ખબર

KBC-11: માત્ર 1500 રૂપિયા મહીને કમાનારી મહિલાની કિસ્મત ચમકી, બની બીજી કરોડપતિ- જાણો વિગત

‘KBC 11’ને સીઝનનો પહેલો કરોડપતિ બિહારના સનોજ રાજ બન્યા.તે 1 કરોડ રૂપિયાની ધનરાશિ જીત્યા છે અને તે પિતાને સમર્પિત કરી છે. શોનો નવો પ્રોમો પ્રમાણે કૌન બનેગા કરોડપતિને સીઝનનો બીજો કરોડપતિ મળશે. અને હવે KBCને તેની બીજી કરોડપતિ મળી ગઇ છે જેનું નામ બબિતા તાડે છે. સોની ટીવી દ્વારા તેમનાં ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજપ ર માં એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં બબિતાએ કરોડપતિ બનવાની સફરની એક ઝલક દર્શાવવામાં આવી છે.

Image Source

પ્રોમોમાં દેખાડ્યા અનુસાર, બબીતા તાડે મહારાષ્ટ્રના અમરાવતીના રહેવાસી છે. મધ્યાહ્ન ભોજનમાં બાળકો માટે સ્કૂલમાં ખીચડી બનાવવાનું કામ કરે છે. અને જયારે અમિતાભ બચ્ચન બબીતા તાડેને તેમની સેલેરી વિશે પૂછે છે. ત્યારે તેઓ કહે છે કે તેમને માસિક 1500 રૂપિયા પગાર મળે છે. પણ આટલી લો સેલેરીનું એમને જરા પણ દુઃખ નથી. સોની ટીવી દ્વારા આ વીડિયો મુજબ બબિતા 15માં પ્રશ્નનો સાચો જવાબ આપે છે અને અમિતાભ બચ્ચન બે હાથ પહોળા કરીને બોલે છે 1 કરોડ…

Image Source

આ એપિસોડ ટીવી પર આવનારા બુધવાર અને ગુરુવારનાં રોજ કરવામાં આવશે. વીડિયોમાં એલાન કરે છે કે તમે 1 કરોડ રૂપિયા જીતી ચુક્યો છો. હવે બબિતા 7 કરોડના સવાલનો સામનો કરશે. જોવાનું એ રહેશે કે શું ખરેખર બબિતા 7 કરોડના સવાલનો જવાબ આપી શકે છે કે નહિ.

તમને જણાવી દઈએ કે આમની પહેલા બિહાર રાજ્યના ના સનોજ રાજે 1 કરોડ રૂપિયા જીત્યા હતા. જ્યારે 7 કરોડના સવાલના જવાબ ન આવડતો હોવાના કારણે તેણે ગેમ છોડ દીધી હતી. સાથે જ શોમાં ઘણા એવા શખ્સો આવ્યા છે, જેમણે અસલ જિંદગીમાં ઘણી મહેનત કરી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks