અનુપમ ખેરે કાંસકો વેચવાવાળા પાસેથી ખરીદ્યો 400 રૂપિયાનો કાંસકો, દિલ જીતી લેશે વીડિયો
બોલિવુડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે અને અવાર નવાર વીડિયો પણ શેર કરતા રહે છે. ત્યારે હાલમાં જ 15 ફેબ્રુઆરીએ તેમણે રસ્તા પર કાંસકો વેચનાર એક વૃદ્ધ વ્યક્તિ સાથે વાત કરી. અભિનેતાએ રમૂજી રીતે પોતાની મજાક ઉડાવી અને કહ્યુ કે તેમને કાંસકાની જરૂર નથી, પરંતુ જ્યારે કાંસકો વેચનારએ તેમને કહ્યું કે તેનો જન્મદિવસ છે, ત્યારે અમુપમ ખેરે કાંસકો ખરીદવાનું નક્કી કર્યું.
અનુપમ ખેરે ખરીદ્યો 400 રૂપિયાનો કાંસકો
અનુપમ ખેરે શેર કરેલ આ વીડિયો ખુબ જ રમુજી છે. વીડિયો શેર કરતી વખતે અનુપમ ખેરે લખ્યું, ‘બાલ્ડ અને બ્યુટીફુલ ! મુંબઈમાં રમુજી એન્કાઉન્ટર: રાજુ મુંબઈના રસ્તાઓ પર કાંસકો વેચે છે, મારી પાસે કાંસકો ખરીદવાનું કારણ કોઇ કારણ નથી, પણ પણ આજે તેનો જન્મદિવસ હતો અને તેણે એવું કહ્યુ કે જો હું એક ખરીદું તો તેના બધા કાંસકા વેચાઇ જશે. મને ખાતરી હતી કે તેણે તેના જીવનમાં વધુ સારા દિવસો જોયા હશે.
લખ્યુ- BALD AND BEAUTIFUL
તેમનું સ્મિત હકારાત્મક અને પ્રેરણાદાયક હતું. જો તમે તેને ક્યારેય જુઓ તો કૃપા કરીને તેનો કાંસકો ખરીદો. તમારા વાળ હોય કે ન હોય તેનાથી કોઈ ફરક પડતો નથી. તે તેના સરળ સ્વભાવથી તમારો દિવસ ઉજ્જવળ કરશે. અનુપમ ખેરે રાજુને કાંસકો માટે 400 રૂપિયા આપ્યા, જેનાથી કાંસકો વેચનારના ચહેરા પર મોટું સ્મિત આવી ગયું.
View this post on Instagram