કેમ લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનના પગ દબાવે છે ? આ છે કારણ.. દરેક વ્યક્તિએ વાંચવું

0

👉🏻શાસ્ત્ર પ્રમાણે સ્ત્રીઓ પુરુષોના પગ દબાવે છે ત્યારે શું થાય છે?

લક્ષ્મીનારાયણ નો ફોટો આપણે જોઈએ ત્યારે લાગે કે લક્ષ્મીજી હંમેશા નારાયણના ચરણ કમળ ઉપર તેમના પગ દબાવતા જોવા મળે છે…

આપણા સમાજમાં પણ ક્યાંક ને ક્યાંક એવી પ્રણાલી હોય છે કે પુરુષની સેવા સ્ત્રીઓ કરતી હોય છે.. હંમેશા પુરૂષોનું ધ્યાન રાખતી હોય છે… જ્યારે આખા દિવસના થાક્યાપાક્યા પુરુષ ઘરે આવે.. ત્યારે તેમની અલગ અલગ રીતે સેવા કરતી હોય છે…
જેમ કે પુરુષ ઘરે આવે ત્યારે પાણી આપે છે… તેમની માટે ચા-પાણી તૈયાર રાખે છે… નહાવા જાય ત્યારે તેના માટેના કપડાં તૈયાર રાખે છે.. પુરુષ જ્યારે બીમાર પડે ,ત્યારે તેની પાછળ ને પાછળ સ્ત્રી આખી આખી રાત જાગતી હોય છે…

જેવી રીતે ભગવાન વિષ્ણુના ચરણ કમળ ઉપર લક્ષ્મીજી બિરાજમાન છે… તેવી જ રીતે જ્યારે કોઈ સ્ત્રી પોતાના પુરુષ ના પગ દબાવે છે ત્યારે ઘરમાં લક્ષ્મીનું આગમન નિશ્ચિત છે…. કારણ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર , પુરુષને ઘૂંટણથી લઈને પાની સુધીની જગ્યા શનિની હોય છે… અને સ્ત્રીઓના કાંડાના ભાગમાં શુક્ર હોય છે… એનો મતલબ એવો થયો કે શુક્ર ની અસર શની ઉપર પડે છે… જ્યોતિષશાસ્ત્ર મુજબ , આ યોગ થી ખૂબ ધનની પ્રાપ્તિ થાય છે…
એટલા માટે જ કદાચ વર્ષોથી પ્રણાલી ચાલતી આવે છે કે સ્ત્રીઓ પોતાના પુરુષ ના પગ દબાવતી હોય છે..

પણ એનો મતલબ એવો નથી કે આ આર્ટીકલ ખાલી સ્ત્રીઓને બતાવવા માંટે છે…

સ્ત્રીઓ પણ જ્યારે બીમાર પડે છે, જ્યારે પુરુષ પણ એ જ રીતે સેવા કરતાે હોય છે.. તેમને મદદ કરતા હોય છે…

આથી સ્ત્રીઓ તો બધુ કરે જ છે પરંતુ પુરુષોએ પણ સ્ત્રીઓને બધી જ રીતે મદદ કરવી જોઈએ સાથ આપવો જોઈએ સેવા કરવી જોઈએ…

લેખક – નિરાલી હર્ષિત

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here