ફિલ્મી દુનિયા

સુશાંત સિંહના ઘરે પહોંચ્યા ખેસારી લાલ યાદવ અને અક્ષરા સિંહા, દિવંગત અભિનેતાના પિતાને મળીને ભાવુક થઇ અભિનેત્રી

બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનથી દરેક કોઈ શૌક્માં છે. આટલા પ્રભાવશાળી અભિનેતાનું આવું અચાનક આવી રીતે ચાલ્યું જવું દરેક કોઈની આંખોમાં આંસુ આપી ગયું. બોલીવુડની સાથે સાથે ભોજપુરી ઇન્ડસ્ટ્રી પણ સુશાંતના નિધનથી દુઃખી છે. એવામાં તાજેતરમાં જ ભોજપુરી અભિનેતા અને બિગ બોસ ના કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલા ખેસારી લાલ યાદવ અને અભિનેત્રી અક્ષરા સિંહા સુશાંતના પટના સ્થિત ઘરે પરિવારને મળવા માટે પહોંચ્યા હતા.

Image Source

અક્ષરા સિંહાએ તેના ઘરે પહોંચીને સુશાંતને શ્રદ્ધાંજલિ આપી હતી, અને તેના પિતાની મુલાકાત પણ કરી હતી. આ દરમિયાન અક્ષરાની આંખો આંસુથી ભરેલી જોવા મળી હતી. અક્ષરાએ કહ્યું કે એક ખુબ સારો વ્યક્તિ ચાલ્યો ગયો. સુશાંતને ગુમાવવાનું દુઃખ દરેક કોઈને છે.

Image Source

અક્ષરા સિંહાના સિવાય ખેસારી લાલ યાદવ પણ તેના ઘરે પહોંચીને પરિવારની મુલાકાત કરી હતી. આ દરમિયાન ખેસારી લાલે સુશાંતના પિતાનું દર્દ સમજતા તેને સાંત્વના આપી હતી. ખેસારીએ આ મુલાકાતની તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

Image Source

મીડિયા સાથે વાતચીતના દરમિયાન ખેસારી લાલ યાદવે કહ્યું કે બધાને ખબર જ છે કે બોલીવુડમાં શું થાય છે. આ કોઈ નવી વાત નથી. હજી આ મામલા પર જાંચ ચાલી રહી છે માટે હું કોઈપણ પ્રતિક્રિયા આપવા નથી માગતો. લોકોને જો આ ગુસ્સો પહેલા આવી ગયો હોત તો આજે સુશાંત આપણી વચ્ચે હોત.

Image Source

આ સિવાય અભિનેતા અને સિંગર પવન સિંહ પણ સુશાંતના ઘરે તેના પરિવારને સાંત્વના આપવા માટે પહોંચ્યો હતો.પવન સિંહે કહ્યું હતું કે, તે બિહારનો લાલ હતો, જેણે પોતાની મહેનતના દમ પર બોલીવુડમાં નામના મેળવી અને બિહારનું ગૌરવ વધાર્યું હતું. તેના જવાથી મને ખુબ દુઃખ થયું છે.”

Image Source

સુશાંતે મુંબઈ સ્થિત પોતાના ઘરે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. 15 જૂનના રોજ તેનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતુ, જેના પછી પટનામાં ગંગા નદીમાં તેની અસ્થિઓ વિસર્જિત કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Akshara Singh (@singhakshara) on

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.