બોની કપૂર એ શ્રીદેવી ની લાડલી જાહ્નવી કપૂર તો ચર્ચામાં રહે છે. પરંતુ હવે ખુશી કપૂર પણ કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. ખુશીએ હજુ સુધી બોલીવુડમાં ડેબ્યુ નથી ર્ક્યું પરંતુ લાગી રહ્યું છે કે, તે જલ્દી જ બોલીવુડમાં ડેબ્યુ કરશે. જાહ્નવી કપૂર બોલીવુડમાં ના હોવા છતાં પણ લાઇમલાઇટમાં રહે છે.
View this post on Instagram
ખુશી કપૂર તેની ફેશન સ્ટાઇલને લઈને જાણવામાં આવે છે. આજકાલ સોશિયલ મીડિયામાં ખુશી કપૂરનો એક વિડીયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં ખુશી કપૂર ઘણી ખુશખુશાલ નજરે આવી રહી છે.
View this post on Instagram
વાયરલ થયેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ખુશી કપૂર આવતા જ લોકો તેનો વિડીયો બનાવવાનું શરૂ કરી દે છે. આ દરમિયાન ખુશી ઘણી હસતી જોવા મળે અને ફોટોગ્રાફરને કહે છે કે, તમે પાછા આવી ગયા. આ સવાલના જવાબમાં ફોટોગ્રાફર તેને પૂછે છે કે કેમ છો ? તો ખુશીએ જવાબમાં જણાવ્યું હતું કે, હું તો ઠીક છું તમે કેમ છો. ખુશીનો અંદાજ ફેન્સને બહુ જ પસંદ આવી રહ્યો છે.
View this post on Instagram
જણાવી દઈએ કે, ખુશી કપૂર ક્યાંક ને ક્યાંક તો સ્પોટ થતી રહે છે. થોડા દિવસ પહેલા ખુશી કપૂર બાંદ્રાના ફેમસ ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની ઓફિસની બહાર સ્પોટ થઇ હતી. આ દરમિયાન ખુશીએ બેઝ કલરની બોડીકૉન ડ્રેસ પહેર્યો હતો. ખુશીની આ લુકની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.
View this post on Instagram
છેલ્લા ઘણા સમયથી મીડિયામાં ખબર આવતી રહે છે કે તે જલ્દી જ બોલીવુડમાં ડેબ્યુ કરશે. પરંતુ હજુ સુધી તેને બોલિવુડમાં ડેબ્યુ નથી કર્યું. બોલીવુડના ડેબ્યુને લઈને ખુશીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, લોકો મારા વિષે વાત કરે છે કે હું કયારે બોલીવુડમાં ડેબ્યુ કરીશ. આ વાત મને સારી લાગે છે, આ સાંભળીને મજા આવે છે. પરંતુ હું હજુ સ્કૂલમાં છું તો મેં આ વિષે વિચાર્યું છે પણ હમણાં કંઇ નહીં.
View this post on Instagram
ખુશી કપૂર સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે. તે તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.
View this post on Instagram
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.