ફિલ્મી દુનિયા

‘કુછ કુછ હોતા હે’ ની આ Star 19 વર્ષ બાદ આવી સામે, હાલ આવા દેખાવા લાગ્યા છે આ સ્ટાર્સ, જુઓ શાનદાર ફોટોસ…

જયારે પણ આપણે પહેલાના જુના મિત્રોને ઘણા સમય બાદ મળીએ છીએ ત્યારે નવા ટોપિક્સની જગ્યાએ પહેલાની વાતો પર જ વાત કરવું પસંદ કરતા હોઈએ છીએ. એવા જ અમુક કિસ્સાઓ બોલીવુડ સેલીબ્રીટીસ સાથે પણ થયેલા છે. જયારે શાહરુખ ખાન લાંબા સમય બાદ ફિલ્મ ‘દિલવાલે’માં કાજોલ સાથે જોવા મળ્યો હતો, કે પછી હમણાં જ બાદશાહના આવેલા ગીત ‘શહેર કી લડકી’માં સુનિલ શેટ્ટી અને રવીના ટંડન સાથે જોવા મળ્યા હતા. આવું જોવાની કેવી મજા આવે ને!

Image Source

જો ‘અંદાજ અપના અપના’ની રીમેક બની જાય અને એમાં સલમાન ખાન અને આમિર ખાન એક સાથે જોવા મળે! આપણું એકસાઈટમેન્ટ લેવલ વધી જાય. ત્યારે બોલિવૂડની ઘણી એવી ફિલ્મો છે કે જેમાં ઘણા સિતારાઓ જોવા મળ્યા હતા અને હાલ તેઓ શું કરે છે, એ વિશે આપણે ખાસ કઈ જાણતા નથી. તો ચાલો આજે જણાવી દઈએ કે આપણી મોસ્ટ ફેવરિટ ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ના સ્ટાર્સ અત્યારે કેવા દેખાય છે.

  • અંજલી ખન્ના (સના સઈદ):
Image Source

સૌથી પહેલા વાત કરીએ નાની અંજલિની કે જે રાહુલ અને ટીનાની દીકરીનું પાત્ર ભજવતી જોવા મળી હતી, જેને જોઈને કોઈનું પણ હૃદય પીગળી જાય. વાત કરીએ છીએ સના સઈદ વિશે કે જેને નાની અંજલિનું પાત્ર ભજવ્યું હતું. હવે તેની ઉમર 30 વર્ષ થઇ ચુકી છે અને તે કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ સિવાય તે ઘણી ટીવી સિરિયલ અને રિયાલિટી શોમાં જોવા મળી છે.

  • રાહુલ ખન્ના (શાહરુખ ખાન):
Image Source

ફિલ્મના લીડ અભિનેતા અને મુખ્ય પાત્ર રાહુલ ખન્ના કે જેના પર કોલેજની દરેક છોકરીઓ મરતી હોય છે, એ શાહરુખ ખાનનો ચાર્મ અત્યારે પણ એવો જ છે, જેવો પહેલા હતો. અત્યારે પણ તેમની ફિલ્મો જોવા માટે તેમના ચાહકો આતુર રહે છે.

  • અંજલિ શર્મા (કાજોલ):
Image Source

ફિલ્મમાં રાહુલની બેસ્ટ ફ્રેન્ડ અને ટોમબોય અંજલિ શર્માને અંતે તો તેનો પ્રેમ મળી જ જાય છે, અંજલીના કિરદારમાં નજરમાં આવેલી કાજોલ અસલ જીવનમાં પણ તેટલી જ બબલી છે. કાજોલ છેલ્લી વાર 2018 માં ‘હેલીકૉપટર ઈલા’ માં જોવા મળી હતી.

  • ટીના મલ્હોત્રા (રાની મુખર્જી):
Image Source

રાની મુખર્જીનો એટલે કે ટીના મલ્હોત્રાનો રોલ ફિલ્મમાં બહુ વધારે ન હતો. પણ નાના એવા સમયમાં જ તેમણે રાહુલની સાથે ચાહકોને પણ દીવાના બનાવી લીધા હતા. રાની મુખર્જી અમુક સમયના બ્રેક પર હતી. પણ દીકરીના જન્મ પછી હવે તે ફિલ્મોમાં પછી આવી ચુકી છે અને હિચકી બાદ હવે તે ફિલ્મ મર્દાની 2માં જોવા મળશે.

  • છોટે સરદારજી (પરઝાન દસ્તુર):
Image Source

ફિલ્મમાં એક ખૂબ જ ક્યૂટ પાત્ર હતું, જે હતું છોટે સરદારજીનું જેને ભજવ્યું હતું, પરઝાન દસ્તુરે, જે આખી ફિલ્મમાં મોટેભાગે તારા ગણતો જ જોવા મળ્યો હતો. હાલ તે ૨૭ વર્ષનો થઇ ગયો છે, અને હજુ પણ પહેલા જેવો જ ક્યૂટ દેખાય છે. તે અભિનયની સાથે જ આસિસ્ટન્ટ ડિરેક્ટર પણ રહી ચુક્યા છે. હાલ તે ફિલ્મોમાં કમબેકની તૈયારીઓમાં લાગી ગયા છે.

  • કર્નલ અલમેડ઼ા (જોની લીવર):
Image Source

ફિલ્મમાં કર્નલ અલમેડ઼ાનું પાત્ર જોની લીવરે ભજવ્યું હતું, જેમને અંજલિની દાદી સાથે મળીને સમર કેમ્પમાં ખુબ ધૂમ મચાવી હતી. જોની લીવરની કોમેડી હાલ પણ બરકરાર છે. તેઓ ઘણા ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે અને દરેકમાં તેઓ પોતાના દર્શકોને ખૂબ જ હસાવે છે.

  • મિસિસ ખન્ના (ફરીદા જલાલ):
Image Source

મિસિસ ખન્ના ખુબ કુલ મમ્મી હતી. તેમણે કેમ્પ મેનેજર અલ્મેડાને પરેશાન કરવામાં ખુબ મજા આવતી હતી. ફરીદા જલાલ 200 થી પણ વધુ ફિલ્મો કરી ચુકી છે. તે ફિલ્મોની સાથે સાથે સાથે ટીવી શો સાથે પણ સક્રિય છે.

  • નીલમ (નીલમ કોઠારી):
Image Source

ફિલ્મમાં રાહુલ અને અંજલીને મળાવવામાં નીલમ શર્માનો પણ બહુ મોટો હિસ્સો રહ્યો છે. નીલમ કોઠારી, એક્ટ્રેસથી જવેલરી ડિઝાઈનર બની ચુકી છે. નીલમે 2011માં એક્ટર સમીર સોની સાથે લગ્ન કર્યા છે. તેમેણે અહાના નામની એક બાળકીને દત્તક લીધી છે.

  • ગીતા કપૂર:
Image Source

ફિલ્મમાં એક ગીત આવે છે, ‘તુજે યાદ ન મેરી આઈ’. આ ગીતમાં તમને એક સુંદર મહિલા જોવા મળી હતી, જે આ ગીત ગાતી દર્શાવવામાં આવી હતી. આ મહિલા કોઈ બીજું નહિ પણ ફેમસ કોરિયોગ્રાફર ‘ગીતા કપૂર’ છે. ગીતા કપૂર, ડાંસ રીયાલીટી શો ‘ડાન્સ ઇન્ડીયા ડાન્સ’ ના ઘણા સીજનમાં નજરમાં આવી ચુકી છે. તેમના સ્ટુડન્ટ્સ તેમને પ્રેમથી ‘ગીતા મા’ કહીને બોલાવે છે.

  • સલમાન ખાન (અમન મેહરા):
Image Source

જો આ ફિલ્મમાં સલમાન ખાનનું પાત્ર ન હોતે તો આ ફિલ્મની વાર્તા આટલી રસપ્રદ જ ન હોતે. સલમાન ખાન હવે તો દબંધ ખાન તરીકે ઓળખાય છે અને હાલ તેમની આગામી ફિલ્મ દબંદ ૩નું શૂટિંગ કરી રહયા છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.