મનોરંજન

બોલિવૂડના આ પરિવારનો જમાઈ છે કુમાર ગૌરવ, ફિલ્મોથી દૂર રહીને હવે આ કામ કરી કમાઈ રહ્યા છે કરોડો

તાજેતરમાં જ કુમાર ગૌરવની પુત્રી સિયાના લગ્ન થયા. આ લગ્નમાં સંજય દત્ત તેની પત્ની માન્યતા સાથે પહોંચ્યા હતા. કુમાર ગૌરવના લગ્ન સંજય દત્તની બહેન નમૃતા દત્ત સાથે 1984માં થયા હતા. લગ્નની કેટલીક તસ્વીરો પણ સામે આવી હતી.

Image Source

આ તસ્વીરોમાં કુમાર ગૌરવનો લુક સંપૂર્ણપણે બદલાઈ ગયેલો જોવા મળ્યો. કુમાર ગૌરવની ગણતરી એક સમયે બોલિવૂડના હિટ હીરો કરવામાં આવતી હતી.

Image Source

80ના દાયકામાં એક સ્ટાર કિડ તરીકે બોલીવુડમાં પ્રવેશ કરનાર કુમાર ગૌરવના માસુમ અભિનયે બધાનું જ મન મોહી લીધું હતું. કોઈએ વિચાર્યું પણ ન હતું કે પહેલી જ ફિલ્મથી, આ ચોકલેટી બોય રાતોરાત સ્ટાર બનીને બાકીના કલાકારોને જોરદાર ટક્કર આપશે.

Image Source

કુમાર ગૌરવ અભિનેતા રાજેન્દ્રકુમારના પુત્ર છે. કુમાર ગૌરવનું ડેબ્યુ કોઈ સપનાથી ઓછું ન હતું. તેમની પહેલી ફિલ્મ ‘લવ સ્ટોરી’ હતી જે જબરદસ્ત હિટ રહી હતી અને આ ફિલ્મે ગૌરવને તે સમયના હિટ અભિનેતાઓની લાઈનમાં લાવી દીધો હતો.

Image Source

પહેલી જ ફિલ્મથી, કુમાર ગૌરવને એવી સફળતા મળી કે ચાહકોએ પણ તેની સ્ટાઇલની નકલ શરૂ કરી દીધી. પરંતુ કહેવાય છે ને કે સમય હંમેશાં એક સરખો હોતો નથી. કુમાર ગૌરવનો સમય પણ બદલાયો અને ધીરે ધીરે તેની કારકિર્દી ખતમ થવા લાગી.

Image Source

પછી એક દિવસ તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની નજરથી હંમેશા માટે ગાયબ થઈ ગયા. આશ્ચર્યની વાત એ છે કે જે પિતાનું સ્ટારડમ એટલું હતું કે એમને જ્યુબિલી કુમાર તરીકે ઓળખવામાં આવતા હતા એમનો જ દીકરો અચાનક ગુમનામીમાં ખોવાઈ ગયો.

Image Source

પરંતુ, જ્યાં લોકો ગુમનામીના ડરથી ઘણીવાર દારૂના નશામાં ડૂબી જાય છે અથવા ડિપ્રેશનમાં ચાલ્યા જાય છે, ત્યારે કુમાર ગૌરવે આવા વિચારોને પોતાના મગજ પર હાવી થવા દીધા ન હતા.

Image Source

ભલે તેમનો ખરાબ સમય ચાલી રહ્યો હતો પણ નિરાશ થયા વિના પોતાનું સ્થાન બનાવવા માટે તેમણે સંઘર્ષ ચાલુ રાખ્યો હતો. ફિલ્મોમાં તેઓ ન ચાલ્યા તો શું થયું? તેમને ફિલ્મો ન મળી તો શું થયું?

Image Source

કુમાર ગૌરવે નક્કી કરી લીધું હતું કે તેઓ તેમના પિતાનું નામ આ રીતે ડૂબવા નહિ દે. અલબત્ત, તે તેના પિતાની જેમ સુપરસ્ટાર બની શક્યો નહીં, પરંતુ કુમાર ગૌરવે પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી.

Image Source

આજે તે એક ખૂબ મોટા ઉદ્યોગપતિ છે. કદાચ લોકોને ખબર નહિ હોય કે કુમાર ગૌરવનો માલદીવમાં ટ્રાવેલ બિઝનેસ છે. આ સિવાય તેમનો કન્સ્ટ્રક્શનનો બિઝનેસ પણ રહ્યો છે.

Image Source

તેમનો આ બિઝનેસ પણ ખૂબ જ આગળ વધી રહ્યો છે કે તેનું વાર્ષિક ટર્નઓવર કરોડોનું થાય છે. કુમાર ગૌરવ આજે જેટલું કમાઈ રહયા હતા કે જેટલું તેઓ પોતાની ફિલ્મી કારકિર્દીમાં પણ ન કમાઈ શક્યા હોત.

Image Source

આજે કુમાર ગૌરવ તેમની બિઝનેસ લાઈફમાં ખુશ છે અને તેમને ફિલ્મોથી દૂર રહેવાનો કોઈ અફસોસ નથી. કુમાર ગૌરવ સંજય દત્તનો બનેવી પણ છે. તેમને બે દીકરીઓ સિયા અને સાચી છે.

Image Source

સાચી કુમારના લગ્ન ફિલ્મ ‘પાકિજા’ના ડિરેક્ટર કમાલ અમરોહીના પૌત્ર બિલાલ સાથે થયા છે. સાચીના લગ્ન સમયે સંજય દત્ત જેલમાં હતા. જ્યારે સંજય તેની ભાણેજ સિયાના લગ્નમાં સામેલ થઇ ખૂબ જ ખુશ દેખાયો હતો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.