પારિવારિક મૂલ્યો અને સંબંધોની મીઠાશ લઈને આવેલી ગુજરાતી ફિલ્મ “વેનીલા આઈસ્ક્રીમ” શા કારણે જોવી જોઈએ ? જુઓ ફિલ્મ રીવ્યુ

સંયુક્ત રીતે રહેતા પરિવારનો માળો એક દીકરાના લગ્ન બાદ કેવી રીતે વિખેરાય છે તેની આંખો ભીંજવી દેતી વાત લઈને આવેલી ફિલ્મ “વેનીલા આઈસ્ક્રીમ”નો સચોટ ફિલ્મ રીવ્યુ

Vanilla Ice Cream Movie Review : જ્યારે કોઈ ફિલ્મના કલાકારોમાં મલ્હાર ઠાકરનું નામ હોય ત્યારે દર્શકોમાં એક અલગ જ પ્રકારની ઉત્તેજના અને અપેક્ષા હોય છે. જો તમે પણ “છેલ્લો દિવસ” અથવા “શું થયું ?” અથવા “3 એક્કા” વાળા મલ્હારને જોવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ મૂવી તમને નિરાશ કરી શકે છે. પરંતુ જો તમે મલ્હાર ઠાકરના સાચા ફેન છો અને મલ્હારને અલગ-અલગ અવતારમાં જોવાનું પસંદ કરો છો, તો તમને આ ફિલ્મ ગમશે. જો કે અમુક દ્રશ્યોમાં ટિપિકલ મલ્હાર જોઈ શકાય છે, પરંતુ આ ફિલ્મમાં મલ્હારનું કામ તેની ઈમેજથી અલગ છે.

 શું છે ખાસ ? :

તમને જણાવી દઈએ કે આ એક ઘર ઘર કી કહાની છે, પરંતુ તમે ફિલ્મના આખા પ્લોટથી કંટાળશો નહિ. વાર્તા પરિવારના પાંચ સભ્યો વચ્ચેના સાસુ-વહુના સંબંધોની આસપાસ ફરે છે. જે ખૂબ જ સુંદર રીતે સ્ક્રીન પર દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં ઘણા ટ્વિસ્ટ અને ટર્ન્સ છે જે તમને છેલ્લે સુધી સીટ ઉપર બેસાડી રાખશે.

ફિલ્મના દૃશ્યો :

ફર્સ્ટ હાફ ઘણો મજેદાર રહ્યો. ઈન્ટરવલ પહેલાનો હાફ સ્ક્રીન પર લખેલી કવિતા જેવો લાગે છે. અર્ચન ત્રિવેદીના મોંમાંથી નીકળતા સંવાદ અને દાદાની આંખમાંથી ન નીકળે તેવા સંવાદ આ ફિલ્મને અલગ બનાવે છે. આ ફિલ્મની સાદગી એ તેનો મુદ્દો છે. ઇન્ટરમિશન પહેલા અને પછીની સિનેમેટોગ્રાફી અને કેટલાક દ્રશ્યો તમને ખૂબ જ શાંત લાગણી આપશે, પરંતુ તમને તે જોવાની મજા આવશે.

પારિવારિક વાર્તા :

જો કે, ઇન્ટરમિશન પછી, મૂવી થોડી સ્લો થાય તેવું લાગતું હતું. તેનું કારણ છે કે હાફ ટાઈમ પહેલા બેન્ચમાર્ક સેટ થઇ જાય છે. દિગ્દર્શક અને લેખક પ્રીત ગોહિલે ફિલ્મ એકદમ સુંદર રીતે દર્શાવી છે જે તમને જોવામાં પણ ખુબ સુંદર લાગશે. પરિવારના હસતા-રમતા અને પરિવારની પળોના દ્રશ્યો આનંદથી ભરેલા છે.

અભિનય :

ફિલ્મમાં એક્ટિં ની વાત કરીએ તો મલ્હારનો રોલ થોડો નાનો છે પરંતુ એક્ટિંગ ખુબ સરસ કરી છે. યુક્તિ રાંદેરિયાનું પાત્ર, કોમલ અને અને વંદના પાઠકનું પાત્ર, તેમની સાસુનું તમને ખુબ જ રિલેટેબલ લાગશે. તેના સિવાય પેહલા પણ જણાવ્યું તેમ અર્ચન ત્રિવેદીના ડાયલોગ્સ ખુબ જ સુંદર અને હૃદય સ્પર્શી છે. પરંતુ ફિલ્મની મેન હાઈલાઈટ સતીશ ભટની દાદા તરીકેની એક્ટિંગ છે. ના બોલીને પણ તેમણે આંખોથી એક્ટિંગ કરી છે તે ખુબ જ પ્રશંસનીય છે.

સંગીત :

ફિલ્મની બીજી હાઈલાઈટ તેનું સંગીત છે. ફિલ્મના ગીતો ભલે તમને મોઢે નહિ ચઢે, પરંતુ ફિલ્મનું બેકગ્રાઉન્ડ સ્કોર ફિલ્મની વાર્તા સાથે ખુબજ સુંદર રીતે સેટ કર્યું છે. સિદ્ધાર્થ ભાવસારે ઘણું વખાણવા લાયક કામ કર્યું છે.

સારાંશ :

સારાંશમાં કહીએ તો, જો તમે કોઈ અલગ પ્રકારની મૂવી જોવા માંગતા હોવ, તમે એવી મૂવી જોવા માંગો છો જે ફેમેલી ફ્રેન્ડલી અને શાંતિનો અહેસાસ કરાવે, જો તમને દક્ષિણી કન્ટેન્ટવાળી ફિલ્મો ગમતી હોય, તો તમને આ ફિલ્મ ગમશે.

અમદાવાદ ખાતે આ ફિલ્મના પ્રીમિયર શો નું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતી ફિલ્મઇન્ડસ્ટ્રીના સીતારાઓના જમાવડાથી સજી ગઈ હતી મહેફિલ. વીડિયોમાં જુઓ કેવો હોય છે ગુજરાતી ફિલ્મ નો પ્રીમિયર શૉ.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Parag Patidar