ખૂબ જ ખાસ રીતે કિંજલ દવેએ સેલિબ્રેટ કર્યો વેલેન્ટાઇન ડે…તસવીરો જોઇ ચાહકો થઇ જશે દીવાના

વેલેન્ટાઇન ડેના દિવસે કિંજલ દવેએ કર્યુ એવું કે ચારેકોર થઇ ગઇ વાહ વાહ…જોઇ લો તમે પણ

કિંજલ દવેએ વેલેન્ટાઇન ડે પર શેર કરી ખાસ તસવીરો, રેડ-ગ્રીન આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી લોકગાયિકા: હાલમાં જ 14 ફેબ્રુઆરીએ પ્રેમનો દિવસ એટલે કે વેલેન્ટાઇન ડે હતો. આ ખાસ અવસર પર ઘણા લોકોએ તેમના ગમતા વ્યક્તિને પ્રપોઝ કર્યુ તો ઘણા લગ્નના બંધનમાં બંધાયા. જો કે, આ દિવસને ગુજરાતની કોકિલકંઠી કિંજલ દવેએ અલગ જ અંદાજમાં સેલિબ્રેટ કર્યો. આ વખતે 14 ફેબ્રુઆરીએ વસંત પંચમી પણ હતી, ત્યારે આ દિવસે કિંજલ દવેએ માતાજીની પૂજા અર્ચના કરી અને ચાહકોને વસંત પંચમી શુભકામનાઓ પાઠવી.

કિંજલ દવેએ ત્રણ તસવીરો શેર કરી છે જેમાં તે રેડ અને ગ્રીન સુટમાં જોવા મળી રહી છે. આ લુકમાં કિંજલ ખૂબ જ સુંદર લાગી રહી છે. કિંજલે આ તસવીરો શેર કરી કેપ્શનમાં લખ્યુ- એક બે ગુલાબથી કામ નહીં ચાલે કારણ કે અમેતો કોઈ વેલેન્ટાઈન ડે નથી માનવી રહ્યા હો વાલા. પાનખર ઋતુને મારા જીવનમાંથી જાકારો આપી ને જેમણે આખે આખી વસંત ઋતુને ઉભી કરી છે એવી મારી માં ભગવતી ચેહરની આજે જન્મ જયંતિ છે એટલે હજારો ગુલાબ પણ ઓછા પડશે હો મન મોટું રાખીને તમે શણગાર કરજો વાલા. માના ભક્તોને વસંત પંચમી શુભકામનાઓ…

જણાવી દઇએ કે, હાલમાં જ થોડા સમય પહેલા કિંજલ દવે તેના લોકપ્રિય ગીત ‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ને લઇને ચર્ચામાં હતી, જેનો કેસ કોર્ટમાં કોપીરાઇટને લઇને ચાલી રહ્યો હતો. જો કે, કિંજલને કોર્ટમાંથી મોટી રાહત મળી હતી. ચાર ચાર બંગડીવાળી ગીત મામલે જે કોર્ટ કેસ ચાલી રહ્યો હતો, તેમાં કિંજલ દવેની જીત થઈ હતી.

સિવિલ કોર્ટમાં રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ આ ગીત પર કૉપીરાઇટ ક્લેમ સાબિત કરી શક્યું નહીં અને એટલે કોર્ટે કિંજલ દવે સામે કરવામાં આવેલ કેસને રદ્દ કરી દીધો. આ ગીત પર જે રોક કોર્ટે લગાવી હતી તે પણ હટાવી દીધી છે એટલે કે હવે કિંજલ આ ગીતને ગાઇ શકે છે.

Shah Jina