મનોરંજન

KBC 11: કોણ છે આ સ્પર્ધક જેણે અમિતાભ બચ્ચને ખુદ શાલ ઓઢાળી, સોશિયલ મીડિયા પર થઇ રહયા છે જોરદાર વખાણ

કૌન બનેગા કરોડપતિ સીઝન 11ને બે કરોડપતિ મળી ચુક્યા છે. પ્રથમ છે બિહારના સનોજ રાજ અને બીજી છે મહારાષ્ટ્રની બબીતા ​​તાડે. આ બંને સ્પર્ધકોએ તેમની સમજથી સવાલોના સાચા જવાબો આપ્યા અને 1 કરોડના માલિક બની ગયા. બબીતા ​​તાડે સાથેનો એપિસોડ હજી ટેલિકાસ્ટ થયો નથી. આ એપિસોડ બુધવાર-ગુરુવારે પ્રસારિત થશે.

Image Source

આ શોનો એક પ્રોમો રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં બતાવવામાં આવ્યું હતું કે બબીતા ​​તાડે 1 કરોડ રૂપિયા જીતી ચુકી છે. 16 સપ્ટેમ્બરના રોજ 21મો એપિસોડ ટેલિકાસ્ટ થયો. ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટમાં ઝડપથી જવાબ આપીને બિહાર દરભંગાની આરતી કુમારી હોટસીટ પર પહોંચી. આરતી ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં મેનેજર તરીકે કામ કરે છે. છેલ્લા ઘણા સમયથી તેને બ્રેસ્ટ કેન્સર છે.

Image Source

હોટ સીટ પર આવ્યા પછી આરતીએ ત્રણ પ્રશ્નોના સાચા જવાબ આપીને 3 હજાર રૂપિયા જીત્યા છે. આજે ગેમ ફરી આરતી સાથે આગળ વધશે. આરતી પહેલા પશ્ચિમ બંગાળના લબોની બાસુ હોટ સીટ પર પહોંચ્યા હતા.

Image Source

લબોની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહી છે અને આઈએએસ અધિકારી બનવાની ઇચ્છા રાખે છે. લબોનીએ કહ્યું કે તે બહેન સાથે પોસ્ટર ચોંટાડવાનું કામ કરતી હતી, જેના માટે તેને દરરોજ 100 રૂપિયા મળતા હતા. 14 વર્ષની ઉંમરે, તે પ્રાથમિક શાળાના બાળકોને સામાજિક વિજ્ઞાન ભણાવતી હતી.

Image Source

શો દરમિયાન લેબોનીને ઠંડી લાગવાની શરૂઆત થઈ. આ જોઈને અમિતાભે પોતે બે વાર લાબોનીને શાલ ઓઢાડી. બિગ બીને આમ કરતા જોઈને તેમના ચાહકો ખૂબ પ્રભાવિત થયા હતા અને સોશિયલ મીડિયા પર તેમની પ્રશંસા કરી રહ્યા છે.

Image Source

બબીતાની વાત કરીએ તો તે શાળામાં 450 બાળકો માટે ખીચડી બનાવે છે. તેને આ કામ માટે 1500 રૂપિયા પગાર મળે છે. આ સાથે બબીતાએ જણાવ્યું કે તેને આ કામ અને પૈસાથી કોઈ સમસ્યા નથી કારણ કે તેને બાળકો માટે ખીચડી બનાવવી પસંદ છે. અમિતાભ બચ્ચન બબીતાનો પગાર સાંભળીને ચોંકી જાય છે. પ્રોમોમાં બબીતા ​​કહે છે કે આ શો જીતીને તે સાબિત કરવા માંગે છે કે ખિચડી બનાવવાવાળી પણ પોતાના સપના પૂરા કરી શકે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks