ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની પત્ની અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. નતાશાએ હાલમાં જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે.
View this post on Instagram
નતાશાની આ તસવીરમાં હાથમાં ગુલાબ જોવા મળી રહ્યુ છે. નતાશાની આ તસવીર પર ખેલાડી અને હાર્દિક પંડ્યાના ખાસ મિત્ર કે.એલ.રાહુલે મજેદાર કમેન્ટ કરી છે.

હાર્દિક પંડ્યા આ સમયે પત્ની અને દીકરા સાથે અમદાવાદમાં છે. એક બાજુ હાર્દિક પંડ્યા મેચ માટે ખૂબ મહેનત કરી રહ્યા છે અને બીજી બાજુ તેમની પત્ની નતાશા હોટલમાં એન્જોય કરતી જોવા મળી રહી છે.

નતાશા સ્ટેનકોવિકની આ તસવીરને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને કમેન્ટોનો વરસાદ વરસાવી રહ્યા છે. નતાશાની આ તસવીરને 3 લાખથી પણ વધુ લાઇક્સ અત્યાર સુધીમાં મળી ચૂકી છે.

નતાશાની આ તસવીર તેમના પતિ હાર્દિકે નહિ પરંતુ કે એલ રાહુલે ક્લિક કરી છે. નતાશાની આ તસવીર પર રાહુલે કમેન્ટ કરતા લખ્યુ કે, ‘તમે આ માટે મારો પછીથી આભાર માની શકો છો.’
તમને જણાવી દઇએ કે, તેમણે કમેન્ટમાં એ પણ લખ્યુ છે કે, “ફોટો ક્રેડિટ કે.એલ.રાહુલ”

નતાશાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તેણે ફિલ્મ “સત્યાગ્રહ”થી ડેબ્યુ કર્યુ હતું. આ ફિલ્મને પ્રકાશ ઝાએ ડિરેક્ટ કરી હતી. નતાશા બિગબોસ અને નચ બલિયે જેવા ટીવી શોમાં પણ જોવા મળી છે.

નતાશાએ વર્ષ 2020માં હાર્દિક પંડ્યા સાથે લગ્ન કર્યા હતા. તેઓને એક દીકરો અગસ્ત્ય પણ છે.