ખબર

અહીં ચિકનના નામે 30 રૂપિયાની પ્લેટમાં વેચાતી હતી આ વસ્તુ, જાણીને નોનવેજ પર થુકશો

ફિલ્મ રનની કૌઆ બિરિયાની બધાને જ યાદ હશે કે કેવી રીતે લારીવાળો ચિકન બિરિયાની કહીને કૌઆ બિરિયાની ખવડાવી દે છે. આ તો ફિલ્મનો સીન હતો પણ જો તમને ખબર પડે કે ખરેખરમાં કોઈએ તમને ચિકન કહીને કૌઆ બિરિયાની ખવડાવી દીધી છે તો? આવું જ થઇ રહ્યું હતું રામેશ્વરમમાં, રામેશ્વરમના એક લારીવાળાને ચિકનના નામ પર કૌઆ બિરિયાની વેચતો પકડવામાં આવ્યો છે. પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.

Image Source

આ વાતનો ખુલાસો થયા બાદ ચારે તરફ હાહાકાર મચી ગયો છે. રામેશ્વરમમાં મુખ્ય મંદિર પાસે એક વ્યક્તિ ચિકન બિરિયાની માત્ર 30 રૂપિયામાં જ વેચતો હતો. લાંબા સમયથી ચાલી રહેલા આ ગોરખધાંધાની તપાસ ત્યારે શરુ થઇ જયારે ખાદ્ય વિભાગે બિરિયાની વેચતી આવી જ લારી પર છાપો માર્યો. લારી પર સસ્તામાં જે ચિકન વેચવામાં આવતું હતું એ હકીકતમાં કાગડાનું માંસ હતું, જોઈને અધિકારીઓના પણ હોશ ઉડી ગયા.

Image Source

અહીંના લોકોને આ વ્યક્તિ પર શંકા ગઈ કારણ કે જે લોકો કાગડાઓને દાણા નાખતા હતા એમાં કેટલાકની છેલ્લા કેટલાક દિવસોમાં મોત થઇ રહી હતી. આ પછી એક ભક્તે પોલીસને સૂચના આપી અને પોલીસે ખાદ્ય વિભાગની સાથે મળીને આ લારી પર છાપો માર્યો, જેમાં આવો ચોંકાવનારો ખુલાસો થયો.

Image Source

પોલીસની તપાસમાં સામે આવ્યું કે કેટલાક લોકો કાગડાને ઝેરીલા ચોખા ખવડાવીને મારી નાખતા હતા, અને પછી એ મરેલા કાગડાઓને ભેગા કરીને તેઓ નાના દુકાનદારોને વેચતા તો એના માંસને ચિકન બિરિયાની કહીને આ લારીવાળા લોકોને ખવડાવતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 150 મરેલા કાગડાઓ જપ્ત કર્યા છે.

જણાવી દઈએ કે આ પહેલીવાર નથી કે જયારે ક્યાંક આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો હોય, આ પહેલા પણ દિલ્હી અને કોલકાતામાં કૌઆ અને કુત્તા બિરિયાનીની ઘટનાઓ સામે આવી ચુકી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.