ખબર

શું 15 જૂન ફરીથી દેશ થશે લોકડાઉન ? જાણો શું છે વાયરલ મેસેજનું સત્ય

કોરોનાના વધતા કેસને લઈને સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. અનલોક-1જાહેર કરવામાં આવ્યું છે. દેશને અનલોક કર્યા બાદ દેશમાં કોરોનાનો આંકડો 298,283 પહોંચી ગયો છે.

Image source

તો હાલમાં જ એક મેસેજ વાયરલ થયો છે કે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન વધવાની તૈયારી કરી રહી છે. આ વાયરલ મેસેજ પ્રમાણે મોદી સરકાર દેશભરમાં 15 જૂનથી સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવશે.ટ્રેન તથા વિમાની સેવા પર પ્રતિબંધ આવી જાય તેવી સંભાવના છે. એક રાષ્ટ્રીય ટીવી ચેનલના લોગો સાથે ચેનલે સમાચાર પ્રસારિત કર્યા હોય એ રીતની તસવીર બનાવીને આ મેસેજ વાયરલ કરાઈ રહ્યા છે.

રત સરકારના પ્રેસ ઈન્ફર્મેશ બ્યુરો (પીઆઈબી)ના ફેક્ટ ચેક દ્વારા સ્પષ્ટતા કરાઈ છે કે, આ સમાચાર તદ્દન ખોટા છે. પીઆઈ ફેક્ટ ચેક દ્વારા ટ્વિટ કરીને સ્પષ્ટતા કરવામાં આવી છે.જો કે આ વાત તદ્દન ખોટી છે અને આ મેસેજ ફેક ન્યૂઝ છે.

Image Source

આ મેસેજ મોટા પ્રમાણમાં વાયરલ થતાં લોકોમાં ગભરાટનો માહોલ હરતો પણ ભારત સરકાર દ્વારા સ્પષ્ટતા કરીને લોકોનો ગભરાટ દૂર કરવામાં આવ્યો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.