સરફરાઝની ડેબ્યુ પારી જોઇ પત્ની થઇ ફિદા, ક્રિકેટરને ગળે લગાવી ખૂબ રડી- આપી ફ્લાઇંગ કિસ

ક્રિકેટર પતિ સરફરાઝ ખાનના ધાંસૂ પરફોર્મન્સથી એટલી ખુશ થઇ ગઇ પત્ની કે બુરખો હટાવી આપી દીધી ફ્લાઇંગ કિસ- જુઓ

યુવા બેટ્સમેન સરફરાઝ ખાનને આખરે ભારત માટે ડેબ્યૂ કરવાની તક મળી. સરફરાઝ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝની ત્રીજી મેચમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ છે. તેણે પહેલી જ મેચમાં તેનું શાનદાર પ્રદર્શન આપ્યુ. સરફરાઝ ખાન ભારતનો 311મો ટેસ્ટ ખેલાડી બની ગયો છે. આ ખાસ પ્રસંગે સરફરાઝ ખાનના પિતા અને પત્ની રોમાના રાજકોટ પહોંચ્યા હતા. આ દરમિયાન બુરખામાં મેદાન પર પહોંચેલી સરફરાઝની પત્નીએ લાઈમ લાઈટની ચોરી લીધી હતી.

સરફરાઝ ખાનની તેની પત્ની રોમાના સાથેની ભાવનાત્મક પળો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સરફરાઝ ખાનના પિતા નૌશાદ ખાન અને તેમની પત્ની રોમાના ઝહૂર બંને ક્રિકેટના મેદાન પર ખૂબ જ ભાવુક દેખાતા હતા. નૌશાદ ખાને સરફરાઝની ટેસ્ટ કેપને પ્રેમથી ચુંબન કર્યું અને પુત્રને ગળે લગાવીને ખૂબ જ ભાવુક થઈ ગયા. આ પછી સરફરાઝની પત્ની રોમાના ઝહૂર પણ મેદાનમાં રડી પડી હતી.

સરફરાઝે મેદાન પર પત્નીને ગળે લગાવી અને તેના આંસુ પણ લૂછ્યા. કપલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સરફરાઝ ખાનના ધાંસૂ પર્ફોર્મન્સ બાદ કેપ્ટન રોહિત શર્મા પણ ખુશ થઇ ગયો અને તેણે તેની પીઠ પણ થપથપાવી. આ ઉપરાંત તેની પત્નીએ તો ખુશ થઈને બુરખો હટાવી તેને ફ્લાઈંગ કિસ પણ આપી અને તાળીઓ પણ પાડી.

રીપોર્ટ્સ અનુસાર, ક્રિકેટર સરફરાઝ ખાનની પત્ની રોમાના ઝહૂર બીએસસીની વિદ્યાર્થીની છે. બંનેના લગ્ન 6 ઓગસ્ટ 2023ના રોજ થયા હતા. સરફરાઝ અને રોમાનાના લગ્ન કાશ્મીરમાં થયા હતા. સરફરાઝ ખૂબ જ ખુશ હતો કે તેના લગ્ન ખીણમાં થયા હતા. સરફરાઝ ખાને તેના લગ્ન પર કહ્યું, “ભગવાને નક્કી કર્યું હતું કે મારે કાશ્મીરમાં લગ્ન કરવાના છે. મને અહીં ઘણો પ્રેમ મળ્યો છે અને જ્યારે પણ સમય મળશે હું અહીં આવીશ.”

સરફરાઝ ખાનને પહેલી જ મુલાકાતમાં રોમાના ઝહૂર પસંદ આવી ગઇ હતી. એકવાર રોમાના સરફરાઝના પિતરાઈ ભાઈ સાથે મેચ જોવા આવી હતી. આ દરમિયાન બંને મળ્યા અને લગ્ન કરવાનો નિર્ણય લીધો. રોમાનાની ક્રિકેટર સાથેની પહેલી મુલાકાત બાદ તેણે તરત જ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. સરફરાઝના પિતરાઈ ભાઈની સલાહ પર રોમાના પરિવારે સરફરાજના પરિવારને લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો. બંનેના પરિવારજનો આ માટે રાજી થયા અને પછી બંનેએ લગ્ન કરી લીધા.

Shah Jina