ફિલ્મી દુનિયા

બોલીવુડમાં હજુ એક દિગ્ગજ ડ્રગ્સ કેસના ઝપટે ચડ્યો, નામ જાણીને હોંશ ઉડી જશે

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં લગાતાર ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે એવામાં હાલમાંજ ડ્રગ્સ એન્ગલ સામે આવતા બોલીવુડના ઘણા દિગ્ગ્જ કલાકારોના નામ સામે આવ્યા છે. એવામાં NCB ડ્રગ એન્ગલમાં શામિલ બૉલીવુડ કલાકારોની પુછપરછ કરી રહી છે.

Image Source

અત્યાર સુધીમાં રિયા ચક્રવર્તી પછી અભિનેત્રી રકૂલ પ્રીત સિંહ, શ્રધ્ધા કપૂર, દીપિકા પાદુકોણ, સારા અલી ખાનનું નામ સામે આવી ચૂક્યું છે. એવામાં ડ્રગ એન્ગલની બાબતમાં NCB એ ધર્મા પ્રોડક્શનના નિર્દેશક ક્ષિતિજ રવિ પ્રસાદને પણ સમન મોકલ્યો હતો.

Image Source

મોટાભાગે લોકો આ અભિનેત્રીઓને તો ઓળખે જ છે પણ એ નહિ જાણતા હોય કે આ ક્ષિતિજ રવિ પ્રસાદ કોણ છે? આવો તો જણાવીએ ક્ષિતિજ વિશે.

Image Source

ક્ષિતિજ રવિ પ્રસાદ નવેમ્બર 2019 માં ધર્માં પ્રોડક્શન સાથે જોડાયા હતા અને એગઝીક્યુટીવ પ્રોડ્યુસર તરીકે કામ કરતા હતા. આ સિવાય ક્ષિતિજ બાલાજી ટેલીફિલ્મસાથે પણ કામ કરી ચુક્યા છે.

Image Source

ક્ષિતિજે સ્પાર્ક ક્રિએશન્સ નામની પ્રોડક્શન કંપની બનાવી હતી જેના પછી તેણે ‘ડોલી કિટ્ટી ઔર વો ચમકતે સિતારે’ અને ‘પ્રસાદ’ જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી હતી.

Image Source

સ્પાર્ક ક્રિએશન દ્વારા પ્રોડ્યુસ પહેલી ફિલ્મ ‘જામુન’ હતી. કંપની આજે પણ પ્રોડક્શનને લગતું ઘણું કામ સંભાળી રહી છે. ક્ષિતિજે પોતાનું ડાયરેકટોરીયલ ડેબ્યુ જાહેરાતોનું નિર્દેશન દ્વારા કર્યું હતું.

Image Source

ક્ષિતિજ હાલ દિલ્લીમાં છે માટે તેની સાથેની પુછપરછ NCB પછીના દિવસે કરશે. NCB ડ્ર્સ એન્ગલના મામલામાં અત્યાર સુધીમાં 18 લોકોની ધરપકડ કરી ચુકી છે.

NCB પહેલાથી જ એ કહી ચુકી છે કે તેઓની કોશિશ આ પુરા ચક્રવ્યૂહને તોડવાની છે જેમાં બૉલીવુડ સુધી ડ્રગ્સની સપ્લાઇ કરનારા પૈડલર્સ અને ડ્રગ્સ કંઝ્યૂમ કરનારા સિતારાઓ શામિલ થશે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.