ, કન્યા રાશિ, વૃશ્ચિક રાશિ, તુલા રાશિ, ધન રાશિ, મકર રાશિ, કુંભ રાશિ, મીન રાશિના જાતકો પોતાનું વાર્ષિક રાશિફળ જાણવા પોતાની રાશિની લિંક પર ક્લિક કરે.

કુંભ રાશિ

લકી નંબર:- 6, 8, 9

દિવસ:- શનિવાર, મંગળવાર, શુક્રવાર

લકી કલર:- સફેદ, લાલ, ભૂરો

કુંભ રાશિના લોકોનો સ્વભાવ:-

કુંભ રાશિનો સ્વામી ગ્રહ શનિ છે. તેઓ સ્વભાવમાં ખૂબ ગંભીર સંવેદનશીલ અને મિલનસાર હોય છે. પણ વ્યક્તિ સાથે પોતાની વાત શેર કરવામાં તેમને થોડો ટાઈમ જોઈએ છે. પોતાની ઇચ્છાને બીજાના ઉપર લાદવી તેઓ તેમનો સ્વભાવ નથી હોતો. તેઓ હંમેશા પોતાની સ્વતંત્ર લાઇફ જીવે છે.

Image Source

પોતાની મહેનતથી જીવનમાં સફળતા મેળવવામાં ખૂબ જ ઉત્સુક હોય છ. દરેક કાર્યને ખૂબ વિચારી સમજીને કરે છે. તેમને પ્રેમમાં દેખાડો કરવો જરા પણ પસંદ નથી. તે જેને પ્રેમ કરે છે તેમના પ્રત્યે ખૂબ જ ઈમોશનલ રહે છે. જીવનસાથીને દરેક સારા અને ખરાબ સમયમાં સાથ આપે છે. તે પોતાના થી પણ વધારે પોતાના પાર્ટનર પર વિશ્વાસ રાખે છે. અને તેમને હંમેશા ખુશ રાખે છે.

Image Source

કુંભ રાશિના વિદ્યાર્થી જાતકોનું શિક્ષણ-

વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ શ્રેષ્ઠ રહેશે.

વિદ્યાર્થીઓ આ વર્ષે શિક્ષાના ક્ષેત્રમાં ખૂબ જ પ્રગતિ કરશે શિક્ષણના ક્ષેત્રમાં એક નવું સપનું પૂરું કરશે. ઉચ્ચ શિક્ષણ મેળવવા માગતા વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ મહત્વનો છે. રિસર્ચ કરતા વિદ્યાર્થીઓને નવી ઉપલબ્ધિઓ અને યોગ્યતા મળશે. વિદ્યાર્થીઓને આગળ વધવા માટેના ખૂબ જ નવા રસ્તા મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ પોતાની મહેનત ખૂબ વધારી દે કેમકે શ્રેષ્ઠ પરિણામ મળવાનું છે.

Image Source

નોકરી-વ્યવસાય:

આ વર્ષ નોકરી અને વ્યવસાય માટે ખૂબ જ શ્રેષ્ઠ સાબિત થશે. આ વર્ષે નોકરી કરતા લોકો માટે ખૂબ સારા પરિણામની પ્રાપ્તિ થશે. અને જે લોકો બિઝનેસ કરે છે તેનો કોઇ પણ ઉન્નતી નિશ્ચિત છે. કામ માટે યાત્રાના યોગ બની રહેશે. જે લોકો નોકરીમાં પરિવર્તન ઇચ્છે છે, તેમને પરિવર્તન અને સફળતા પણ મળશે. જે લોકો બેરોજગાર છે અને નોકરી શોધી રહ્યા છે તે માટે પણ આ સમય ખૂબ જ શ્રેષ્ઠ છે. તમારી માટે ખુશખબરી ના યોગ બની રહ્યા છે.

નોકરીમાં નવી તકો બની રહી છે. કાર્યક્ષેત્રમાં પગાર વધારવા ના શુભ સમાચાર મળી શકે છે. કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી પણ આપવામાં આવશે જે તમને એકદમ નવી ઉંચાઈઓ પર લઈ જશે. જે જાતક વિદેશમાં જઈને નોકરી કરવા માટે પ્રયાસ કરે છે, તેમની માટે કામયાબી નિશ્ચિત છે. પાર્ટનરશીપમાં પણ જો તમે કાર્ય કરવાનો વિચાર કરો છો , ખૂબ જ વિચારીને પગલું ભરવું. તમારા કરિયર માટે આ ખૂબ જ શ્રેષ્ઠ સમય સાબિત થવાનો છે.

Image Source

કુંભ રાશિના લોકોનો પ્રેમ- વિવાહ:-

વૈવાહિક લોકો માટે આ સમય ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. અને તમારા સંબંધમાં એક નવી ઉષ્મા આવશે. પરિવારના લોકોના આશીર્વાદ મળશે. પાર્ટનરનો ઈમોશનલ પ્રોફેશનલ સપોર્ટ મળશે.

જે લોકોના લાઇફમાં relationship નથી તે લોકોને પણ પોતાનો પ્રેમ આ વર્ષે મળી શકે છે.

જે લોકો પોતાના પ્રેમ સંબંધને લગ્ન જીવનમાં પરિવર્તિત કરવા માંગે છે તેમની માટે આ ખુબ જ સરસ સમય છે. આ વર્ષે તમે બંને એકબીજા માં ખૂબ જ વિશ્વાસ રાખશો. પોતાની બધી જ વાતો એકબીજા સાથે શેર કરશો. તમારી માટે ખૂબ જ અનુકૂળ સમય છે પ્રેમ સંબંધોને ગતિ આપવા માટે.

Image Source

કુંભ રાશિવાળા લોકો નો પારિવારિક જીવન:-

આ વર્ષ તમારા પરિવાર માટે એકતા અને ખુશી લાવશે. નવી ઉર્જાનો સંચાર કરશે ખુશીઓ આપશે. જુના મતભેદોને ભૂલી ને નવા સંબંધો પરિવારના સભ્યો ખૂબ જવાબદારીથી એકબીજા સાથે નિભાવશે. પરિવાર ની બધી જવાબદારી ખૂબ જ શાંતિપૂર્વક રીતે પૂર્ણ કરશે. આ વર્ષે પરિવાર ને તમે સમય આપવામાં સફળ રહેશો. આ વર્ષે પરિવાર સાથે તમે ધાર્મિક યાત્રાએ જઈ શકો છો.આ સમયે પરિવારને જોડવા માટે નવા સંબંધોને પ્રસ્થાપિત કરવા માટે ખૂબ શ્રેષ્ઠ છે.

Image Source

કુંભ રાશિવાળા લોકો ની આર્થિક સ્થિતિ:-

કુંભ રાશિના જાતકો માટે આર્થિક રીતે આ સમય મધ્યમ રહેશે. વર્ષની શરૂઆતમાં તમારે પોતાનો આર્થિક પક્ષ મજબૂત કરવા માટે વધારે પ્રયત્ન કરવાના રહેશે. પરંતુ વર્ષના મધ્યમાં તમારી આર્થિક સ્થિતિ સારી બનાવાની સંભાવના છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે અને ઘણા બધા સ્ત્રોતોથી ધનનો લાભ થશે. આ વર્ષે તમારામાં બચત કરવાનો અને ધન સંચય કરવાની પ્રવૃત્તિનો વિકાસ થશે. તમે ખૂબ જ સારી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરશો પરંતુ તેની માટે યોગ્ય સલાહ લેવી.

Image Source

કુંભ રાશિના લોકોનું સ્વાસ્થ્ય:-

કુંભ રાશિના લોકો માટે આ વર્ષે સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે. તમે તાજગીનો અનુભવ કરશો પરંતુ ઋતુ પરિવર્તનથી ધ્યાન રાખવું. સ્વાસ્થ્યની સંભાળ લેવી.

આ સમયે બહારનું ખાવા-પીવાનું ટાળવું. પોતાની સ્વસ્થતા જાળવવા માટે વ્યાયામ યોગ અને ધ્યાન ને નિયમિત દિનચર્યા માં ઉમેરો. સ્વાસ્થ્ય માટે આ સમય શ્રેષ્ઠ રહેશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.