ખબર મનોરંજન

આઇપીએલ દુબઈમાં પત્ની સાથે મોજ કરતો જોવા મળ્યો કૃણાલ પંડ્યા, તસવીરો થી રહી છે વાયરલ

હાર્દિકને પોતાની ધર્મપત્નીની ખુબ યાદ આવી રહી છે અને મોટોભાઈ કૃણાલ મેચની વચ્ચે પત્ની સાથે આમ કરી રહ્યો છે મોજમસ્તી, જુઓ ફોટોગ્રાફ

આઇપીએલનો રોમાન્સ ફરીથી જામી ઉઠ્યો છે અને ક્રિકેટ રસિયાઓ દરેક મેચનો આનંદ ખુબ જ માણી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે આઇપીએલમાં ઘણી વસ્તુઓની ખોટ વર્તાઈ રહી છે તે છતાં દરેક મેચને માણવાનો આનંદ તો મળી જ રહે છે. આ બધા વચ્ચે ક્રિકેટરો પણ પોતાની પત્નીઓ સાથે આઈપીએલમાં મજા માણતા જોવા મળ્યા છે.

Image Source

ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીની પત્ની અભિનેત્રી અનુષ્કા શર્મા જોવા મળી તો સ્પિનર બોલર યજુવેન્દ્ર ચહલની મંગેતર ધનશ્રી પણ ક્રિકેટનો લુપ્ત ઉઠાવતી સ્ટેડિયમમાં નજર આવી હતી. હવે બીજા એક ક્રિકેટર કૃણાલ પંડ્યા પણ પોતાની પત્ની સાથે મોજ કરતા જોવા મળ્યો.

Image Source

પંડ્યા બ્રધર્સમાં ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા તો હાલમાં પોતાની પત્ની અને ઘરે આવેલા નવા મહેમાન તેના અઢી મહિનાના બાળકથી દૂર છે, પરંતુ તેનો ભાઈ કૃણાલ પંડ્યા પોતાની પત્ની સાથે દુબઈની અંદર મોજ કરી રહ્યો છે. જેની કેટલીક તસવીરો પણ સામે આવી છે.

Image Source

કૃણાલ પંડ્યા પોતાની પત્ની પંખુડી શર્મા સાથે હાલમાં દુબઈની અંદર ક્રિકેટ સાથે મીની વેકેશન પણ માણી રહ્યો છે. પંડ્યા બ્રધર્સ આ વર્ષે મુંબઈ ઇન્ડિયનમાં રમી રહ્યા છે અને ત્યાં પોતાનો સુંદર દેખાવ પણ બતાવી રહ્યા છે. જેના કારણે ચાહકો પણ તેમની રમત જોઈને ખુબ જ ખુશ છે.

Image Source

હાલમાં જ કૃણાલ અને પંખુડીએ પોતાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી. જે ખુબ જ વાયરલ પણ થઇ ચુકી હતી. આ તસ્વીરમાં બંને સફેદ રંગના ડ્રેસ પહેરીને બીચ કિનારે એક રેસ્ટોરન્ટમાં નજર આવ્યા હતા.

Image Source

કૃણાલની આ તસ્વીર ઉપર ચાહકો ખુબ જ કોમેન્ટ અને લાઈક કરી રહ્યા છે. તો આઇપીએલના બીજા પણ ખેલાડીઓ જેવા કે પોલાર્ડ, કે.એલ. રાહુલ, શિખર ધવન અને સૂર્ય કુમાર યાદવ પણ પોતાનું રિએક્શન આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Krunal Pandya (@krunalpandya_official) on

કૃણાલ પંડ્યાની પત્ની પંખુડી પણ કોઈ સ્ટારથી કમ નથી. સોશિયલ મીડિયામાં તેની પણ ઘણી તસવીરો વાયરલ થતી રહે છે. ઇન્સ્ટાગ્રામ ઉપર પણ તેના લાખો ફોલોઅર્સ છે.

Image Source

કૃણાલ પંડ્યાએ 2017માં ઇવેન્ટ મેનેજર પંખુડી શર્મા સાથે લગ્ન કર્યા હતા. આ બંનેની લવ સ્ટોરી પણ કોઈ ફિલ્મથી કમ નથી. કૃણાલને પંખુડી સાથે કામ કરવા માટે એક કોલ આવ્યો હતો. સાથે જ પંખુડીની એક તસ્વીર પણ આવી હતી. તસ્વીર જોઈને જ કૃણાલ તેના માટે પાગલ બની ગયો હતો. તો પંખુડીને પણ તે પહેલી મુલાકાતમાં જ ગમી ગયો.

Image Source

બે વર્ષ સુધી એક બીજાને ડેટ કર્યા બાદ, કૃણાલ પંડ્યાની ટિમ મુંબઈ ઇંડિયન્સ દ્વારા જયારે આઇપીએલ જીતવામાં આવી ત્યારે તેને પ્રપોઝ કર્યું હતું. આ બનેંના લગ્ન મુંબઈની જુહુ સ્થિત જેડબ્લ્યુ મેરીયેટ હોટેલમાં થયા હતા. તેમાં સચિન તેંડુલકર, અમિતાભ બચ્ચન સાથે નીતા અંબાણી અને તેમનો દીકરો પણ હાજર રહ્યા હતા.