ખબર

6 વર્ષના માસૂમની તસ્વીર થઇ રહી છે વાયરલ, જાણો શા માટે એક હાથમાં 10 રૂપિયા અને બીજા હાથમાં મરઘીનું બચ્ચું છે…

બાળકો ખરેખર ખૂબ જ નિર્દોષ અને સ્વચ્છ મનના હોય છે, તેઓ પોતાની ભૂલને સહજતાથી સ્વીકારી લે છે અને ભુલન સુધારવાની કોશિશ પણ કરતા હોય છે, સાથે જ તેઓ એવી વાતો પણ શીખવી જાય છે કે જે આપણે વિચારી પણ ન હોય. આ જ વાત આજે બધા જ લોકોના હોઠ પર છે. સોશિયલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થઇ રહી છે, જેમાં મિઝોરમનો એક માસૂમ બાળક પોતાના એક હાથમાં મરચીનું બચ્ચું અને એક હાથમાં 10 રૂપિયાની નોટ લઈને ઉભો છે.

Image Source

વાત એમ છે કે સાયકલ ચલાવતા વખતે આ બાળકની સાયકલ નીચે એક મરઘીનું બચ્ચું આવી ગયું હતું. બચ્ચાને ઘાયલ જોઈને આ બાળકનું દિલ દુઃખી થઇ ગયું અને તેને પોતાની ભૂલનું ભાન થયું. એ તરત જ એ ઘાયલ બચ્ચાને લઈને હોસ્પિટલ ગયો. એવું કહેવામાં આવે છે કે બાળકે હોસ્પિટલ પહોંચીને ડોક્ટરને કહયું કે આ પૈસા લઇ લો અને આ બચ્ચાનો ઈલાજ કરી દો.

Sanga Says નામના એક ફેસબૂક યુઝરે પોતાના પેજ પર આ વાત શેર કરતા લખ્યું ‘મિઝોરમના સૈરંગના આ બાળકના સાયકલ નીચે પડોશીની મરઘીનું બચ્ચું આવી ગયું હતું. આ પછી આ બાળક એક હાથમાં પૈસા અને બીજા હાથમાં મરઘીના બચ્ચાને લઈને મદદ માટે હોસ્પિટલ પહોંચ્યો હતો. આ દ્રશ્ય જોઈને એ જ સમયે હું હસી પણ રહ્યો છું અને રડી પણ રહ્યો છું.’

આ પોસ્ટ ખૂબ જ વાયરલ થઇ રહી છે. સાચા અર્થમાં આ બાળકની નિર્દોષતા અને સારી ભાવનાએ દરેકનું હૃદય જીતી લીધું છે. માહિતી અનુસાર, આ 6 વર્ષના બાળકનું નામ ડેરેક છે. આ સારા કામ માટે ડેરેકને તેની શાળાએ સન્માનિત પણ કર્યો છે. તેને બધાને જ આજે માણસાઈનો પાઠ ભણાવ્યો છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks