રાજભા ગઢવીએ પોતાના કાર કલેક્શનમાં ઉમેરી લાખો રૂપિયાની રોયલ ફોર્ચ્યુનર કાર, તસવીરો આવી સામે, જુઓ
Rajbha Gadhvi’s New Fortuner Car : ગુજરાતની ધરતી પર ઘણા બધા ડાયરા કલાકારો અને ગાયકો થઇ ગયા છે અને તેમને ગુજરાતમાં ખુબ જ નામ અને કીર્તિ પણ મળે છે. ઘણા કલાકારો તો એવા છે જે પોતાના એક કાર્યક્રમ માટે લાખો રૂપિયા લેતા હોય છે અને તેમના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ પણ ઉમટી પડતું હોય છે. ત્યારે એવા જ એક કલાકાર છે રાજભા ગઢવી. જેમના ચાહકો ગુજરાતમાં જ નહિ પરંતુ દુનિયાભરમાં ફેલાયેલા છે.
રાજભા ગઢવીએ ખરીદી કાર :
રાજભા ગઢવી ગુજરાતમાં જ નહિ પરંતુ ગુજરાતની બહાર અને વિદેશોમાં પણ ઘણા કાર્યક્રમો કરો છે અને આ કાર્યક્રમો દ્વારા તેઓ લાખો રૂપિયાની કમાણી પણ કરતા હોય છે. છતાં રાજભા ગઢવી જમીન સાથે જોડાયેલ માણસ છે અને તેમનું વ્યક્તિત્વ લાખો લોકોને પસંદ પણ આવતું હોય છે. તેઓ અવાર નવાર તેમના સોશિયલ મીડિયા દ્વારા ગીરની અને પોતાની વાડીની ઝાંખી પણ બતાવતા હોય છે.
તસવીરો કરી શેર :
ત્યારે હાલ રાજભા ગઢવીએ પોતાના સોશિયલ મીડિયામાં કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તેઓ પોતાના ઘરમાં એક નવી કારનું સ્વાગત કરતા જોવા મળી રહ્યા છે. રાજભા ગઢવીએ ફોર્ચ્યુનર કાર ખરીદતી તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે અને આ તસ્વીરોની સાથે તેમને કેપશનમાં “ન્યુ એડેડ” લખ્યું છે.
દીકરાએ લીધી કારની ચાવી :
રાજભા દ્વારા શેર કરવામાં આવેલી આ તસ્વીરોમાં રાજભા નજર નથી આવી રહ્યા પરંતુ તેમનો દીકરો ભવ્યરાજ ગઢવી કારની ચાવી સ્વીકારતો જોવા મળી રહ્યો છે. રાજભા દ્વારા તસવીરો શેર કરવામાં આવતા જ ચાહકો તેમને શુભકામનાઓ આપવા માટે મોટી સંખ્યામાં આવી ગયા. રાજભા દ્વારા શેર કરેલી આ તસવીરોને અત્યાર સુધીમાં 56 હજારથી પણ વધારે લોકો લાઈક કરી ચુક્યા છે.
ખુબ જ શાનદાર છે ફોર્ચ્યુનર :
રાજભા ગઢવીએ ફોર્ચ્યુનરનું ક્યુ મોડલ ખરીદ્યુ છે તે હજુ સામે નથી આવ્યું, પરંતુ તસ્વીરોમાં સફેદ રંગની ફોર્ચ્યુનર ખુબ જ શાનદાર દેખાઈ રહી છે. તમને જણાવી દઈએ કે રાજભા ગઢવીએ પોતાના મહેનતના દમ પર આ મુકામ હાંસલ કર્યું છે. આજે રાજભા ખુબ જ મોટું નામ બની ગયા છે. સાથે જ તેઓ વિશાળ ફેન ફોલોઇંગ પણ ધરાવે છે અને કોઈપણ મુદ્દા પર તે અવાર નવાર ખુલીને વાત પણ કરે છે.